Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
વિશિષ્ટ ફળને આપનારા કાર્યમાં આગ્રહ; સધ્યય; અસત્રયનો ત્યાગ; ઉચિત એવું લોકોનુસરણ અને પ્રમાદનું વર્જન - આ સદાચારો છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પ્રધાન કાર્યમાં આગ્રહ રાખવો – એ ચૌદમો સદાચાર છે. સામાન્ય રીતે ગૃહસ્થપણામાં અનેક જાતનાં સ્વ-પરનાં કાર્યો કરવાના પ્રસંગો ઊભા થતા હોય છે. આવા પ્રસંગે જે કાર્ય કરવાથી વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થતી હોય એવાં કાર્ય જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. મહેનત વધારે અને ફલમાં કોઈ વિશેષ નહિ – એવી પ્રવૃત્તિમાં આગ્રહ નહિ રાખવો જોઇએ. આ લોકમાં અને પરલોકમાં હિતકર એવું વિશિષ્ટ ફળ જેનાથી પ્રાપ્ત થતું હોય એવા કાર્યને પ્રધાન કાર્ય કહેવાય છે. બુદ્ધિમાન પુરુષોએ એવા જ કાર્ય માટે આગ્રહ સેવવો જોઇએ, જેથી અલ્પ પ્રયત્ન અધિક ફળને પ્રાપ્ત કરી શકાય.
પંદરમો સદાચાર “સદ્વ્યય છે. પુરુષાર્થની સાધના માટે ઉપયોગી બને એવો ધનનો વ્યય કરવો જોઈએ. અન્ય ગ્રંથોમાં સદ્ભયનો અર્થ જણાવતાં ફરમાવ્યું છે કે દેવપૂજાદિ ધર્માનુષ્ઠાનોમાં જે ધનનો ઉપયોગ થાય છે - તે સવ્યય છે. સામાન્ય રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ : આ ચાર પુરુષાર્થ છે. પરમાર્થથી મોક્ષ એક જ પુરુષાર્થ છે. મોક્ષનું કારણ શુદ્ધ ધર્મ હોવાથી તે કારણસ્વરૂપ પુરુષાર્થ છે. અર્થ અને કામ તો પુરુષની ઇચ્છાના વિષય બનતા હોવાથી તે પુરુષાર્થ કહેવાય છે. પરંતુ પરમાર્થથી અનર્થભૂત છે. મોક્ષમાં બાધક ન બને એ રીતે પોતાના ધનનો ધર્માદિમાં વ્યય કરવો જોઇએ. પુણ્યથી મળેલા ધનનો વ્યય એવી રીતે તો ન જ કરાય કે જેથી. પરિણામે મોક્ષપ્રાપ્તિમાં બાધક બને.
ઉપર જણાવ્યા મુજબ પુણ્યથી મળેલા ધનનો જેમ સવ્યય કરવો જોઇએ તેમ અસત્રયનો ત્યાગ કરવો જોઈએ – એ પણ સદાચાર છે. સોળમા એ સદાચારનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. અર્થની અનર્થકારિતાનો પ્રારંભ જ આ અસવ્યયમાંથી થતો હોય છે. અસવ્યય સ્વરૂપ અનાચારનું દૂષણ આજે ખૂબ જ વિસ્તર્યું છે. ધર્મી ગણાતા વર્ગમાં પણ એ ઠીક ઠીક પ્રમાણમાં જોવા મળે છે. વિષયની અત્યંત આસક્તિ અસવ્યય કરાવે છે અને તે અનર્થદંડનું કારણ બને છે. ગૃહસ્થપણામાં પાપની કોઈ સીમા નથી. સર્વથા પાપથી વિરામ પામવાની ભાવનાવાળાએ પોતાની ભાવના સફળ બનાવવી હોય તો અસદ્વ્યયના પરિત્યાગથી પ્રારંભ કરવો જોઈએ. જેથી ખૂબ જ સરળતાપૂર્વક અનર્થદંડથી વિરામ પામી શકાશે.
સત્તરમા સદાચાર તરીકે ઉચિત એવી લોકાનુવૃત્તિને વર્ણવી છે. ધર્મમાં વિરોધ ન આવે તે રીતે લોકોના ચિત્તની આરાધના કરવી; તે લોકાનુવૃત્તિ છે. લોકમાં જે આચારો પ્રસિદ્ધ છે, તે જો ધર્મના વિરોધી ન બનતા હોય તો તેનું પાલન કરવું જોઈએ. દરેક ધર્માત્માને લોકની નિશ્રાએ ધર્મ કરવાનો છે. પોતાના ધર્મના વિરોધી ન હોય એવા લોકપ્રસિદ્ધ આચારોના પાલનથી ૧૭૮
યોગપૂર્વસેવા બત્રીશી