Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
नेति-यदातुरापथ्यतुल्यं ज्वरादिरोगविधुरस्य घृतादिदानसदृशं मुशलादिदानं दायकग्राहकयोरपकारि न भवति तद्दानमपि चेष्यते पात्रे दीनादिवर्गे च पोष्यवर्गस्य मातापित्रादिपोषणीयलोकस्याविरोधतो વૃત્તેિરનુચ્છેવાત્ 9ર-99ો.
જવરાદિ(તાવ વગેરે) રોગથી ગ્રસ્ત માણસને ઘી વગેરે અપથ્યના દાન જેવું જે દાન ન હોય; તે દાન પાત્રને અને દીનાદિવર્ગને, પોષ્યવર્ગનો વિરોધ ન આવે તે રીતે આપવું જોઇએ.' - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગની પૂર્વસેવાને પ્રાપ્ત કરનારા જીવોએ ગુરુપૂજન અને દેવપૂજનની જેમ પાત્રને અને દીનાદિ જનોને પણ દાન આપવું જોઈએ. દીનાદિને દાન આપતી વખતે એ દાન કેવું હોવું જોઇએ એ જણાવતાં ખૂબ જ સ્પષ્ટપણે જણાવ્યું છે કે; તાવ વગેરે રોગથી પીડાતા માણસને જેમ ઘી વગેરે અપથ્ય અપાય નહિ, તેમ દિનાદિને મુશલ.. વગેરે અનર્થદંડનાં સાધનોનું દાન અપાય નહિ. જે દાન, દાતા અને ગ્રાહક - બંન્નેને ઉપકારક બને એવું હોય તેવું જ દાન દીનાદિને આપવાનું છે. રોગીને અપાતા અપથ્યના દાન જેવું દાન; દીનાદિને અપાય નહિ.
આ દાન પણ એ રીતે આપવાનું છે કે જેથી માતા, પિતા વગેરે પોષ્યવર્ગ(ગૃહજનો)નો વિરોધ આવે નહિ. અર્થાત્ માતા, પિતા, ભાઈ, બહેન વગેરેના જીવનના નિર્વાહમાં બાધા પહોંચે - એ રીતે દીનાદિવર્ગને દાન આપવાનું નથી. એમનો જીવનનિર્વાહ બરાબર ચાલે અને ત્યાર પછી પોતાની પાસે જે હોય તે દીનાદિવર્ગને આપવાનું છે. પૂર્વકાળમાં આ રીતે દીનાદિને આપવાની પ્રવૃત્તિ લગભગ ઘરે ઘરે હતી. સુખી ઘરો એ પ્રવૃત્તિથી ઓળખાતાં. આજની વાત તદ્દન જુદી છે. બારણે ઊભા રહેલા ભૈયા વગેરેથી જ આજે સુખી ઘરોને ઓળખવાં પડે. મંદિરાદિ ધર્મસ્થાનોની બહાર પણ દીનાદિને હવે ઊભા રહેવા દેવામાં આવતા નથી. જોતજોતામાં ખૂબ જ ઝડપથી આ બધું બદલાતું ચાલ્યું છે. ધાર્મિક અનુષ્ઠાનોમાં પણ આજે એ અંગે ધ્યાન અપાતું નથી. શક્તિ ન હોય તો આપવાનું નથી. જે છે તે આપવાનું છે. પોતાના બધા માટે રાખીને આપવાનું છે. આપવા માટે મેળવવાનું નથી. છતાં દીનાદિને દાન આપવાના વિષયમાં ખૂબ જ ઉપેક્ષા સેવાય છે. અનુકંપા-દયા ધર્મનો પ્રાણ છે. એની રક્ષા માટે દરરોજ શક્તિ અનુસાર યોગના અર્થીએ દીનાદિવર્ગને દાન આપવું જોઈએ.
જ્યાં પણ અલ્પાંશે આ પ્રવૃત્તિ ચાલે છે તે વિધિ મુજબની નથી. મોટા ભાગે દિનાદિ ઉપર ઉપકાર કરતા હોય તે રીતે જ દાન અપાય છે. જો ઇતી ના હોય, નકામી હોય અને ફેંકી દેવાની હોય - એવી જ વસ્તુ દીનાદિને અપાતી હોય છે. એ એક અવિધિ છે. “છે અને છોડવું છે.' - આવી એકમાત્ર ભાવનાથી જ દાન અપાય તો મૂચ્છ ઊતર્યા વિના નહીં રહે. બહુમૂલ્ય વસ્તુ ના આપીએ; પરંતુ નાખી દેવાનું કઈ રીતે અપાય? એઠું કઈ રીતે અપાય? ઊતરેલું કઈ રીતે
એક પરિશીલન
૧૬૭