Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
છે, જેથી તેઓશ્રીના શબ્દોથી દેવની પૂજા આપણે કરી શકીએ છીએ. તે સ્તોત્રો બોલતી વખતે તે સ્તોત્રોમાં આદરની પૂર્તિ આપણે કરી શકીએ તો તે સ્તોત્ર આપણા માટે શોભન બની રહેશે. બોલાતા શબ્દોની શુદ્ધિ; દેવની પરમારાધ્યતા અને સ્તોત્રના અર્થનો ઉપયોગ વગેરે પરમાદરનું કારણ છે. આદરથી પૂર્ણ એવાં શોભન સ્તોત્રોથી દેવપૂજા કરવી જોઇએ. /૧૨-૬ll.
ઉપર જણાવ્યા મુજબનું દેવપૂજન બધા દેવોનું છે કે કોઈ એક દેવનું છે – આવી શંકાનું સમાધાન કરતાં જણાવાય છે
अधिमुक्तिवशान्मान्या अविशेषेण वा सदा ।
अनिर्णीतविशेषाणां सर्वे देवा महात्मनाम् ॥१२-७॥ अधिमुक्तीति-अनिर्णीतः कुतोऽपि मतिमोहादनिश्चितो विशेष इतरदेवतापेक्षोऽतिशयो यैस्तेषां । महात्मनां परलोकसाधनप्रधानतया प्रशस्तात्मनां गृहिणां । सर्वे देवाः सदाऽविशेषेण पारगतहरिहरहिरण्यगर्भादिसाधारणवृत्त्या मान्या वा अथवा अधिमुक्तिवशादतिशयितश्रद्धानुसारेण ।।१२-७।।
કોઈ દેવવિશેષમાં બીજા દેવોની અપેક્ષાએ કોઈ પણ જાતની વિશેષતાનો નિર્ણય જેમણે કર્યો નથી, એવા મહાત્મા-ગૃહસ્થો માટે સામાન્યથી અથવા શ્રદ્ધાતિશયના અનુસારે બધા જ દેવો માન્ય છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે.
અહીં એ યાદ રાખવું જોઈએ કે યોગની પૂર્વસેવા મુખ્યપણે મંદમિથ્યાત્વની સ્થિતિમાં હોય છે. એ સ્થિતિમાં દેવ, ગુરુ કે ધર્મનું સામાન્ય જ્ઞાન હોય છે. સામાન્યથી એ આત્માઓને એટલી જ ખબર હોય છે કે સર્વ દોષથી વિનિમુક્ત પુરુષવિશેષ દેવ છે. પરમતારક મોક્ષમાર્ગનો ઉપદેશ આપનારા ભવનિસ્તારક ગુરુભગવંત છે અને સર્વપાપથી રહિત એવો; સકલકર્મક્ષયનું કારણ ધર્મ છે. આ આત્માઓને એવી સમજણ નથી હોતી કે; અરિહંત પરમાત્મા જ દેવ છે અને બુદ્ધ, શંકર, બ્રહ્મા અને વિષ્ણુ વગેરે દેવ નથી. અરિહંત પરમાત્માની આજ્ઞા મુજબ આરાધના કરનારા નિગ્રંથ મહાત્માઓ જ ગુરુભગવંત છે અને શાક્યાદિ પરિવ્રાજકો ગુરુભગવંત નથી. તેમ જ અરિહંતપરમાત્માએ ઉપદેશેલો જ ધર્મ છે અને બુદ્ધાદિએ ઉપદેશેલો ધર્મ નથી. સામાન્યપણે કહીએ તો દેવ, ગુરુ અને ધર્મના સ્વરૂપમાં કોઈ જ વિવાદ નથી. પરંતુ તેનું વ્યક્તિવિશેષમાં વિવેકપૂર્ણ જ્ઞાન નથી. આવી સ્થિતિમાં આવા ગૃહસ્થો સામાન્યથી બધા જ દેવને દેવ તરીકે માની તેમની પૂજા કરે છે. અથવા “આ મોક્ષપ્રાપક છે' - આવી જાતની શ્રદ્ધાને લઇને બધા જ દેવની ગૃહસ્થો પૂજા કરે છે. આ રીતે યોગની પૂર્વસેવા કરનારા ગૃહસ્થોને મહાત્મા તરીકે વર્ણવ્યા છે. પરલોકની સાધનામાં પ્રાધાન્ય આપવાથી તેઓ પ્રશસ્તસ્વરૂપવાળા છે; માટે તેમને અહીં મહાત્મા તરીકે વર્ણવ્યા છે. યોગના અર્થી અને યોગની પૂર્વસેવાને કરનારા આ ગૃહસ્થો મતિમોહના કારણે કોઈ એક દેવમાં બીજા દેવોની અપેક્ષાએ વિશેષનો નિર્ણય કરી શકતા નથી, જેથી સર્વજ્ઞ તરીકે
યોગપૂર્વસેવા બત્રીશી
૧૬૨