Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ગુરુભગવંતના માર્ગદર્શન મુજબ માતાપિતાદિના વિત્તનો તેમના જ નામે વિનિયોગ કરી લેવો જોઇએ, જેથી તેમના મરણની અનુમોદનાનો પ્રસંગ નહીં આવે. અન્યથા તે વિત્તનો સંગ્રહ કરવાથી તેમના મરણની અનુમોદનાનો પ્રસંગ આવશે.
આ પાંચમા શ્લોકના ઉત્તરાર્ધમાં ગુરુપૂજનનું વર્ણન કરતાં જણાવ્યું છે કે ગુરુજનોનું આસન; શય્યા અને ભોજન માટેનાં પાત્ર વગેરેનો ઉપયોગ નહીં કરવો જોઇએ. ગુરુવર્ગના આસનાદિને પગ લાગે તોપણ ગુરુવર્ગનો અવિનય કરવા સ્વરૂપ દોષ લાગે છે - આનો જેને ખ્યાલ છે તેમને ગુરુવર્ગના આસનાદિનો ઉપયોગ કરવાથી અવિનય કરવા સ્વરૂપ દોષ લાગે - એ સમજાવવાની જરૂર નથી. સામાન્ય રીતે થોડો ઉપયોગ રાખીએ તો ખૂબ જ સારી રીતે આ અવિનયના દોષથી દૂર રહી શકાય. માતાપિતાદિ ગુરુજનોની પ્રત્યે બહુમાનપૂર્વક વિનયનું વર્તન ક૨વા માટે અવિનયનો ત્યાગ કરવાનું આવશ્યક છે. લોકોત્તર ધર્મની આરાધનાને કરનારા મુમુક્ષુ આત્માઓને ભવનિસ્તારક પૂ. ગુરુદેવાદિ રત્નાધિકોનો આ રીતે અવિનય દૂર કરવાનું સરળ બને છે. ગૃહસ્થ - અવસ્થામાં આ રીતે ગુરુજનોનો અવિનય દૂર કર્યો ન હોય તો ભવિષ્યમાં સાધુપણાની આરાધના વખતે રત્નાધિકોનો અવિનય ટાળવાનું કપરું બને છે.
યોગની પૂર્વસેવાને પ્રાપ્ત કરવા ગુરુવર્ગની પૂજાના વિષયમાં આ શ્લોકના અંતે ફરમાવ્યું છે કે માતાપિતાદિ ગુરુજનોનાં બિંબ(પ્રતિકૃતિ ફોટા વગેરે)ની સ્થાપના કરી તેની પુષ્પ અને ધૂપાદિ દ્વારા અર્ચા-પૂજા કરવી જોઇએ. અહીં યાદ રાખવું જોઇએ કે આ રીતે કરાતું ગુરુવર્ગનું પૂજન બહુમાનગર્ભિત હોવું જોઇએ. જીવનભર જેણે ગુરુવર્ગની ઉપર જણાવ્યા મુજબ પૂજા કરી હોય તેઓ ગુરુવર્ગની હયાતી બાદ તેમની(ગુરુવર્ગની) પ્રતિકૃતિ વગેરેની સ્થાપના, અર્ચા કરે તો બરાબર છે. ગુરુવર્ગના નામે પોતાની સ્વાર્થવૃત્તિ સાધવાની ઇચ્છાથી કરાતી સ્થાપના, અર્ચા બરાબર નથી. આ પ્રવૃત્તિ કરતી વખતે ખૂબ જ વિવેકપૂર્વક વર્તવું જોઇએ. આપણા ગુરુવર્ગ પ્રત્યે જેમને બહુમાનાદિ ન હોય એવા લોકો તેમને ઉપેક્ષાદિનો વિષય બનાવે નહિ તે જોવું જોઇએ. ‘તવિમ્પસ્થાપનાર્થને' - આ પદથી જણાવેલી વાતને યોગબિંદુમાં ‘તવિશ્વન્યાસસંગર:' આ પદથી ૧૧૫મા શ્લોકમાં જણાવી છે. કેટલાક વિદ્વાનો એનો એ અર્થ કરે છે કે ગુરુવર્ગે કરેલો જે બિંબન્યાસ છે એટલે કે તેઓએ જે દેવ વગેરેની પ્રતિમા સ્થાપી હોય તેની પુષ્પાદિ પૂજા કરવી જોઇએ. આ પણ એક ગુરુપૂજનનો પ્રકાર છે.
ત્રિકાળ પ્રણામ; પર્વપાસના; અવર્ણનું અશ્રવણ; યોગ્ય સ્થાને નામગ્રહણ; અયોગ્ય સ્થાને નામાગ્રહણ, આસનપ્રદાન; પુરુષાર્થને બાધા ન પહોંચે તે રીતે અનિષ્ટનો ત્યાગ અને ઇષ્ટનું ઉપાદાન; સારભૂત વસ્તુનું સમર્પણ; તીર્થસ્થાનમાં તેમના વિત્તનો વિનિયોગ; તેમના આસનાદિનો અપરિભોગ અને તેમના બિંબની સ્થાપના-અર્ચા... ઇત્યાદિ સ્વરૂપ ગુરુપૂજન છે. ।।૧૨-૫।।
યોગપૂર્વસેવા બત્રીશી
૧૬૦