Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
મુખ્ય કારણ છે. તે કારણ સ્વરૂપ આત્માનો વ્યાપાર; આત્માને મોક્ષની સાથે જોડી આપે છે તેથી તે યોગ છે અને તે વ્યાપારમાં રહેલી વ્યાપારતા : એ યોગનું લક્ષણ છે.
આ રીતે મોક્ષે યોગનાદેવ આ વ્યુત્પત્તિના કારણે થોડા શબ્દનો અર્થ, “મોક્ષમુખ્યકારણવ્યાપારતા થાય છે. એ વ્યુત્પત્યર્થને અહીં લક્ષણ સ્વરૂપે વર્ણવ્યું છે, જે યુક્ત નથી. કારણ કે લક્ષણ વ્યુત્પજ્યર્થથી ભિન્ન હોય છે.” - આ પ્રમાણે નહીં કહેવું. કારણ કે વ્યુત્પજ્યર્થ અતિપ્રસક્ત (વ્યભિચારી અલક્ષ્યમાં પણ વૃત્તિ) ન હોય (અનતિપ્રસક્ત હોય, તો તેને લક્ષણ માનવામાં કોઈ બાધ નથી. અર્થાત્ અનતિપ્રસક્ત એવા નિતાર્થ(વ્યુત્પત્યર્થ)માં લક્ષણત્વ માનવામાં કોઈ દોષ નથી. ૧૦-૧
મોક્ષના મુખ્ય કારણભૂત આત્મવ્યાપારમાં મુખ્યત્વ કઈ અપેક્ષાએ વર્ણવ્યું છે? આ પ્રશ્નનું સમાધાન કરાય છે અર્થાત્ તનુષ્યદે,વ્યાપારતા-આયોગલક્ષણઘટક મુખ્યત્વનું નિરૂપણ કરાય છે
मुख्यत्वं चान्तरङ्गत्वात् फलाक्षेपाच्च दर्शितम् ।
चरमे पुद्गलावर्ते यत एतस्य सम्भवः ॥१०-२॥ मुख्यत्वं चेति-मुख्यत्वं च अन्तरङ्गत्वाद् मोक्षं प्रत्युपादानत्वात् । फलापेक्षात् फलजननं प्रत्यविलम्बत्वाच्च । दर्शितं प्रवचने । यतो यस्माच्चरमे पुद्गलावर्ते एतस्य योगस्य सम्भवः । इत्थं ह्यभव्यदूरभव्यक्रियाव्यवच्छेदः कृतो भवति, एकस्य मोक्षानुपादानत्वादन्यस्य च फलविलम्बादिति ध्येयम् ||૧૦-૨||
“આ યોગ; મોક્ષની પ્રત્યે અંતરંગ કારણ હોવાથી અને મોક્ષની પ્રત્યે વિના વિલંબે કારણ બનતો હોવાથી તેમાં મુખ્યત્વ મોક્ષની પ્રત્યે મુખ્ય કારણતા) વર્ણવ્યું છે. કારણ કે આ યોગનો સંભવ ચરમાવર્તમાં છે. એની પૂર્વે તેનો સંભવ જ નથી.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે મોક્ષની પ્રત્યે યોગ મુખ્ય કારણ છે. સામાન્ય રીતે કાર્યમાત્રની પ્રત્યે કારણસામગ્રી હેતુ બનતી હોય છે. અનેક કારણોના સહકારથી કાર્યની ઉત્પત્તિ થાય છે. તેમ મોક્ષસ્વરૂપ કાર્યની ઉત્પત્તિ પણ કાળ, તથાભવ્યત્વનો પરિપાક, રત્નત્રયીની આરાધના, કેવલજ્ઞાનની પ્રાપ્તિ... વગેરે કારણોના સમુદાયથી થતી હોય છે. એમાં મુખ્ય કારણ યોગ છે. કારણ કે તે અંતરંગ કારણ છે. યોગમાં અંતરંગકારણતા માનવાનું કારણ એ છે કે તે મોક્ષની પ્રત્યે ઉપાદાનકારણ છે.
ઘટનું ઉપાદાનકારણ માટી છે. પટનું ઉપાદાનકારણ તંતુ છે. મૃત્તિકા (માટી) ઘટસ્વરૂપે પરિણમે છે અને તંતુ પટસ્વરૂપે પરિણમે છે. જે કારણ કાર્યસ્વરૂપે પરિણમે છે તે કારણ તે કાર્યનું ઉપાદાનકારણ મનાય છે. અહીં મોક્ષકારણભૂત આત્મવ્યાપાર ક્ષાયિકભાવે મોક્ષસ્વરૂપે પરિણમે છે તેથી તે આત્મવ્યાપારસ્વરૂપ યોગ મોક્ષનું ઉપાદાનકારણ છે. કાર્યના અર્થીની પ્રવૃત્તિ તેના
એક પરિશીલન