Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
મહદાદિથી માંડીને પાંચ મહાભૂતાદિ સુધીનાં પરિણામોને કરે છે. તે પરિણામને અનુકૂળ, પ્રકૃતિમાં અનુલોમશક્તિ સ્વભાવસિદ્ધ છે તેમ જ પુરુષને ભોગનું પ્રયોજન ન હોય ત્યારે અર્થાત્ વિવેકખ્યાતિના ઉદયથી પુરુષને ભોગની સમાપ્તિ થાય ત્યારે મહાભૂતોથી માંડીને અસ્મિતા સુધીનાં પરિણામો પોતપોતાના કારણમાં લીન થાય છે. તેને અનુકૂળ, પ્રકૃતિમાં પ્રતિલોમશક્તિ પણ સ્વભાવસિદ્ધ છે. આ ઉભયશક્તિ સ્વરૂપ જ પ્રકૃતિમાં પુમર્થકર્તવ્યત્વ મનાય છે, બીજું કાંઇ નહિ.
આ પ્રમાણે પુરુષની વિવેકખ્યાતિને લઇને ભોગપરિસમાપ્તિ થયે છતે તે સ્વાભાવિક બંન્ને શક્તિઓનો ક્ષય થવાથી પ્રકૃતિ કૃતાર્થ બને છે. તેથી ફરીથી તે પુરુષ માટે પરિણામનો (મહદાદિનો) આરંભ કરતી નથી. આવી પુરુષાર્થકર્તવ્યતા માનવાથી પ્રકૃતિ જડ હોવાથી તેણીને કર્તવ્યતાનો અધ્યવસાય ન હોવા છતાં કોઇ પણ અનુપપત્તિ નથી... ઇત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઇએ. /૧૧-૧૯થી
ननु यदि प्रतिलोमशक्तिरपि सहजैव प्रधानस्यास्ति तत्किमर्थं योगिभिर्मोक्षार्थं यलः क्रियते ? मोक्षस्य चानर्थनीयत्वे तदुपदेशकशास्त्रस्यानर्थक्यमित्यत आह
જો આ રીતે પ્રકૃતિની પ્રતિલોમશક્તિ પણ સહજ (સ્વભાવસિદ્ધ) જ હોય તો યોગીજનોએ મોક્ષ માટે પ્રયત્ન શા માટે કરવો જોઇએ ? મોક્ષ પ્રાર્થનાનો વિષય ન હોય તો તેનો ઉપદેશ કરનારું શાસ્ત્ર નિરર્થક બનશે - આ શંકાનું સમાધાન સાંખ્યો દ્વારા કરાય છે—
न चैवं मोक्षशास्त्रस्य, वैयर्थ्यं प्रकृतेर्यतः । તતો દુ:નિવૃત્ત્વર્ય, તૃત્વસ્મયવર્ઝનમ્ II99-૨૦
न चेति न चैवं मुक्तौ प्रकृतेरेव सामर्थ्य मोक्षशास्त्रस्य वैयर्थ्यमानर्थक्यं । यतो यस्मात्ततो मोक्षशास्त्रादुःखनिवृत्त्यर्थं दुःखनाशाय प्रकृतेः प्रधानस्य कर्तृत्वस्मयस्य कर्तृत्वाभिमानस्य वर्जनं निवृत्तिर्भवति । अनादिरेव हि प्रकृतिपुरुषयोर्भोक्तृभोग्यभावलक्षणः सम्बन्धः । तस्मिन् सति व्यक्तमचेतनायाः प्रकृतेः कर्तृत्वाभिमानादुःखानुभवे सति कथमियं दुःखनिवृत्तिरात्यन्तिकी मम स्यादिति भवत्येवाध्यवसायः । अतो दुःखनिवृत्त्युपायोपदेशकशास्त्रोपदेशापेक्षाप्यस्य युक्तिमतीति ॥११- २०॥
“આ પ્રમાણે પ્રકૃતિની પ્રતિલોમશક્તિને સહજ માનવાથી મોક્ષપ્રતિપાદક શાસ્ર વ્યર્થ બનશે – એમ કહેવાનું બરાબર નથી. કારણ કે શાસ્ત્રથી દુઃખની નિવૃત્તિ માટે કર્તૃત્વના અભિમાનનું વર્જન થાય છે. .’” – આ પ્રમાણે વીસમા શ્લોકનો શબ્દાર્થ છે. કહેવાનો આશય એ છે કે; પ્રકૃતિની પ્રતિલોમશક્તિથી જ મોક્ષની પ્રાપ્તિ થતી હોય તો મોક્ષના ઉપાય વગેરેને જણાવનારા મોક્ષશાસ્ત્રનું કોઇ જ ફળ ન હોવાથી તે નિરર્થક બનશે : આ પ્રમાણે કહેવાનું બરાબર નથી. કારણ કે તે તે મોક્ષશાસ્રથી દુ:ખના નાશ માટે પ્રકૃતિને; કર્તૃત્વાભિમાનનું વર્જન થાય છે.
પાતંજલયોગલક્ષણ બત્રીશી
૧૩૨