Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
વિનિયોગ કરાતો હોવાથી અનેક જન્મો સુધી તેની પરંપરા પ્રવર્તે છે. તેથી અનુક્રમે પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ થવાથી તે મોક્ષની પ્રત્યે અવધ્ય કારણ બને છે. ૧૦-૧પી.
પ્રણિધાનાદિ સામાન્ય રીતે ક્રિયા સ્વરૂપ જણાતા હોવા છતાં તે તેનાથી અભિવ્યંગ્ય આશયવિશેષ સ્વરૂપ છે. એ આશયરહિત ક્રિયા અનર્થકારિણી છે તે જણાવાય છે
एतैराशययोगैस्तु, विना धर्माय न क्रिया ।
प्रत्युत प्रत्यपायाय, लोभक्रोधक्रिया यथा ॥१०-१६॥ एतैरिति-एतैः प्रणिधानादिभिराशययोगैस्तु विना धर्माय न क्रिया बाह्यकायव्यापाररूपा । प्रत्युतान्तर्मालिन्यसद्भावात्प्रत्यपायायेष्यमाणप्रतिक्षविघ्नाय । यथा लोभक्रोधक्रिया कूटतुलादिसङ्ग्रामादिलक्षणा । तदुक्तं-“तत्त्वेन तु पुनर्नेकाप्यत्र धर्मक्रिया मता । तत्प्रकृत्या[वृत्त्या]दिवैगुण्याल्लोभक्रोधक्रिया यथा ।।१।।" l/૧૦-૧દ્દી.
આ પ્રણિધાનાદિ પાંચ આશય વિના બાહ્યકાયવ્યાપારસ્વરૂપ ક્રિયા ધર્મ માટે થતી નથી પરંતુ લોભ અને ક્રોધની ક્રિયાની જેમ અપાય માટે થાય છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે ચરમાવર્તકાળમાં જ યોગની પ્રાપ્તિ શક્ય છે. અન્ય અચરમાવર્તકાળમાં એ શક્ય નથી. આમ જણાવીને તેનું જ કારણ છે તે જણાવતાં ફરમાવ્યું હતું કે અચરમાવર્તકાળમાં જે ક્રિયાઓ થાય છે તે બધી પ્રણિધાનાદિ આશયથી રહિત હોવાથી દ્રવ્યક્રિયા(તુચ્છ ક્રિયા)સ્વરૂપ છે. તેનું કારણ આ શ્લોકથી જણાવાયું છે કે પ્રણિધાનાદિ આશયનો જેમાં સંબંધ નથી એવી ક્રિયા બાહ્ય શરીરની ક્રિયા સ્વરૂપ છે. આત્માના વિશુદ્ધ પરિણામથી રહિત એ ક્રિયા છે.
એવી ક્રિયાથી ધર્મની પ્રાપ્તિ તો થતી નથી પરંતુ તેનાથી પ્રત્યપાય થાય છે. ઇચ્છાના વિષયથી વિરુદ્ધ (તેના પ્રતિરોધક) એવા વિપ્નને પ્રત્યપાય કહેવાય છે. ભવિષ્યકાળમાં જેને પ્રાપ્ત કરવાની ઇચ્છા છે તે વિષયના પ્રતિપક્ષસ્વરૂપ વિનને પ્રત્યપાય કહેવાય છે. ધર્મક્રિયા પુષ્ટિ અને શુદ્ધિ માટે કરાય છે. પ્રણિધાનાદિ આશય વિના કરાતી ધર્મક્રિયા પુષ્ટિ અને શુદ્ધિનું કારણ બનતી નથી. પરંતુ ધર્મની લઘુતા કરવાના કારણે પાપબંધ થાય છે. જેમ લોભના કારણે કરાતી ખોટાં માન-માપાં કરવાદિની લોભક્રિયા તેમ જ ક્રોધના સંગ્રામ યુદ્ધ વગેરેની ક્રોધક્રિયાથી કોઈ લાભ તો નથી પરંતુ પ્રત્યપાય (કર્મબંધાદિ સ્વરૂપ) ઘણો થાય છે. તેમ પ્રણિધાનાદિ આશયના યોગ વિનાની ક્રિયાથી ધર્મ તો થતો નથી પરંતુ પ્રત્યપાય ઘણો જ થાય છે.
આ વાતને જણાવતાં યોગબિંદુમાં ફરમાવ્યું છે કે– તાત્વિક રીતે; અનાભોગના કારણે કરાતી ધર્મક્રિયા અને લોકપંક્તિથી ધર્મની લઘુતાને કરનારી કરાતી ધર્મક્રિયા : બંન્નેમાંથી એક પણ ધર્મક્રિયા ઉપાદેય મનાતી નથી. કારણ કે એ બંન્ને ક્રિયાઓમાં પ્રવૃત્તિ, વિષ્ણજય વગેરે
૯૪
યોગલક્ષણ બત્રીશી