Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આથી જ ભાવ મોક્ષનું જ્ઞાપક છે. અર્થાત્ ભાવમાં તેવા પ્રકારની જ્ઞાપકતા સ્વરૂપ અભિવ્યજકતા છે – આ પ્રમાણે જે જણાવાય છે, તે જ્ઞાનનયની મુખ્યતાએ જણાવાય છે. વ્યવહારનયની (કાર્યકારણભાવની વિવક્ષાની) અપેક્ષાએ તે વાસ્તવિક નથી. વ્યવહારનયની અપેક્ષાએ પણ જો એ વાસ્તવિક મનાય તો કાર્યકારણભાવના વિરહે સર્વથા સત્કાર્યવાદનો પ્રસંગ આવશે. કથંચિત્સત્કાર્યવાદના સિદ્ધાંતની હાનિનો પ્રસંગ આવશે.. ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૧૦-રશા યોગના લક્ષણનો નિષ્કર્ષ જણાવાય છે–
व्यापारश्चिद्विवर्तत्वाद्, वीर्योल्लासाच्च स स्मृतः ।
विविच्यमाना भिद्यन्ते, परिणामा हि वस्तुनः ॥१०-२८॥ व्यापार इति-स योगश्चिद्विवर्तत्वाज्ज्ञानपरिणामात् । वीर्योल्लासादात्मशक्तिस्फोरणाच्च । व्यापारः स्मृतः । क्रमवतः प्रवृत्तिविषयस्य व्यापारत्वाद् । एतेन द्रव्यादेर्व्यवच्छेदः । हि यतः विविच्यमाना भेदनयेन गृह्यमाणा वस्तुनः परिणामा भिद्यन्ते । तथा च न व्यापाराश्रयस्यापि व्यापारत्वमिति भावः ।।१०-२८।।
જ્ઞાનસ્વરૂપ પરિણામના કારણે અને આત્માની શક્તિ ફોરવવાના કારણે તે યોગ વ્યાપારસ્વરૂપ મનાય છે. કારણ કે વસ્તુનાં પરિણામો પર્યાયનયથી વિચારતા ભિન્ન થાય છે.”
અઠ્ઠાવીસમા શ્લોકના એ અર્થનો ભાવ એ છે કે – જ્ઞાનસ્વરૂપ પરિણામના કારણે અને વિલાસના કારણે જે મોક્ષનો કારણભૂત આત્મવ્યાપાર થાય છે, તસ્વરૂપ યોગ છે. ક્રમવાળા પ્રવૃત્તિના વિષયને વ્યાપાર કહેવાય છે. દ્રવ્ય અને તેના સહભાવી ગુણો ક્રમિક પ્રવૃત્તિના વિષય ન હોવાથી તેને (દ્રવ્ય અને ગુણને) વ્યાપાર સ્વરૂપ મનાતા નથી. આથી સમજી શકાશે કે યોગ દ્રવ્ય કે ગુણ સ્વરૂપ નથી, પરંતુ ક્રમભાવી પર્યાયસ્વરૂપ છે.
અભેદનયની અપેક્ષાએ દ્રવ્ય કે ગુણથી અભિન્ન જ તેનાં પરિણામ હોવાથી દ્રવ્યાદિ સ્વરૂપ પણ વ્યાપાર માનવો જોઈએ. તેથી પરિણામસ્વરૂપ વ્યાપારના આશ્રયને પણ વ્યાપાર માનવાનો પ્રસંગ આવશે' - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ભેદનયને(પર્યાયનયને) આશ્રયીને પ્રહણ કરાતા વસ્તુનાં પરિણામો દ્રવ્યાદિથી ભિન્ન હોવાથી દ્રવ્યાદિમાં વ્યાપારત્વ માનવાનો પ્રસંગ નહીં આવે. તેમ જ વ્યાપારાશ્રયમાં વ્યાપારત્વ માનવાનો પણ પ્રસંગ નહીં આવે.
અહીં સમજી લેવું જોઇએ કે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ સાંખ્યાદિ દર્શનપ્રસિદ્ધ આત્માનું શુદ્ધ, બુદ્ધ... વગેરે સ્વરૂપ જ માની લેવામાં આવે અને અન્ય પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આત્માદિના પરિણામની ભિન્નતાને માની લેવામાં ન આવે તો યોગના લક્ષણનો કોઈ જ અર્થ નથી. આત્માની કાલની જે અશુદ્ધાવસ્થા છે; તેનો પૂર્ણપણે વિચાર કર્યા વિના આત્માનું શુદ્ધ
એક પરિશીલન
૧૦૫