Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
अथ प्रारभ्यते पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ||
स्वकीयं योगलक्षणमन्यदीययोगलक्षणे विचारिते सति स्थिरीभवतीति तदर्थमयमारम्भः
આ પૂર્વેની બત્રીશીમાં પોતાની માન્યતા મુજબનું યોગના લક્ષણનું નિરૂપણ કર્યું. એ લક્ષણ જ બરાબર છે.” - આવી સ્થિરતા, બીજાની માન્યતા મુજબના યોગલક્ષણની વિચારણાથી પ્રાપ્ત થાય છે. તેથી તે માટે આ બત્રીશીમાં અન્યયોગલક્ષણના નિરૂપણનો આરંભ કર્યો છે. અર્થાત્ બીજાની માન્યતા મુજબના યોગલક્ષણની વિચારણા માટે આ બત્રીશીનો આરંભ કર્યો છે–
चित्तवृत्तिनिरोधन्तु, योगमाह पतञ्जलिः ।
द्रष्टुः स्वरूपावस्थानं, यत्र स्यादविकारिणि ॥११-१॥ चित्तेति-पतञ्जलिस्तु चित्तवृत्तिनिरोधं योगमाह । तथा च सूत्रं-“योगश्चित्तवृत्तिनिरोध [१-२] इति” । तत्र चित्तपदार्थं व्याचष्टे-द्रष्टुः पुरुषस्य स्वरूपे चिन्मात्ररूपतायामवस्थानं यत्र यस्मिन् स्यादविकारिणि व्युत्पन्नविवेकख्यातेश्चित्सङ्क्रमाभावात् कर्तृत्वाभिमाननिवृत्तौ प्रोन्मुक्तपरिणामेन । तथा च सूत्रं-“तदा द्रष्टुः સ્વરૂપા(પેડ)વસ્થાનીતિ” [9-૩] 199-.
ચિત્તની વૃત્તિઓનો જે નિરોધ છે તેને પતંજલિ યોગ કહે છે. જે અવિકારી હોતે છતે દ્રષ્ટા-પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન હોય છે...” (તે ચિત્ત છે. ગ્લો.નં. ૩માં એનો સંબંધ છે.) - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે “શ્ચિત્તવૃત્તિનિરોધઃ' I9-રા આ સૂત્રથી પતંજલિએ ચિત્તવૃત્તિઓના નિરોધને યોગ તરીકે વર્ણવ્યો છે. રાગ, દ્વેષ અને મોહાદિના કારણે થનારી જે ચિત્તવૃત્તિઓ છે; તેના નિરોધ-અવરોધને યોગ કહેવાય છે. ચિત્ત, તેની વૃત્તિઓ અને તેનો નિરોધ : એ બધાનું સ્વરૂપ અનુક્રમે હવે પછી વર્ણવવામાં આવશે.
શ્લોકના ઉત્તરાદ્ધથી “ચિત્તનું સ્વરૂપ વર્ણવાય છે. તેનો આશય એ છે કે - જ્યારે જે અવિકારી હોતે છતે દ્રા પુરુષ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પોતાના સ્વભાવમાં અવસ્થિત બને છે; તે ચિત્ત છે. આમ તો દ્રષ્ટા-પુરુષ શુદ્ધ ચેતન અને પુષ્કરપત્રની જેમ નિર્લેપ છે. પરંતુ બુદ્ધિ (ચિત્ત) દ્વારા ગ્રહણ કરાયેલા બાહ્ય અને અત્યંતર(ઘટાદિ અને કામાદિ) - વિષયોનું પ્રતિબિંબ (ચિતછાયાનો સંક્રમ); અવિવેક(ભેદજ્ઞાનનો અભાવ)ના કારણે દ્રષ્ટા પુરુષમાં પડતું હોવાથી જપાપુષ્પના સંનિધાનમાં વર્તતી લાલાશના કારણે શુદ્ધ સ્ફટિકની જેમ જ પુરુષમાં વૃત્તિઓનું દર્શન થતું હોય છે. પરંતુ ચિત્તની વૃત્તિઓનો નિરોધ થવાથી પ્રાપ્ત વિવેકખ્યાતિભેદજ્ઞાન)ના કારણે હવે ચિસંક્રમ થતો નથી. તેમ જ વિષયાકાર પરિણત થવાનો પરિણામ પણ; કર્વાભિમાનની નિવૃત્તિ થવાથી છૂટી જાય છે. તેથી પુરુષનું સ્વરૂપમાં અવસ્થાને થાય છે. સત્વ, રજસ્ અને તમસ આ ત્રણ ગુણવાળી પ્રકૃતિનો પરિણામ બુદ્ધિ છે. તેને જ અહીં
૧૧૨
પાતંજલ યોગલક્ષણ બત્રીશી