Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
भावसात्म्येऽत एवास्या भङ्गेऽपि व्यक्तमन्वयः ।
सुवर्णघटतुल्यां तां बुवते सौगता अपि ॥१०-२४॥ भावेति-अत एवास्याः क्रियाया भावसात्म्ये स्वजननशक्त्या भावव्याप्तिलक्षणे सति । भङ्गेऽपि तथाविधकषायोदयानाशेऽपि । व्यक्तं प्रकटम् । अन्वयो भावानुवृत्तिलक्षणः । तद्व्यक्त्यभावेऽपि तच्छक्त्यनपगमाद् । अत एव तां भावशुद्धां क्रियां सौगता अपि सुवर्णघटतुल्यां बुवते । यथा हि सुवर्णघटो विद्यमानोऽपि न स्वर्णानुबन्धं मुञ्चति एवं शुभक्रिया तथाविधकषायोदयादग्नापि शुभफलैवेति । तदिदमुक्तं“ભાવવૃદ્ધિરતોડવä સાનુવર્જે મોડયમ્ જીયતેડચેરી તત્સવવટમિન્ IIછા” રૂતિ ૧૦-૨૪
ભાવના અનુવેધથી ક્રિયામાં મોક્ષસંપાદનને અનુકૂળ એવી શક્તિ આવતી હોવાથી જ ભાવનું સામ્ય હોતે છતે, ક્રિયાનો કોઈ વાર ભંગ થાય તોપણ ભાવના અન્વયે પ્રગટ હોય છે. આથી જ તે ભાવશુદ્ધ ક્રિયાને બૌદ્ધોએ સુવર્ણના ઘડા જેવી માની છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે ચરમાવર્તકાળમાં મોક્ષની પ્રત્યે મુખ્ય હેતુ સ્વરૂપ જે ભાવ છે તેના અનુવેધથી ક્રિયા પણ મોક્ષની પ્રત્યે મુખ્ય હેતુ બને છે. તેથી ક્રિયાનું ભાવસામ્ય હોતે છતે એટલે કે ભાવને ઉત્પન્ન કરવાની શક્તિ વડે ભાવથી વ્યાપ્ત ક્રિયા હોતે છતે; કોઈ વાર તેવા પ્રકારના કષાયના ઉદયના કારણે (કષાયમોહનીયકર્મના ઉદયના કારણે) ક્રિયાનો નાશ થાય તોપણ ભાવની અનુવૃત્તિ ચાલુ જ હોય છે, તે પ્રગટ રીતે સમજી શકાય છે. કારણ કે ભાવવિશિષ્ટ ક્રિયા સ્વરૂપ તથ્યક્તિનો અભાવ હોવા છતાં ત્યાં ભાવાનુકૂલ શક્તિનો અપગમ થતો નથી. આથી જ આવી ભાવશુદ્ધ ક્રિયાને બૌદ્ધોએ સોનાના ઘડા જેવી વર્ણવી છે. જેમ સોનાનો ઘડો ભેદાતો હોય તો પણ સોનાના અનુબંધ(સુવર્ણત્વ)નો ત્યાગ કરતો નથી. તેમ તેવા પ્રકારના કષાયના ઉદયથી શુભક્રિયા ભગ્ન થતી હોય તો પણ શુભ ફળને આપનારી બને છે. અર્થાત્ તે શુભભાવના અનુબંધનો ત્યાગ કરતી નથી.
યોગબિંદુમાં એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે “મિથ્યાત્વમોહનીયાદિકર્મના સુંદર લયોપશમથી ભાવની વૃદ્ધિ અવશ્ય થાય છે. અનુબંધવાળું એવું પ્રશસ્તફળને આપવાવાળું શુભ અનુષ્ઠાન સોનાના ઘડા જેવું છે. - એમ બીજાઓએ પણ વર્ણવ્યું છે.' ભાવની વૃદ્ધિ માટે મિથ્યાત્વમોહનીયકર્મનો હ્રાસ અનિવાર્ય છે. કોઈ પણ અનુષ્ઠાન મિથ્યાત્વમોહનીયકર્મના વિગમથી સહિત હોય તો જ તે ભાવાનુવેધથી યુક્ત બને છે. અન્યથા ભાવથી રહિત હોય છે. આથી સમજી શકાશે કે યોગસ્વરૂપ અનુષ્ઠાનની પ્રાપ્તિ માટે સત્સયોપશમ આવશ્યક છે. અનાદિકાલીન મિથ્યાત્વમોહનીયકર્મના પ્રબળ ઉદયથી જે અનુષ્ઠાન થાય છે તે માટીના ઘડા
એક પરિશીલન
૧૦૧