Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
દુઃખને દૂર કરવાની ભાવના... ઇત્યાદિથી યુક્ત અને મધ્યમ ગુણવાળા પ્રત્યેના ઉપકારથી યુક્ત એવી અધિકૃત ધર્મસ્થાન સ્વરૂપ અહિંસાદિ ધર્મની અતિચારરહિત જે પ્રાપ્તિ છે તેને સિદ્ધિ કહેવાય છે. અર્થ-કામની સિદ્ધિ વખતે અધિક ગુણવાળા વગેરેની પ્રત્યે જેમ વિનય, બહુમાન વગેરે પ્રતીત થાય છે તેમ અધિકૃત ધર્મની સિદ્ધિ વખતે પણ ઉપર જણાવ્યા મુજબ વિનય, બહુમાન વગેરે ગુણો હોવા જોઇએ. અન્યથા સિદ્ધિ તાત્ત્વિક નહીં બને. ૧૦-૧૪ હવે વિનિયોગસ્વરૂપ પાંચમા આશયનું નિરૂપણ કરાય છે–
अन्यस्य योजनं धर्म, विनियोगस्तदुत्तरम् ।
कार्यमन्वयसम्पत्त्या, तदवन्ध्यफलं मतम् ॥१०-१५॥ अन्यस्येति-अन्यस्य स्वव्यतिरिक्तस्य योजनं धर्मेऽहिंसादौ विनियोगः । तदुत्तरं सिद्ध्युत्तरं कार्यं । तदन्वयसम्पत्त्याऽविच्छेदसिद्ध्या । अवन्ध्यफलमव्यभिचारिफलं मतं । स्वपरोपकारबुद्धिलक्षणस्यानेकजन्मान्तरसन्ततोद्बोधेन प्रकृष्टधर्मस्थानावाप्तिहेतुत्वात् ।।१०-१५।।
બીજાને ધર્મમાં જોડવા : તેને વિનિયોગ કહેવાય છે. તે સિદ્ધિના ઉત્તરકાળમાં થનારું કાર્ય છે. વિચ્છેદ ન થવાથી તે અવષ્યફળવાળું મનાય છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે, પોતાને જે અહિંસાદિ ધર્મની સિદ્ધિ થઈ છે, તે ધર્મમાં બીજાને જોડવા અર્થાત્ તે ધર્મ બીજાને પ્રાપ્ત થાય તેમ કરવું, તેને વિનિયોગ સ્વરૂપ આશય કહેવાય છે.
અધિકૃત-ધર્મની સિદ્ધિ પ્રાપ્ત થયા પછી આ વિનિયોગ કરવાનો છે. વિનિયોગથી ઉત્તર ઉત્તર ક્ષણમાં અધિકૃત ધર્મની જન્માંતરમાં પણ પ્રાપ્તિ થતી હોવાથી તે ધર્મનો વિચ્છેદ થતો નથી. પરંતુ ઉત્તરોત્તર તેનો સંબંધ ચાલુ હોવાથી તેનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. જે અનુષ્ઠાન આ વિનિયોગ નામના આશયથી યુક્ત હોય છે, તે અનુષ્ઠાન સ્વપરના ઉપકારની બુદ્ધિસ્વરૂપે અનેક જન્મોમાં પ્રગટ થાય છે. તેથી તેનાથી પ્રષ્ટિ ધર્મસ્થાનની પ્રાપ્તિ થાય છે.
આશય એ છે કે અધિકૃત ધર્માનુષ્ઠાનની સિદ્ધિના ઉત્તરકાળમાં પોતાને પ્રાપ્ત થયેલી સિદ્ધિની જેમ બીજાને પણ તે પ્રાપ્ત કરાવવા માટે વિનિયોગ નામનો આશય ઉપયોગી બને છે. સ્વ અને પર આત્મા ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ (અધ્યવસાય) સ્વરૂપ આ વિનિયોગ ભવિષ્યમાં અનેક જન્માંતરમાં સતત ઉધ્રોધ પામે છે. તેથી પરમ પ્રકૃષ્ટ ધર્મસ્થાનની (સાયિકભાવે તે તે ધર્મની) સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમાં વિનિયોગસ્વરૂપ આશય હેતુ બને છે.
ગ્રંથકાર પરમર્ષિએ “યોગવિશિકા'ની ટીકામાં ખૂબ જ સ્પષ્ટપણે “વિનિયોગ”નું સ્વરૂપ સમજાવતી વખતે જણાવ્યું છે કે- પોતાને પ્રાપ્ત થયેલા ધર્મને બીજા આત્માઓમાં પણ સંપાદિત કરવો : તે વિનિયોગ છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક ઉપાય મુજબ આ
એક પરિશીલન
૯૩