Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ત્યાં ચિકાર હોય છે. તેથી તે ધર્મથી સંસારસ્વરૂપ જ ફળ પ્રાપ્ત થાય છે. મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આથી સમજી શકાશે કે અચરમાવર્તકાળમાં યોગનો સંભવ જ નથી. II૧૦-જા ભવાભિનંદી જીવોનાં લક્ષણો જણાવાય છે–
क्षुद्रो लोभरतिर्दीनो, मत्सरी भयवान् शठः ।
अज्ञो भवाभिनन्दी स्यानिष्फलारम्भसङ्गतः ॥१०-५॥ क्षुद्र इति-क्षुद्रः कृपणः । लोभरतिञ्चिाशीलः । दीनः सदैवादृष्टकल्याणः । मत्सरी परकल्याणदुःस्थितः । भयवान् नित्यभीतः । शो मायावी । अज्ञो मूर्खः । भवाभिनन्दी “असारोऽप्येष संसारः सारवानिव लक्ष्यन्ते । दधिदुग्धाम्बुताम्बूलपण्यपण्याङ्गनादिभिः ।।१।।” इत्यादिवचनैः संसाराभिनन्दनशीलः । स्याद्भवेद् । निष्फलारम्भसङ्गतः सर्वत्रातत्त्वाभिनिवेशाद्वन्ध्यक्रियासम्पन्नः ।।१०-५॥
, માંગવાના સ્વભાવવાળો, દીન, માત્સર્યવાળો, નિત્યભયભીત, માયાવી, મૂર્ખ અને નિષ્ફળ એવી ક્રિયાઓને કરનાર ભવાભિનંદી છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અક્ષરાર્થ છે. શુદ્ર એટલે કૃપણ. પોતાની પાસેની સારી વસ્તુનો કોઈ પણ રીતે ઉપયોગ નહિ કરવાની વૃત્તિ : એ કૃપણતા છે. વસ્તુ ન હોય અને તેથી તેના ઉપયોગનો અભાવ જણાય. પરંતુ એટલા માત્રથી ત્યાં કૃપણતા મનાય નહિ. સારી વસ્તુ હોવા છતાં તેનો ઉપયોગ જ ન કરવાની વૃત્તિ ખૂબ જ ગાઢ મમત્વને જણાવનારી છે. ભવાભિનંદી જીવો આવા કૃપણ હોય છે.
ભવાભિનંદી જીવોનું બીજું લક્ષણ લોભમાં રતિ છે. તોમરતિ ના સ્થાને અન્યત્ર નામરતિ આવો પાઠ છે. બંન્નેનો અર્થ “યાખ્યાશીલ વર્ણવ્યો છે. લાભનું કારણ, અપેક્ષાએ લોભ છે અને લોભનું કાર્ય લાભ છે. બંન્નેમાંથી કોઈ એકમાં રતિ થશે તો તેના કારણે બીજામાં પણ રતિ થવાની જ. એ રતિના કારણે જીવ, લોભના વિષયને માંગ્યા વિના નહીં રહે. ધીરે ધીરે પછી તો જીવનો તે તે વસ્તુઓ માંગવાનો સ્વભાવ થઈ જાય છે, જે લોભને ઉત્કટ બનાવે છે. ઉત્કટ બનેલા કષાયો ભવમાં જ રમણ કરાવે છે. આસક્તિના કારણે જ ભવમાં આનંદ આવે છે. વસ્તુ સારી છે માટે આનંદ નથી. ખરેખર તો વસ્તુ સારી લાગે છે માટે આનંદ આવે છે. ભવ સારો ન લાગે તો તેમાં આનંદ આવવાનું વાસ્તવિક કોઈ જ કારણ નથી.
ભવમાં આનંદ પામનાર જીવો દીન હોય છે. સદાને માટે જેમણે કલ્યાણ જોયું નથી; તે જીવોને દીન તરીકે અહીં વર્ણવ્યા છે. આવા જીવો નહીં જેવા પણ સુખમાં આનંદ પામે છે અને ભવિષ્યમાં આથી વધારે અને સારું મળશે – એવી આશામાં ને આશામાં જીવ્યા કરે છે. જે મળ્યું છે તે બરાબર છે. આજ સુધી આવું પણ ક્યાં મળ્યું હતું? કદાચ મળ્યું પણ હોય તો ય
ક્યાં રહ્યું છે?”. વગેરે દીન જનો વિચારતા હોય છે. એવી વિચારણાના કારણે તેમને ભવમાં જ આનંદ આવે. ત્યાંથી ખસવાનું સહેજ પણ મન થાય નહિ – એ સ્પષ્ટ છે.
૮૦
યોગલક્ષણ બત્રીશી