Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પ્રજ્ઞપ્તિથી થયેલી આક્ષેપણીકથા કહેવાય છે. વક્તાના વચનની મધુરતાના કારણે શ્રોતાનું ચિત્ત ધર્મ તરફ આકર્ષાય છે. વક્તા અને શ્રોતાના સંવાદથી ગર્ભિત આ કથા પણ શ્રોતાના ચિત્તને આલિપ્ત કરનારી છે. એમાં મુખ્યપણે પદાર્થ કરતાં; પદાર્થનું નિરૂપણ કરનારની મધુર શૈલી કારણ બને છે.
. શ્રોતાની અપેક્ષાએ સૂક્ષ્મ જીવાદિ ભાવોનું પ્રતિપાદન જે કથાથી કરાય છે તે ચોથી દૃષ્ટિવાદના કારણે થનારી આક્ષેપણીકથા કહેવાય છે. કેટલાક શ્રોતાઓ સૂક્ષ્મપદાર્થને જાણવાની રુચિ ધરાવતા હોય છે. તેમની તે રુચિને અનુરૂપ સૂક્ષ્મબુદ્ધિગમ્ય એવા જીવ, કર્મવર્ગણા, તેના બંધઉદય તેમ જ તેના પરિણામ વગેરે સ્વરૂપ સૂક્ષ્મ પદાર્થોનું વર્ણન કરવાથી તેના શ્રવણમાં શ્રોતાને અપૂર્વ આનંદ આવતો હોય છે, જેથી એ પદાર્થોને વર્ણવતા ધર્મને વિશે તેનું ચિત્ત આકૃષ્ટ બને છે.
બીજા આચાર્યભગવંતો આચારાદિનું સ્વરૂપ જણાવતાં તે તે ગ્રંથોને આચારાદિ જણાવે છે. કારણ કે તે તે ગ્રંથથી આચારાદિનું નિરૂપણ કરાયું છે. નિરૂપક-ગ્રંથને નિરૂપણીય-આચારાદિ ઉપચારથી કહી શકાય છે. આચારાંગસૂત્ર વગેરે આચાર છે. વ્યવહારસૂત્ર વગેરે વ્યવહાર છે, ભગવતીસૂત્ર વગેરે પ્રજ્ઞપ્તિ છે અને અનુયોગદ્વાર વગેરે સૂત્રો દષ્ટિવાદ છે. તે તે સૂત્રને અનુલક્ષીને પ્રવર્તતી આક્ષેપણીકથા ચાર પ્રકારની છે – એ સમજી શકાય છે. ll૯-૬ll આપણીકથાનું કાર્ય જણાવાય છે–
ર્તિ પ્રજ્ઞપિતઃ શ્રોતા, ત્રિી રૂવ નાથ !
दिव्यास्त्रवन्न हि क्वापि, मोघाः स्युः सुधियां गिरः ॥९-७॥ ક્વેરિતિ–વ્યt: ૨-૭ી.
આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ અને દષ્ટિવાદ દ્વારા સમજાવવામાં આવે તો શ્રોતા ચિત્રમાં અંકિત માણસની જેમ સ્થિર થઈ જાય છે. દિવ્ય અસ્ત્ર જેમ ક્યારે પણ નિષ્ફળ જતું નથી તેમ બુદ્ધિમાનની વાણી ક્યારે પણ નિષ્ફળ કઈ રીતે જાય?” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય એવો છે. આપણી કથામાં વર્ણવાતા આચારાદિના શ્રવણથી શ્રોતા ચિત્રમાં આલેખિત મૂર્તિની જેમ સ્થિર થઈ જાય છે. જેમાં રસ પડે તેમાં આવી સ્થિરતા દુનિયામાં પ્રસિદ્ધ છે. અર્થ અને કામની કથામાં કંઈકેટલીય વાર આપણને અનુભવવા મળતી એ સ્થિતિ સર્વજનપ્રસિદ્ધ છે. પરંતુ ધર્મકથાના શ્રવણથી એવી ચિત્રસ્થતા ક્વચિત્ અનુભવાતી હોય છે. અર્થકામની કથામાં કલાકો વીતી જાય તો ય સમયનું ભાન રહેતું નથી. ધર્મકથામાં એવી સ્થિતિ આક્ષેપણીકથાથી થતી હોય છે.
બુદ્ધિમાન પુરુષોની વાણીની એ વિશેષતા છે કે તેના શ્રવણથી શ્રોતા તેમાં તન્મય બની જાય છે. શ્રોતાની રુચિને અનુકૂળ વાણીના પ્રયોગથી શ્રોતાના હૈયાને વીંધવાની અદ્ભુત કલા
४८
કથા બત્રીશી