Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
“આક્ષેપણીકથાથી આક્ષિપ્ત બનેલા જીવો સમ્યકત્વના ભાજન બને છે. વિક્ષેપણીકથાથી તો ફળની પ્રાપ્તિમાં ભજના છે. અર્થાત્ કોઈ વાર ફળ પ્રાપ્ત થાય છે. અને કોઈ વાર ફળ મળતું નથી. અથવા કોઈ વાર અત્યંત ભયંકર મિથ્યાત્વના પરિણામને પ્રાપ્ત કરે છે...” તેથી શરૂઆતમાં આપણીકથા કરીને પછી જ વિક્ષેપણીકથા કરવી... આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આપણીકથાથી આવર્જિત થયેલા જીવો સમ્યકત્વના ભાજન બને છે. અર્થાત્ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. કારણ કે કોઇ પણ જાતનો તેવો પ્રતિબંધ ન હોય તો તત્ત્વની પ્રત્યે થયેલા આવર્જનથી મિથ્યાત્વમોહનીય-કર્મનો ક્ષયોપશમ થાય છે. અનાદિકાળથી મિથ્યાત્વાદિના કારણે તત્ત્વ પ્રત્યે ખૂબ જ અરુચિ હતી. આપણીકથાના શ્રવણથી તત્ત્વ પ્રત્યે શ્રોતાઓ આવર્જિત બને છે. તેથી મિથ્યાત્વમોહનીયકર્મનો ક્ષયોપશમ થાય છે, જે જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ બને છે.
આક્ષેપણ કથાના બદલે સૌથી પ્રથમ વિક્ષેપણી કથા કરવામાં આવે તો કોઈ વાર તેનાથી ફળ પ્રાપ્ત થાય છે અને કોઈ વાર નથી પણ થતું. આથી સ્પષ્ટ છે કે સમ્યકત્વપ્રાપ્તિ સ્વરૂપ ફળની પ્રત્યે વિક્ષેપણીકથામાં ભજના છે. કારણ કે વિક્ષેપણીકથાનું શ્રવણ કરવાથી સંવેગ-નિર્વેદનો પરિણામ થાય જ એવો નિયમ નથી. જીવવિશેષની યોગ્યતાએ કોઈ વાર વિક્ષેપણીકથાના શ્રવણથી કોઇને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. પરંતુ કોઈ વાર જડબુદ્ધિવાળા અભિનિવેશી શ્રોતાને સમ્યગ્દર્શનની તો પ્રાપ્તિ થતી નથી, પરંતુ ગાઢતર એવા મિથ્યાત્વને તે પ્રાપ્ત કરે છે. શ્રી દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં એ અંગે જણાવ્યું છે કે- “આપણીકથાથી આક્ષિપ્ત જીવો સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. વિક્ષેપણીકથાથી એ અંગે ભજના છે. અર્થાત્ કોઈ વાર એ ફળ મળે છે અથવા નથી મળતું. ગાઢ એવી મિથ્યાત્વદશાને જીવ પામે છે.” વિક્ષેપણ કથાને સાંભળનારો શ્રોતા જડબુદ્ધિવાળો હોય તો તેને તે કથાના શ્રવણથી એમ જ થાય છે કે “આ લોકોનો સ્વભાવ જ નિંદા કરવાનો છે. એમને બીજાનું સારું દેખાતું જ નથી...' ઇત્યાદિ અભિનિવેશના કારણે આવા શ્રોતાને પરસમયમાં બતાવેલા દોષોનું જ્ઞાન થતું નથી. તેથી પૂર્વનો મિથ્યાત્વનો પરિણામ ગાઢતર બને છે. આ રીતે કોઈ વાર શ્રોતાની જડતાના કારણે વિક્ષેપણીકથા અનિષ્ટ ફળને આપનારી બને છે. ll૯-૧૮l
विक्षेपण्याः परिकर्मिताया एव गुणावहत्वं नान्यथेति समर्थयन्नाह
ઉપર જણાવ્યા મુજબ વિક્ષેપણીકથા એકાંતે ફળને આપનારી ન હોવાથી તે પરિકર્મિત હોય તો જ ગુણનું કારણ બને છે. અન્યથા તે ગુણનું કારણ બનતી નથી, તે જણાવાય છે–
आद्या यथा शुभं भावं, सूते नान्या कथा तथा । यादृग्गुणः स्यात् पीयूषात्, तादृशो न विषादपि ॥९-१९॥
કથા બત્રીશી