Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
એ છે કે, વક્તા પુરુષવિશેષને આશ્રયીને; પૂર્વે વર્ણવેલી તે કથાઓ આશયવિશેષના કારણે અકથાસ્વરૂપ અથવા વિકથાસ્વરૂપ અથવા કથાસ્વરૂપ બને છે. જેમ એક જ આચારાંગાદિ લોકોત્તરશ્રુત સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિથી પરિગૃહીત હોય તો તે અનુક્રમે સમ્યકશ્રુત અને મિથ્યાશ્રુત રૂપે પરિણમે છે તેમ અહીં પણ પ્રજ્ઞાપકને આશ્રયીને ભાવ(આશય)વિશેષે તે કથાઓ અકથા, વિકથા અથવા કથા સ્વરૂપે પરિણમે છે. તેથી અનુક્રમે પુરુષાર્થ(ધર્માદિ)ની પ્રતિપત્તિ(સ્વીકાર)નો અભાવ; પુરુષાર્થનો વિરોધ અને પુરુષાર્થની પ્રતિપત્તિ સ્વરૂપ ફળ(કાય) થાય છે. એ ફળના ભેદથી(વિશેષથી) તે કથાઓ અનુક્રમે અકથા, વિકથા અને કથા સ્વરૂપે થતી હોય છે. પુરુષાર્થની પ્રતિપત્તિનો અભાવ અકથાથી થાય છે. પુરુષાર્થનો વિરોધ વિકથાનું કાર્ય છે અને કથાનું કાર્ય પુરુષાર્થની પ્રતિપત્તિ છે. એ ફળવિશેષને આશ્રયીને કથાઓ અનુક્રમે અકથા, વિકથા અને કથા સ્વરૂપે પરિણમે છે. પ્રજ્ઞાપકના ભાવવિશેષે એ ફલવિશેષ છે.
શ્રી દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં પ્રજ્ઞાપકને આશ્રયીને આ કથાઓમાં અકથાદિનું પ્રાધાન્ય હોય છે તે જણાવતાં ફરમાવ્યું છે કે - પ્રરૂપક એવા પ્રજ્ઞાપકને આશ્રયીને શ્રોતાવિશેષને પામીને આ કથાઓ અકથા, વિકથા કે કથા સ્વરૂપ બને છે. આ ગાથામાં “પન્નવાવ' આવો પાઠ છે. ત્યાં પ્રજ્ઞાપક એવા પ્રરૂપક આવો અર્થ અભિપ્રેત છે. એ અર્થ કરવાથી અવબોધક એવા પ્રરૂપકનું ગ્રહણ થાય છે. ઘરેડ મુજબ બોલનાર વક્તાનો તેથી વ્યવચ્છેદ થાય છે. અહટ્ટના ભ્રમણની જેમ સમજણ વગર ચીલાચાલુ બોલનાર પ્રરૂપકની અહીં વિવક્ષા નથી. સમજદાર અને અવસરાદિના જાણકાર એવા પ્રજ્ઞાપકપ્રરૂપકને આશ્રયીને શ્રોતાની વિશેષતાએ ઉપર જણાવેલી કથાઓ અકથાદિ બને છે. પન્નવાપરવાં અહીં ઉપર જણાવ્યા મુજબ કર્મધારય સમાસની વિરક્ષા ન કરીએ અને “પ્રજ્ઞાપક અને પ્રરૂપક' - આ પ્રમાણે દ્વન્દ્રસમાસની વિવક્ષા કરીએ તો દ્વિત્વના વિષયમાં બહુવચનના પ્રયોગનો પ્રસંગ આવશે. જેથી “પન્નવા વો' આવો પાઠ માનવાનો પ્રસંગ આવશે. આથી સમજી શકાશે કે પ્રરૂપક પ્રજ્ઞાપક હોવા જોઈએ. ધર્મકથાદિને કરનારા પ્રજ્ઞાપક ન હોય તો તેમના દ્વારા કરાતી કથાના કારણે ઇષ્ટનો લાભ નહિ થાય. ધર્માદિની પ્રાપ્તિ કરવી : એ કથાશ્રવણનું મુખ્ય પ્રયોજન છે. એ પ્રયોજનની સિદ્ધિ; કથાના પ્રરૂપક મહાત્માની કથાના શ્રવણને આધીન છે. પ્રરૂપક પ્રજ્ઞાપક ન હોય તો પરિણામ કેવું આવે તે આપણે સમજી શકીએ છીએ. વક્તાનો અવબોધ જ શ્રોતાને અવબોધનું કારણ બનતો હોય છે. શ્રોતા તો અબુધ હોય છે પરંતુ તેને અવબુદ્ધ બનાવવાનું કાર્ય; પ્રજ્ઞાપક પ્રરૂપક કરે છે. આ પ્રજ્ઞાપકને આશ્રયીને આશયભેદે કથાઓ અકથાદિ સ્વરૂપ બને છે. I૯-૨૧ પૂર્વે કથા અકથા બને છે... આ પ્રમાણે જણાવ્યું. ત્યાં અકથાનું સ્વરૂપ જણાવાય છે–
मिथ्यात्वं वेदयन् बूते, लिङ्गस्थो वा गृहस्थितः ।
यत् साऽकथाशयोद्भूतेः, श्रोतुर्वक्त्रनुसारतः ॥९-२२॥ એક પરિશીલન