Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
હવે ત્રીજી ધર્મકથાનું વર્ણન કરાય છે–
मता संवेजनी स्वान्यदेहेहप्रेत्यगोचरा ।
यया संवेज्यते श्रोता विपाकविरसत्वतः ॥९-१३।। मतेति-यया कथया । विपाकविरसत्वतो विपाकवरस्यात् प्रदर्शितात् । श्रोता संवेज्यते संवेगं ग्राह्यते । सा संवेजनी । स्वान्यदेहेहप्रेत्यगोचरा स्वशरीरपरशरीरेहलोकपरलोकविषया चतुर्विधा मता । अत्रायं सम्प्रदायः–“संवेअणी कहा चउब्विहा पन्नत्ता, तं जहा-आयसरीरसंवेअणी, परसरीरसंवेअणी, इहलोअसंवेअणी, परलोअसंवेअणी । तत्थ आयसरीरसंवेयणी जहा-जमेयं अम्हच्चयं सरीरं एवं सुक्कसोणियमंसवसामेदमज्जट्ठिण्हारुचम्मकेसरोमणहदंतअन्नादिसंघातनिष्फण्णत्तणेण मुत्तपुरीसभायणत्तणेण असुइति कहेमाणो सोयारस्स संवेदं उप्पाएत्ति, एसा अत्तसरीरसंवेअणी । एवं परसरीरसंवेअणी वि परसरीरं एरिसं चेव असुइ । अहवा परस्स सरीरं वण्णेमाणो सोआरस्स संवेदमुप्पाएत्ति, परसरीरसंवेदणी गता । इदाणी इहलोअसंवेयणी जहा-सव्वमेव माणुसत्तणं असारमधुवं कदलीथंभसमाणं एरिसं कहं कहेमाणो धम्मकही सोतारस्स संवेदमुपाएति, इहलोअसंवेयणी गया । इयाणिं परलोगसंवेयणी जहा-देवा वि इस्साविसायमयकोहलोहाइएहिं दुक्खेहिं अभिभूया किमंग पुण तिरियनारया एयारिसं कहं कहेमाणो धम्मकही सोआरस्स संवेदमुप्पाए त्ति, एसा परलोअसंवेयणी गता” इति ।।९-१३।।
જે કથા વડે તેમાં વર્ણવેલા વિપાકની વિરસતાને લઈને શ્રોતાને સંવેગની પ્રાપ્તિ થાય છે તે સંવેજનીકથા; સ્વશરીર, પરશરીર, આ લોક અને પરલોક: આ વિષયોને આશ્રયીને ચાર પ્રકારની વર્ણવી છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે સ્વશરીર, પરશરીર, આ લોક અને પરલોકની અસારતાદિનું વર્ણન કરનારી કથાના શ્રવણથી શ્રોતાને વિપાકની વિરસતાની પ્રતીતિ થાય છે, જેથી શ્રોતા સંવેગ(મોક્ષનો અભિલાષ)ને પ્રાપ્ત કરે છે. આ સંવેગને પ્રાપ્ત કરાવનારી કથાને ‘સંવેજની કથા કહેવાય છે. સ્વશરીર, પરશરીરાદિ વિષયના ભેદથી તે ચાર પ્રકારની છે. આ કથાનું વર્ણન કરતાં પૂર્વના મહાપુરુષોએ નીચે મુજબ ફરમાવ્યું છે. | સંવેજની કથા ચાર પ્રકારની વર્ણવી છે. આત્મશરીરસંવેજની; પરશરીરસંવેજની; ઈહલોકસંવેજની અને પરલોકસંવેજની. આ ચાર પ્રકારની સંવેજની કથામાં પહેલી સંવેજનીકથાનું સ્વરૂપ વર્ણવતાં જણાવ્યું છે કે “આ જે અમારું શરીર છે; તે શુક્ર, શોણિત, માંસ, ચરબી, મેદ, મજ્જા, હાડકાં, સ્નાયુ, ચામડું, કેશ, રોમ, નખ અને આંતરડાદિના સંઘાત(પિંડ-સમુદાય)થી નિષ્પન્ન છે; તેથી તેમ જ મૂત્ર અને વિષ્ટાનું ભાજન હોવાથી અશુચિ (અપવિત્ર-ગંદુ) છે.” - આ પ્રમાણે કહીને જે કથાથી શ્રોતાને સંવેગ પ્રાપ્ત કરાવાય છે; તે કથાને “આત્મશરીરસંવેજની કથા કહેવાય છે. આવી જ રીતે બીજાના શરીરની અપવિત્રતાનું વર્ણન કરીને જે કથાથી શ્રોતાને સંવેગ
૫૬
કથા બત્રીશી