Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પ્રાપ્ત કરાવાય છે તે કથાને પરશરીરસંવેજની કથા કહેવાય છે. અથવા શરીરનું વર્ણન કરીને બીજા શ્રોતાને સંવેગ પ્રાપ્ત કરાવાય છે. તેથી તે કથાના “પરશરીરસંવેજની કથા કહેવાય છે.
ઈહલોકસંવેજનીકથા તેને કહેવાય છે કે જે કથાથી શ્રોતાને “આ બધું મનુષ્યપણું અસાર, અધ્રુવ, કેળના સ્તંભ જેવું છે... ઇત્યાદિનું વર્ણન કરીને સંવેગ પ્રાપ્ત કરાવવામાં આવે. અહીં વક્તાની અપેક્ષાએ “ઈહલોક' મનુષ્યભવ છે. એના સિવાયના દેવાદિભવો પરલોક છે. મનુષ્યભવ-સંબંધી અસારતાદિનું વર્ણન કરીને શ્રોતાને સંવેગ પ્રાપ્ત કરાવનારી કથા ઈહલોકસંવેજની કથા છે. પરલોક-સંવેજની કથાનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે “ઈર્ષ્યા, વિષાદ, મદ, ક્રોધ અને લોભ વગેરે કારણે દુઃખથી દેવો પણ અભિભૂત છે તો તિર્યંચો અને નારકીઓનાં દુઃખો અંગે શું કહેવું?” આવા પ્રકારની કથાને કહેનારા ધર્મકથિક મહાત્માઓ શ્રોતાને સંવેગ પ્રાપ્ત કરાવે છે. તેઓશ્રીએ કહેલી તે કથાને “પરલોકસંવેજની કથા કહેવાય છે. ll૯-૧all હવે સંવેજનીકથાના રસ(સાર)નું વર્ણન કરાય છે–
वैक्रियादयो ज्ञानतपश्चरणसम्पदः ।
शुभाशुभोदयध्वंसफलमस्या रसः स्मृतः ॥९-१४॥ वैक्रियेति-वैक्रियादयो गुणा इति गम्यं । तत्र वैक्रियर्द्धिक्रियनिर्माणलक्षणा । आदिना जङ्घाचारणादिलब्धिग्रहः । तथा ज्ञानतपश्चरणसम्पदस्तत्र ज्ञानसम्पच्चतुर्दशपूर्विण एकस्मादघटादेर्घटादिसहस्रनिर्माणलक्षणा । तपःसम्पच्च “जं अन्नाणी कम्मं खवेइ” इत्यादिलक्षणा । चरणसम्पच्च सकलफलसिद्धिरूपा । एते गुणाः सम्पदश्च । शुभोदयस्याशुभध्वंसस्य च फलमस्याः संवेजन्या रसः स्मृतः ।।९-१४।।
શુભકર્મના ઉદયનું અને અશુભકર્મના ધ્વસનું ફળ વૈક્રિય ઋદ્ધિ વગેરે ગુણો તેમ જ જ્ઞાન, તપ અને ચારિત્રની સંપત્તિ છે તે આ સંવેજનીકથાનો રસ છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે શુભકર્મના(પુણ્યના) ઉદયથી અને અશુભ કર્મના ક્ષયથી ગુણો અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. આત્માને તપના સામર્થ્યથી પ્રાપ્ત થયેલા વીર્યના સામર્થ્યથી વૈક્રિયલબ્ધિ તેમ જ જંઘાચારણ, આકાશગમન વગેરે લબ્ધિઓ પ્રાપ્ત થાય છે - એ ગુણો છે. તેમ જ જ્ઞાનાદિના પ્રભાવે પ્રાપ્ત થનારી સિદ્ધિઓ સંપત્તિ છે. ચૌદ પૂર્વને ધરનારા મહાત્માઓ એક ઘડા વગેરેથી હજારો ઘડા બનાવી શકે છે. તે જ્ઞાનસંપત્તિ છે. અનેકાનેક વર્ષ કોટી(કરોડો વર્ષ) વડે અજ્ઞાની જે કર્મ ખપાવે છે તે કર્મો એક જ શ્વાસોશ્વાસમાં જ્ઞાની ખપાવે છે... વગેરે તપની (આત્યંતર તપની) સંપદા છે અને સકલ ફળની સિદ્ધિ(મોક્ષ) સ્વરૂપ સંપદા ચારિત્રની છે. આ ગુણો અને સંપદા શુભકર્મના ઉદયથી અને અશુભકર્મના ધ્વસથી પ્રાપ્ત થાય છે. એ ગુણ અને સંપદા સંવેજની કથાનો રસ છે. સંવેજનીકથામાંથી એનો અનવરત પ્રવાહ વહેતો હોય છે. જે કથામાં આવો પ્રવાહ વહેતો ન હોય તે કથા સંવેજની હોતી નથી. સ્વ-પરશરીરની
એક પરિશીલન