Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
હવે બીજી નિર્વેદની (નિર્વેજની) કથાનું વર્ણન કરાય છે. આ લોકમાં દુષ્ટપણે કરેલાં કમ પરલોકમાં દુઃખ-વિપાકથી યુક્ત બને છે. દા.ત. નારકીઓને પૂર્વભવોમાં કરેલાં તેમનાં દુષ્કર્મો નારકીના ભવમાં દુઃખ આપનારાં થાય છે. આ બીજી નિર્વેદની કથા છે.
હવે ત્રીજી નિર્વેદની કથા વર્ણવાય છે. પરલોકમાં દુષ્ટપણે આચરેલાં દુષ્કર્મો આ લોકમાં દુઃખવિપાકથી યુક્ત બને છે. દા.ત. બાલ્યકાળથી જ અંતકુળોમાં જન્મેલા અને ક્ષય, કોઢ... વગેરે રોગોથી અને દરિદ્રતાથી પરાભવ પામેલા જીવો દેખાય છે. ગયા ભવમાં કરેલા કર્મના ઉદયે તે જીવો આ મનુષ્યપણામાં દુઃખ ભોગવી રહ્યા છે. આ ત્રીજી નિર્વેદની કથા છે.
હવે ચોથી નિર્વેજનીકથા વર્ણવાય છે. પરલોકમાં દુષ્ટપણે આચરેલાં દુખકર્મો પરલોકમાં દુઃખવિપાકથી યુક્ત થાય છે. દા.ત. પૂર્વમાં આચરેલાં દુષ્ટ કર્મોના કારણે જીવો તીક્ષ્ણ મુખવાળાં પક્ષીઓમાં ઉત્પન્ન થાય છે. ત્યાર પછી તેઓ ત્યાં નરકમાયોગ્ય બધાં (જે બાકી હતાં તે) કર્મોને પૂર્ણ કરે છે અને ત્યાર પછી નરકના ભવે તેના વિપાક અનુભવે છે. - આ ચોથી નિર્વેદની કથા છે. અહીં પૂર્વે જણાવ્યા મુજબ પ્રજ્ઞાપક(વક્તા-કથા કહેનાર) મહાત્માની અપેક્ષાએ મનુષ્યભવ આ લોક છે અને બાકીના ભવો પરલોક છે. તેથી સ્પષ્ટ છે કે પક્ષીના ભવસ્વરૂપ પરલોકમાં કરેલાં દુષ્કર્મોને નરકના ભવ સ્વરૂપ પરલોકમાં ભોગવે છે. તે ચોથી નિર્વેદની કથાનો વિષય છે.
આ પ્રમાણે ચાર પ્રકારે પાપકર્મના દુઃખ સ્વરૂપ વિપાકના વર્ણનને સાંભળવાથી શ્રોતાઓ ભવથી નિર્વેદને પ્રાપ્ત કરે છે તેથી આ કથાને નિર્વેદની-નિર્વેજનીકથા કહેવાય છે, જે ઉપર જણાવ્યા મુજબના ચાર ભાગાને આશ્રયીને કરાય છે તેથી ચાર પ્રકારની છે. તિર્યષ્યપણું, નારકપણું અને ખરાબ મનુષ્યપણું શ્રોતાને નિર્વેદનું કારણ બને છે. પાપના ફળ સ્વરૂપે પ્રાપ્ત થનારી તે તે સ્થિતિને જોઈને નિર્વેદ થાય : એ અસંભવિત નથી. I૯-૧૫ા. નિર્વેજનીકથાના રસનું વર્ણન કરાય છે
स्तोकस्यापि प्रमादस्य परिणामोऽतिदारुणः ।
વર્ષમાનઃ પ્રવજોન નિર્વેનન્યા રસઃ મૃત: ૨-૧દ્દી તો ચાપતિ–સ્પષ્ટ: I૬-૧દ્દા.
“અલ્પ પણ પ્રમાદનો પરિણામ અત્યંત દારુણ છે. આ પ્રમાણે વિસ્તારથી વર્ણન કરાતો તે પરિણામ નિર્વેજની કથાનો રસ-સાર છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. નિર્વેજનીકથાના સ્વરૂપનો વિચાર કરવાથી સમજાશે કે એ કથાના શ્રવણથી ભવ પ્રત્યે નિર્વેદ પ્રાપ્ત કરવાનો એક જ આશય છે. એ આશય સિદ્ધ થાય અને એનો કોઇ પણ રીતે વ્યાઘાત ન થાય: એ કથા કરનારે જોવું જોઇએ. ભવ પ્રત્યે સહેજ પણ આસક્તિ થઈ જાય તો ભવનો નિર્વેદ પ્રાપ્ત કરવાનું શક્ય નહિ બને.
એક પરિશીલન
૫૯