Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કથંચિત્ અભેદ છે એમ માનીને જ બ્રાહ્મણત્વને જાતિ માની શકાશે અને તેને વ્યાસજયવૃત્તિ ધર્મ માનવાના પ્રસંગને દૂર કરી શકાશે... ઇત્યાદિ અન્ય ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ જણાવ્યું છે. I૮-૨૫
આત્માને નિત્યાનિત્ય અને શરીરથી ભિન્નભિન્ન માનવાથી જે રીતે હિંસા સંગત થાય છે; તે જણાવાય છે–
पीडाकर्तृत्वतो देहव्यापत्त्या दुष्टभावतः ।
त्रिधा हिंसागमप्रोक्ता न हीथमपहेतुका ॥८-२६॥ पीडेति-पीडाकर्तृत्वतः पीडायां स्वतन्त्रव्यापृतत्वात् । देहस्य व्यापत्तिर्विनाशस्तया कथञ्चित्तद्व्यापत्तिसिद्धिरिति भावः । दुष्टभावतो हन्मीति सङ्क्लेशात् । त्रिधा जिनप्रोक्ता हिंसा । इत्थमुक्तरूपात्माभ्युपगमे । न ह्यपहेतुका हेतुरहिता भवति ।।८-२६।।
“પીડા કરવાથી, દેહનો વિનાશ થવાથી અને દુષ્ટ ભાવથી હિંસા થાય છે. આગમમાં વર્ણવેલી એ ત્રણ પ્રકારની હિંસા, આ રીતે આત્માને નિત્યાનિત્યાદિ સ્વરૂપ માનવાથી હેતુરહિત બનતી નથી. (સંગત થાય છે.)” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામા જીવને પીડા પહોંચાડવાનું કામ કરવાથી હિંસા થાય છે. આગમમાં જણાવેલી આ હિંસા આત્માને એકાંતે નિત્ય કે અનિત્ય માનવાથી શક્ય થતી નથી. નિત્યેકસ્વભાવમાં કર્તુત્વ માની શકાતું નથી. અન્યથા સ્વભાવહાનિનો પ્રસંગ આવે છે. એકાંતે અનિત્ય માનવાથી આત્મા એ કાર્યના ફળને પ્રાપ્ત કરી શકશે નહિ; જેથી કૃતનાશાદિ દોષનો પ્રસંગ આવે છે. આત્માને નિત્યાનિત્ય માનવાથી એ પ્રસંગ આવતા નથી. પર્યાયની અપેક્ષાએ સ્વભાવમાં પરિવર્તનાદિ સંગત છે.
શરીરનો નાશ કરવાથી હિંસા થાય છે. આગમમાં જણાવેલી આ હિંસા શરીરથી આત્માને એકાંતે ભિન્ન કે અભિન્ન માનવાથી સંગત થતી નથી. કારણ કે તેથી આત્માને કાંઇ જ થતું નથી, જે કાંઈ થાય છે તે જડ શરીરને જ થાય છે. પરંતુ શરીરથી આત્માને કથંચિ ભિન્નભિન્ન માનવાથી શરીરના વિનાશથી તે સ્વરૂપે આત્માનો વિનાશ સિદ્ધ થાય છે. તેથી હિંસા સંગત બને છે.
આવી જ રીતે હું આને હણું આવા દુષ્ટભાવસ્વરૂપ સંક્લેશના કારણે હિંસા થાય છે - એમ આગમમાં જણાવ્યું છે. આત્માને એકાંતે અનિત્ય કે નિત્ય માનવાથી પૂર્વે જણાવ્યા મુજબ (૨૪મા શ્લોકમાં જણાવ્યા મુજબ) એ હિંસા સંગત થતી નથી. આત્માને કથંચિ નિત્યાનિત્ય માનવાથી એ સંક્લેશના કારણે કાલાંતરે ફળ પ્રાપ્ત થઈ શકતું હોવાથી હિંસા સંગત થાય છે... ઈત્યાદિ વિચારવાથી સમજી શકાશે કે આગમમાં જણાવેલી હિંસા સહેતુક છે, હેતુરહિત નથી. II૮-૨૬ll.
अत्रैव प्रकारान्तरेणासम्भवं दूषयितुमुपन्यस्यति
૩૬
વાદ બત્રીશી