Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
तथारुचिप्रवृत्त्या च व्यज्यते कर्म तादृशम् ।
संशयं जानता ज्ञातः संसार इति हि श्रुतिः ॥८-३०॥ तथारुचीति-तथारुच्या सदाचारश्रद्धया प्रवृत्त्या च । तादृशं स्वप्रयलोपक्रमणीयं कर्म व्यज्यते । प्रवृत्तिरेवोपक्रमणीयकर्मानिश्चयादुपायसंशये कथं स्यादिति चेदर्थानर्थसंशययोः प्रवृत्तिनिवृत्त्यङ्गत्वादित्याशयवानाह-संशयमानर्थगतं जानता हेयोपादेयनिवृत्तिप्रवृत्तिभ्यां परमार्थतः संसारो ज्ञात इति हि स्थितिः प्रेक्षावतां मर्यादा । तथा चाचारसूत्रं-“संसयं परिजाणतो संसारे परिन्नाते भवति, संसयं अपरिजाणतो संसारे अपरिन्नाते भवतीति” ||८-३०॥
“ઉપદેશશ્રવણ, અભ્યત્થાનાદિ વિનય વગેરે સદાચારની શ્રદ્ધા અને તેની પ્રવૃત્તિને જોઈને તે તે આત્માનું ચારિત્રમોહનીય કર્મ સોપક્રમ છે - એ જણાય છે. સંશયના જાણકારે સંસાર જાણી લીધો છે – એમ આગમનું વચન છે.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આત્માને ઉપર જણાવ્યા મુજબના પૂ. ગુરુભગવંતના ઉપદેશશ્રવણમાં તેમ જ તેઓશ્રીની પ્રત્યે આચરવા યોગ્ય અભ્યત્થાનાદિ વિનય વગેરે સદાચારની શ્રદ્ધા થાય અને આત્મા તેમાં પ્રવૃત્તિ કરે તો તેથી પોતાના તાદશ પ્રયત્ન વડે ચારિત્રમોહનીયકર્મ ઉપક્રમ લગાડવા યોગ્ય છે - એમ જણાય છે. તેવા પ્રકારની શ્રદ્ધા અને પ્રવૃત્તિ ચારિત્રમોહનીયકર્મના ઉપક્રમ માટે કારણભૂત છે.
યદ્યપિ ચારિત્રમોહનીયસ્વરૂપ કર્મ ઉપક્રમ પામવા યોગ્ય હોય તો જ ઉપદેશશ્રવણાદિના વિષયમાં શ્રદ્ધા, પ્રવૃત્તિ થવાની છે. તાદશ પાપકર્મની ઉપક્રમણીયતાનો નિશ્ચય જ ન હોય તો શ્રદ્ધા, પ્રવૃત્તિનો સંભવ નથી. કારણ કે ઉપાય(પ્રવૃત્તિ)માં સંશય હોવાથી અર્થાત્ પ્રવૃત્તિથી પાપકર્મનો ઉપક્રમ થશે કે નહિ - આવો સંશય હોવાથી ઉપાયમાં પ્રવૃત્તિ જ અશક્ય છે. પરંતુ અર્થનો સંશય અને અનર્થનો સંશય અનુક્રમે પ્રવૃત્તિ અને નિવૃત્તિનું અંગ છે – એ આશયથી જણાવાય છે... સંશયં નાનતા.. ઇત્યાદિ. આશય એ છે કે આનાથી લાભ થશે કે નહિ? આવો સંશય હોય તોપણ તાદશ અર્થના સંશયથી પ્રવૃત્તિ થાય છે અને આનાથી મને નુકશાન થશે કે નહિ આવો સંશય હોય તો તાદેશ અનર્થના સંશયથી નિવૃત્તિ થાય છે - એ સ્પષ્ટ છે. આ રીતે અર્થ(લાભ)ના સંશયથી ઉપાદેયમાં પ્રવૃત્તિ થાય છે અને અનર્થના સંશયથી હેયમાં નિવૃત્તિ થાય છે. આ પ્રવૃત્તિ અને નિવૃત્તિના કારણે પરમાર્થથી સંસારનું જ્ઞાન થયેલું મનાય છે. બુદ્ધિમાન પુરુષોની એ મર્યાદા છે. આથી જ શ્રી આચારાંગસૂત્રમાં ફરમાવ્યું છે કે અર્થગત સંશય અને અનર્થગત સંશયના જ્ઞાનવાનને સંસાર પરિજ્ઞાત છે અને એવો સંશય જેને નથી તેને સંસારનું જ્ઞાન પણ નથી. મારું કર્મ ઉપક્રમણીય હશે એવી સંભાવનાથી તત્વયુક્ત ઉપદેશશ્રવણાદિમાં પણ પ્રવૃત્તિનો સંભવ છે. કારણ કે તે અર્થગત સંશયથી શક્ય છે. I૮-૩૦ના
ઉપર જણાવ્યા મુજબ સંભાવનાપ્રયુક્ત વિરતિસ્વરૂપ અહિંસા વગેરે જ પારમાર્થિક છે - તે જણાવાય છે–
४०
વાદ બત્રીશી