________________
२४६
कथाद्वात्रिंशिका ९ -६
आचारादयः क्रमेणाचार-व्यवहार-प्रज्ञप्ति-दृष्टिवादा अभिधीयन्ते ।
આવવાના બદલે ક્યાંયનો ક્યાંય દૂર હડસેલાઈ જાય, જે વક્તાને પણ નુકશાનકર્તા છે. એટલે જ વક્તાએ શ્રોતાની ભૂમિકા તપાસવાની હોય છે અને પછી એને તદનુરૂપ કઈ કથા કરવી ? એનો નિર્ણય કરવાનો હોય છે. એમાં સૌપ્રથમ એને અર્થકથા કામકથા વગેરે ચારમાંથી કઈ કથા કરવી એ નિર્ણય કરવાનો. એમાં ધર્મકથા કરવાનો નિર્ણય થાય તો પછી એના ચારપ્રકારમાંથી આક્ષેપણી-વિક્ષેપણીવગેરે કઈ કથા કરવી ? એનો નિર્ણય જરૂરી બને છે. એમાં આક્ષેપણીકથા કરવાનો નિશ્ચય થાય તો પછી શ્રોતાની બાળ-મધ્યમ વગેરે ભૂમિકા તપાસીને આચારઆક્ષેપણી કથા વગેરે કઈ કરવી ? એનો યોગ્ય નિર્ણય થવો જોઈએ. અને પછી એ કથા કરવાથી શ્રોતાને લાભ થાય છે. વાચના-પુચ્છનાદિકમે કહેલા અનપ્રેક્ષાસ્વાધ્યાયને પણ આત્મસાત કરનાર વક્તાને શ્રોતાની કક્ષાનો નિર્ણય વગેરે સુલભ બની રહે છે, માટે વાચનાદિક્રમે ધર્મકથાનો નંબર પાંચમો છે.
શ્રોતા જો બાળ હોય તો એની આગળ લોચ, અસ્નાન, વિહાર, સ્ત્રીઓનો અસ્પર્શ, પાસે એક પૈસો પણ ન રાખવો. અન્ય ધર્મોમાં ન હોય એવા સાધુઓના આવા આચારોનું વર્ણન બાળજીવને જૈનધર્મ પ્રત્યે રસરુચિ પેદા કરે છે ને તેથી બાળજીવ જૈનધર્મને અભિમુખ બને છે. આ આચારઆપણી કથા છે.
- સાધુપણામાં આચારોનું સૂક્ષ્મકાળજીપૂર્વક આચરણ કરવાનું હોય છે, આ વાત પર ભાર આપવાથી મધ્યમજીવો જૈનધર્મને અભિમુખ થાય છે. આ ભાર આપવા માટે થોડી પણ બેકાળજીના કારણે લાગતા નાના-નાનાદોષમાં કેવું કેવું પ્રાયશ્ચિત્ત આવે એની વાતો કરવામાં આવે છે. એટલે “આ ધર્મમાં આચારપાલનની સૂક્ષ્યકાળજી લેવાય છે એવી એને પ્રતીતિ થાય છે. મધ્યમજીવને આચારોની સૂક્ષ્મતા-એની ઝીણી ઝીણી કાળજીવગેરેનું જ આકર્ષણ હોય છે, એમાં જ એ ધર્મ માનતો હોય છે. એટલે આવી વાતોથી એ આશ્ચર્યમુગ્ધ બની જૈનધર્મ પ્રત્યે આકર્ષાય છે. એટલે કે શ્રોતા જો મધ્યમજીવ હોય તો એને વ્યવહારઆક્ષેપણી કથા કહેવાય છે.
શ્રોતા જો પંડિતજીવ હોય તો એને માત્ર આચાર કે વ્યવહાર સાંભળવાથી આકર્ષણ જાગતું નથી. એને તો એની રુચિના વિષયભૂત જીવાદિઅંગેની સૂક્ષ્મવાતો કહેવી જરૂરી બને છે. એક તો સૂક્ષ્મવાતો-ક્યાંય પૂર્વાપરવિરોધ નહીં. ને ઉપરથી દરેક વાતની તર્કપૂર્ણ સંગતિ... આ જાણીને પંડિતજીવ જૈનધર્મ પ્રત્યે એકદમ અહોભાવને અનુભવે છે. માટે પંડિતજીવોને ચોથી દૃષ્ટિવાદઆક્ષેપણી કથા કહેવાય છે.
બાળાડિજીવોને આચારાદિની વાત કરવા પર કંઈક સંદેહ પડે (કે પહેલેથી અન્ય પાસેથી જાણવા પર પડ્યો હોય) તો એ સંદેહ દૂર કરવો જરૂરી બને છે. એ જો દૂર ન થાય, તો મન ડોલાયમાન રહેવાથી આચારવગેરેને સાંભળવા છતાં જીવ ધર્મને અભિમુખ થતો નથી. માટે આ સંદેહ દૂર કરીને ધર્મનું આકર્ષણ જગાડતી સમજણ એ આપણીકથાનો ત્રીજો પ્રજ્ઞપ્તિઆક્ષેપણીકથા નામે સ્વતંત્રપ્રકાર છે. આ કથા બાળ, મધ્યમ કે પંડિત જે જીવને સ્વરુચિવિષયઅંગે સંદેહ પડ્યો હોય એને ધર્માભિમુખ બનાવવા જરૂરી બને છે. માટે આચારઆપણીકથા વગેરે ત્રણમાંથી કોઈ એક કથામાં એનો સમાવેશ શક્ય ન હોવાથી સ્વતંત્ર પ્રકાર તરીકે અહીં કહેવાયેલ છે.
બાળાડિજીવોના સંદેહાનુસારી પ્રશ્નનો ઉત્તર મધુર આલાપપૂર્વક આપવાનો અહીં કહ્યો છે. એ એટલા માટે કે શ્રોતાને જો એમ પ્રતીત થાય કે ‘વક્તાને મારા પ્રશ્નનું કોઈ મહત્ત્વ નથી, મને કે મારા પ્રશ્નને અવગણવા