________________
२४४
कथाद्वात्रिंशिका ९ - ५ तृतीयेति । तृतीया धर्मकथा चैकाऽऽक्षेपणी, तथा परा विक्षेपणी, अन्या संवेजनी, च = पुनः निर्वेजनीति चतुर्विधा ।।४।।
आचाराद् व्यवहाराच्च प्रज्ञप्तेदृष्टिवादतः । आद्या चतुर्विधा श्रोतुश्चित्ताक्षेपस्य कारणम् ।।५।।
आचारादिति । आचारं व्यवहारं प्रज्ञप्तिं दृष्टिवादं चाश्रित्याद्या = आक्षेपणी चतुर्विधा । श्रोतुश्चित्ताक्षेपस्य तत्त्वप्रतिपत्त्याऽऽभिमुख्यलक्षणस्यापूर्वशमरसवर्णिकाऽऽस्वादलक्षणस्य वा कारणम् ।।५।।
क्रिया दोषव्यपोहश्च सन्दिग्धे साधु बोधनम् । श्रोतुः सूक्ष्मोक्तिराचारादयो ग्रन्थान् परे जगुः ।।६।।
શ્રદ્ધાળુ હોવા છતાં પ્રવજ્યા વગેરે વિશિષ્ટ સાધનામાં નહીં જોડાયેલા જીવો એમાં જોડાવા ઉલ્લસિત થાય એ માટે સંવેજની (=ઉત્તરોત્તર ગુણોની ભૂમિકાની પ્રાપ્તિની અભિલાષારૂપ સંવેગને પેદા કરનારી) કથા કહેવાય છે. વિશિષ્ટ સાધનામાં જોડાયા પછી પણ પ્રમાદ સેવનારા જીવો એ પ્રમાદને ટાળવા માટે ઉલ્લસિત બને એ માટે નિર્વેજની (=પ્રમાદાદિ દોષો અંગે થાક-કંટાળો-ભય વગેરે રૂપ નિર્વેદને પેદા કરનારી) કથા કહેવાય છે.
પ્રશ્ન : ધર્મકથા માટે જેમ શ્રોતાભેદે કથાભેદ કહ્યા છે તો એમ અર્થકથા અને કામકથા માટે કેમ નથી કહ્યા?
ઉત્તરઃ જીવોને અર્થ-કામનું ગાઢ આકર્ષણ અનાદિકાળથી પડેલું જ હોય છે. (ક્યારેક કામચલાઉ સુષુપ્ત થઈ ગયું હોય એ અલગ વાત છે.) માટે એનું આકર્ષણ પેદા કરવા માટે કોઈ વિશેષ પ્રયત્ન જરૂરી હોતો નથી. વળી ધર્મના જૈનધર્મ, બૌદ્ધધર્મ, સાંખ્યદર્શન વગેરે અનેક ભેદો છે, ને એમાં અમુક વાસ્તવિક ધર્મ, બાકીના ધર્માભાસ છે. આવું અર્થ-કામમાં છે નહીં. તેથી આપણી-વિક્ષેપણી વગેરે કથાભેદ નથી. તથા અર્થકામના આકર્ષણવાળો જીવ એમાં પ્રમાદ કરતો હોય એવું પણ લગભગ જોવા મળતું નથી. માટે સંવેજની-નિર્વેજની કથા જરૂરી રહેતી નથી. અથવા તો ગ્રન્થકાર ધર્માચાર્ય છે. એમનો છેવટનો રસ શ્રોતા ધર્મમાં જોડાય-આગળ વધે એનો જ હોય છે. અર્થ-કામમાં આગળ વધે એનો નહીં. એટલે અર્થકથા વગેરે દ્વારા પણ તેઓ શ્રોતાને છેવટે ધર્મકથા પ્રત્યે આકૃષ્ટ કરી ધર્મમાં જોડવા જ ચાહે છે. માટે ધર્મકથાનું પેટાભેદો સહિત વિસ્તારથી નિરૂપણ કર્યું છે ને અર્થ-કામકથાનું તેવું વર્ણન કર્યું નથી. એમ સમાધાન કરી શકાય છે. જો ધર્મકથાનો પ્રથમ પ્રકાર આક્ષેપણીકથા હવે વર્ણવાય છે.
ગાથાર્થ (+ટીકાથ) : આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ અને દૃષ્ટિવાદ.. આવા ચાર ભેદને આશ્રીને પ્રથમ આક્ષેપણી ધર્મકથા ચાર પ્રકારે છે. આ ચારે પ્રકાર શ્રોતાના ચિત્તને આકર્ષવાનું કારણ છે. તત્ત્વનો નિશ્ચય થવાથી ચિત્ત ધર્મને અભિમુખ થવું એ ચિત્તનું આકર્ષણ છે. અથવા ઉપશમરસનો અપૂર્વ આસ્વાદ થવો એ ચિત્તનું આકર્ષણ છે. આ ચારે પ્રકારની આપણી કથા આવા ચિત્તાકર્ષણને જગાડનારી છે. આપા
ગાથાર્થઃ આક્ષેપણીકથાના આ ચાર પ્રકારમાં ક્રમશઃ ક્રિયા, દોષનું રીકરણ, શંકા અંગે સારી રીતે સમજણ અને સૂક્ષ્મ વાતોનું નિરૂપણ કરાય છે. અન્ય આચાર્યભગવંતો ‘આચાર’ વગેરે શબ્દથી આચારાંગ વગેરે ગ્રન્થોનું નિરૂપણ કહે છે.