Book Title: Dwatrinshad Dwatrinshika Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 11
________________ २४२ થાતિદિશિલ્લા ૬ - ૨, ૩ विद्या शिल्पमुपायश्चानिर्वेदश्चापि सञ्चयः । दक्षत्वं साम भेदश्च दण्डो दानं च यत्नतः ।।२।। विद्येति । विद्यादयोऽर्थोपाया यत्र वर्ण्यन्ते साऽर्थकथेति भावः ।।२।। रूपं वयश्च वेषश्च दाक्षिण्यं चापि शिक्षितम् । दृष्टं श्रुतं चानुभूतं द्वितीयायां च संस्तवः ।।३।। ગાથાર્થ (ટીકાથ) : આ ચાર કથાઓમાં અર્થકથા એ છે જેમાં અર્થોપાર્જનના વિદ્યા, શિલ્પ, ઉપાય, અનિર્વેદ, સંચય, દક્ષતા, સામ, દામ, દંડ, ભેદ વગેરે ઉપાયોનું પ્રયત્નપૂર્વક વર્ણન કરવામાં આવ્યું હોય. વિવેચન : વિદ્યા-જેની અધિષ્ઠાયિકા દેવી હોય. અને જે સાધના દ્વારા સિદ્ધ થાય છે તે વિદ્યા કહેવાય છે. આવી વિદ્યાઓ અનેક પ્રકારની હોય છે. એમાંથી અમુક ચોક્કસ વિદ્યા દ્વારા ધનપ્રાપ્તિ થતી હોય છે. અહીં વિદ્યાના ઉપલક્ષણથી મંત્રનું પણ ગ્રહણ જાણવું. જેના અધિષ્ઠાયક દેવ હોય, અને જે પાઠ કરવામાત્રથી સિદ્ધ થઈ જાય એ મંત્ર છે. કોઈ કથાકાર ધનપ્રાપક વિદ્યાની કે મંત્રની વાતો કરતો હોય. અથવા એને સાધવાનો આમ્નાય (=પૂર્વપુરુષોથી ચાલી આવેલી સાધનાપદ્ધતિઓ) વર્ણવતો હોય, અથવા આવી વિદ્યાથી કોઈને થયેલ ધનપ્રાપ્તિનું વર્ણન કરતો હોય તો આ બધી કથા એ અર્થકથા હોય છે. એના શ્રવણથી શ્રોતાને પણ આવી વિદ્યા મેળવવાની-સાધવાની તાલાવેલી જાગે છે. આ વાત આગળ સર્વત્ર જાણવી. શિલ્પ-તે તેના નિષ્ણાત આચાર્ય (=શિક્ષક) પાસેથી ભણીને જે શીખવામાં આવે તે શિલ્પ. આવા ૧૦૦ શિલ્પ છે એવી વાત શાસ્ત્રોમાં આવે છે. આજકાલ ડાક્ટરી વગેરે જે શીખવામાં આવે છે તે પણ શિલ્પ જાણવા. આ ભણવાથી તમને અવશ્ય ધંધો-રોજગાર મળશે વગેરે વાતો આમાં આવી શકે. ઉપાય : અર્થશાસ્ત્રમાં બતાવેલા ધનપ્રાપ્તિના અનેક સાધનો એ ઉપાય. અનિર્વેદઃ ધાર્યા કરતાં વધારે પુરુષાર્થ કરવો પડે.. લાંબી પ્રતીક્ષા કરવી પડે તો પણ કંટાળો ન આવેનિરાશા ન આવે એને અનુરૂપ વાતો. સંચયઃ પૈસો પૈસાને ખેંચે. ધનસંચય કર્યો હોય તો નવા-નવા ધંધા થઈ શકે, ગમે ત્યારે કામ લાગે... વગેરે વાતો. દક્ષતાઃ નિપુણતા. ધંધો કરવાની હોંશિયારી. સામ-દામ-દંડ અને ભેદ... આ ચારની સમજણ માટે શાસ્ત્રોમાં નીચેની કથા આવે છે-મરેલા હાથીને જોવા પર શિયાળે વિચાર્યું “આ કલેવરથી મારું દીર્ઘકાળનું ભોજન થઈ જશે. માટે મારે કોઈને લેવા દેવું નહીં.” થોડીવારમાં ત્યાં આવેલા સિંહે પૂછ્યું : આ કોણ મરેલું છે? શિયાળ : હાથી. સિંહ : કોણે માર્યો ? શિયાળ : વાઘે. સિંહે વિચાર્યું-મારા કરતાં હીનજાતિવાળા વાઘે માર્યો છે, પછી હું શી રીતે ખાઉં? એમ જ ત્યાંથી નીકળી ગયો. આ સામ છે. પછી વાઘ આવ્યો. એણે પણ એ જ પૂછવા પર શિયાળે કહ્યું-સિંહે માર્યો છે ને એ હાલ પાણી પીવા ગયો છે. આ સાંભળીને વાઘ તો ભાગી જ ગયો. આ ભેદ છે. થોડી વારમાં કાગડો આવવા પર શિયાળ વિચારે છે-આને નહીં આપવા પર કા કા કરી મૂકશે તો ઘણા ભેગા થઈ જશે. પછી કેટલાને વારીશ ? એટલે

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 314