________________
I થાન્નિશિવા સારા
वादनिरूपणानन्तरं तत्सजातीया कथा निरूप्यते - अर्थ-कामकथा धर्मकथा मिश्रकथा तथा । कथा चतुर्विधा तत्र प्रथमा यत्र वर्ण्यते ।।१।।
अर्थेति । अर्थकथा कामकथा (=अर्थकामकथा) धर्मकथा तथा मिश्रकथा, एवं चतुर्विधा कथा । तत्र प्रथमा = अर्थकथा, सा यत्र = यस्यां वर्ण्यते = प्रतिपाद्यते ।।१।।
આઠમી બત્રીશીમાં વાદનું નિરૂપણ કર્યું. હવે તેને સજાતીય કથા’નું આ નવમી બત્રીશીમાં નિરૂપણ કરાય છે. જેમ વાદમાં અધિકૃત તે તે વિષયનો નિર્ણય કરવા-કરાવવાનો અભિપ્રાય મુખ્ય હોય છે, એમ કથામાં પણ એ જ અભિપ્રાય મુખ્ય હોય છે. માટે એ બન્ને સજાતીય છે. તેમ છતાં વાદમાં એ નિર્ણય સામસામા પક્ષ-પ્રતિપક્ષ વગેરેની ચર્ચાપૂર્વક હોય છે અને તેથી એમાં વારાફરતી બન્ને વક્તા-શ્રોતા બનતા હોય છે, જ્યારે કથામાં કથક મુખ્યતયા વક્તા જ હોય છે અને જિજ્ઞાસુ મુખ્યતયા શ્રોતા જ હોય છે. તેથી જ વાદમાં જ્યારે જે શ્રોતા બને
ત્યારે પણ તે, વક્તાની વાતોને શ્રદ્ધાપ્રધાન બની તહત્તિ કરે જ એવું હોતું નથી. ઉપરથી એ કંઈક ને કંઈક શંકાપ્રશ્ન ઊઠાવ્યા કરતો હોય છે. જ્યારે કથામાં શ્રોતા વક્તાની વાતોને પ્રાયઃ તહત્તિ કરતો હોય છે. આમ વાદ અને કથામાં આવી બધી અપેક્ષાએ ભેદ પણ છે એ જાણવું.
ગાથાર્થ (+ટીકાથ) (તે તે પુરુષાર્થની પ્રેરણા કરનારી વાતો કથા કહેવાય છે.) આ કથા ચાર પ્રકારે છે. અર્થકથા, કામકથા, ધર્મકથા અને મિશ્રકથા. તેમાં પ્રથમ એ છે જેમાં વર્ણવાય છે....
વિવેચનઃ શંકા-પુરુષાર્થ તો મોક્ષપુરુષાર્થ પણ છે. તો અર્થકથા વગેરેની જેમ મોક્ષકથા પણ હોવી જોઈએ ને ?
સમાધાન : હા, મોક્ષ પણ પુરુષાર્થ છે જ. પણ પુરુષનો અર્થ=પુરુષનું પ્રયોજન એ પુરુષાર્થ એવી વ્યાખ્યામાં માત્ર ઉદ્દેશરૂપે જ એ પુરુષાર્થ છે, વિધેયરૂપે નહીં. અને ઉદ્દેશ્ય તરીકે એની સિદ્ધિ ધર્મપુરુષાર્થથી જ થઈ જતી હોય છે. આમ એનો પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ સ્વતંત્ર કોઈ પુરુષાર્થ ન હોવાથી એની સ્વતંત્ર કથા પણ નથી. અલબત્ત અર્થ અને કામ પણ ધર્મસાધ્ય છે જ. છતાં, દુકાન ખોલવી-વેપાર કરવો વગેરે કે વિવિધ પહેરવેશ-શૃંગારાદિ દ્વારા રૂપને નિખારવું વગેરે કે જેનો ધર્મપુરુષાર્થમાં સમાવેશ થઈ શકતો નથી, એવા પુરુષાર્થની પણ અર્થ-કામ માટે અપેક્ષા રહે છે ને તેથી એના સ્વતંત્ર પુરુષાર્થ છે અને એની સ્વતંત્ર કથા છે. જેનો ધર્મપુરુષાર્થમાં સમાવેશ ન થઈ શકે એવા પણ કોઈ પ્રવૃજ્યાદિ મોક્ષ માટે જો અપેક્ષિત હોત તો જરૂર એની પ્રેરણા માટે સ્વતંત્ર મોક્ષકથા પણ કહી હોત. પણ એવી પ્રવૃત્તિ વગેરે કશું છે નહીં. જે કંઈ અપેક્ષિત છે એ બધાનો ધર્મપુરુષાર્થમાં સમાવેશ થઈ જાય છે. તેથી એની પ્રેરણા માટે જે કાંઈ કહેવાય તે ધર્મકથામાં જ સમાવિષ્ટ હોવાથી સ્વતંત્ર મોક્ષકથા છે નહીં. માટે કથા અર્થકથા વગેરે ચાર પ્રકારની જ છે. ll૧||