________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
२४५ क्रियेति । क्रिया लोचास्नानादिका' । दोषव्यपोहश्च कथञ्चिदापन्नदोषशुद्धयर्थप्रायश्चित्तलक्षणः । सन्दिग्धे संशयापन्नेऽर्थे साधु मधुरालापपूर्वं बोधनं = उत्तरप्रदानम् । श्रोतुः सूक्ष्मोक्तिः सूक्ष्मजीवादिभावकथनम् ।
વિવેચનઃ (૧) સાધુભગવંતો લોચ કરે છે, સ્નાન કરતા નથી. વગેરે રૂપે સાધુઓના આચારનું શ્રોતા સમક્ષ વર્ણન કરવું એ આચારઆક્ષેપણીધર્મકથા છે. (૨) આ દોષ સેવે તો આ પ્રાયશ્ચિત્ત આવે... આ દોષ સેવે તો આ.. આ રીતે નાના નાના દોષોના પણ વ્યવહારસૂત્રમાં જે પ્રાયશ્ચિત્ત દર્શાવ્યા છે, એનું યથાયોગ્ય વર્ણન કરવું એ વ્યવહારઆક્ષેપણી ધર્મકથા છે. પ્રાયશ્ચિત્તપ્રદાન વગેરે ‘વ્યવહાર’ કહેવાય છે, માટે આ કથાનું આવું નામ છે. (૩) પ્રજ્ઞપ્તિ એટલે સમજણ. આપણી પાસેથી કે અન્ય પાસેથી જાણેલી આચારાદિની વાતો અંગે કોઈ સંદેહ હોય તો એને મધુર વચનો દ્વારા સમજણ આપીને દૂર કરવો એ પ્રજ્ઞપ્તિઆક્ષેપણી ધર્મકથા છે. (૪) દૃષ્ટિવાદ એટલે સૂક્ષ્મ વાતો. જીવાદિ તત્ત્વોની સૂક્ષ્મ વાતો કરવી એ દષ્ટિવાદઆક્ષેપણી ધર્મકથા છે.
અન્ય કેટલાક વિદ્વાનો તો એમ જ કહે છે કે આચારાંગ, વ્યવહારસૂત્ર, પ્રજ્ઞપ્તિ (ભગવતીસૂત્ર) અને દૃષ્ટિવાદ.. આ ગ્રન્થોની વાત કરવી એ જ ક્રમશઃ આચારઆપણી ધર્મકથા વગેરે છે, કારણ કે 'તૈક=આ ગ્રન્થો વડે ક્રિયા-પ્રાયશ્ચિત્ત વગેરેનું જ કથન થાય છે.
વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા... સ્વાધ્યાયના આ પાંચ પ્રકારોમાં ધર્મકથા એ છેલ્લો પ્રકાર છે. ૧૪૪૪ ગ્રન્થોના પ્રણેતા શ્રીમાનું હરિભદ્રસૂરિ મહારાજે યોગના ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિર અને સિદ્ધિ એવા જે ચાર પ્રકાર કહ્યા છે એમાંના પ્રથમ પ્રકાર ઇચ્છાયોગનું લક્ષણ આવું કહ્યું છે કે યોગીઓની કથામાં પ્રીતિ એ પ્રથમ ઇચ્છાયોગ છે. યોગના આગળ-આગળના સોપાનો સર કરવામાં આ ઇચ્છાયોગ એ પ્રથમ સોપાન છે. એટલે જણાય છે કે ધર્મકથા એ એવી કથા છે, જે પ્રીતિ-રુચિ-આકર્ષણ જગાડવા દ્વારા શ્રોતાને ધર્મના આગળ-આગળના સોપાનો સર કરવાની ભૂમિકા ઊભી કરી આપે.
દુનિયામાં જોવા મળે છે કે સમાચાર માધ્યમો જેની વાતો પીરસે એનો લોકોમાં રસ જાગે છે. ક્રિકેટક્રિકેટરનું વર્ણન લોકોમાં ક્રિકેટનું તીવ્ર આકર્ષણ પેદા કરે છે. રાજકરણ-રાજકરણીઓની વાતો લોકોને એ તરફ આકર્ષે છે. એટલે જણાય છે કે કથા એ રસ-રુચિ પેદા કરવાનું અમોઘ સાધન છે. અર્થકથાથી અર્થનું અને કામકથાથી કામનું જે આકર્ષણ જાગે છે, એના પાયામાં પણ આ જ સિદ્ધાન્ત છે. એટલે શ્રોતાને ધર્મ પ્રત્યે આકર્ષિત કરવા માટે ધર્મકથા એ અમોઘ સાધન છે.
પ્રશ્ન : તો પછી પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં ધર્મસ્થાને પ્રથમ નંબરે જ કેમ ન કહી? ઉત્તર : ધર્મકથા આડેધડ કરવાની હોતી નથી, કારણ કે એ રીતે કરવાથી ક્યારેક શ્રોતા ધર્મની નજીક
1. શબ્દશઃ વિવેચનકારે ટીકાર્થમાં તૈટ નો અર્થ અન્ય આચાર્યો વડે... એવો કર્યો છે એ ગલત છે, કારણ કે (૧) તત્ સર્વનામ અવ્યવહિતપૂર્વવર્તીનું પરામર્શક હોય છે. પ્રસ્તુતમાં આચારાદિ ગ્રન્થોનો ઉલ્લેખ એવો છે, અન્ય આચાર્યોનો નહીં. તથા (૨) તેમનું કથન આવું ઠરે છે “અન્ય આચાર્યો આચારાદિ ગ્રન્થોને આચારાદિ ચાર પ્રકારની કથા તરીકે કહે છે, કારણ કે તે અન્ય આચાર્યો વડે એવું કહેવાયેલું છે. આ તો ‘તે ડાહ્યો છે, કારણ કે તે ડાહ્યો છે? આવું થયું. આમાં કારણ શું દર્શાવ્યું ?