________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
२४३ रूपमिति । रूपं = सुन्दरं, वयश्च = उदग्रं, वेषश्च = उज्ज्वलः, दाक्षिण्यं च = मार्दवं, शिक्षितमपि विषयेषु, दृष्टं अद्भुतदर्शनमाश्रित्य, श्रुतं चानुभूतं च, संस्तवश्च = परिचयश्च, द्वितीयायां = कामकथायाम् । रूपादिवर्णनप्रधाना कामकथेत्यर्थः ।। ३ ।।
तृतीयाऽऽक्षेपणी चैका तथा विक्षेपणी परा । अन्या संवेजनी निर्वेजनी चेति चतुर्विधा ।। ४।।
એક ટૂકડો છેદીને એને આપી દીધો. એ લઈને ઊડી ગયો. આ દામ છે. હવે આવ્યું શિયાળ. સમાનબળી એને આ શિયાળે પરાક્રમથી ભગાડી મૂક્યું. આ દંડ છે. રો હવે ક્રમ પ્રાપ્ત કામકથાનું વર્ણન
ગાથાર્થઃ રૂપ, વય, વેષ, દાક્ષિણ્ય, શિક્ષણ, દષ્ટ-શ્રુત-અનુભૂત વિષય તથા પરિચય... આ બધાનું જેમાં વર્ણન હોય તે કામકથા છે.
વિવેચન : કામકથા-સુંદર રૂપ, નવયૌવન વય, ઉજ્જવળ-આકર્ષક વેશ પરિધાન, દાક્ષિણ્ય રાખવું ( જીદ્દી બની પોતાની વાત પકડી ન રાખવી, પણ એને છોડીને સામી વ્યક્તિની વાતનો આદર કરવો), શબ્દાદિ વિષયોને કઈ રીતે આકર્ષક બનાવવા અને ભોગવવા એનું શિક્ષણ, અભુત રૂપ વગેરે જે કાંઈ જોયેલું હોય, સાંભળેલું હોય કે અનુભવેલું હોય એનું રસપ્રદ વર્ણન, વિજાતીયનો પરિચય-પ્રેમ શી રીતે કેળવવો ? એનું માર્ગદર્શન.. આ બધું મુખ્યતયા કામકથામાં આવે છે. એટલે કે રૂપ વગેરેનું પ્રધાનરૂપે વર્ણન કરનારી કથા એ કામકથા છે. Imall હવે ત્રીજી ધર્મકથા કહેવાનો અવસર છે.
ગાથાર્થ ઃ પહેલી આક્ષેપણી, બીજી વિક્ષેપણી, ત્રીજી સંવેજની અને ચોથી નિર્વજની... એમ ત્રીજી (ધર્મકથા) ચાર પ્રકારે છે.
વિવેચનઃ ધર્મકથાઃ ત્રીજી ધર્મકથાના ચાર પ્રકાર છે. (૧) આક્ષેપણી (૨) વિક્ષેપણી (૩) સંવેજની અને (૪) નિર્વેજની. (જીવોની ભૂમિકા ચાર પ્રકારની હોવાથી ધર્મકથાના પણ ચાર પ્રકાર છે. આશય એ છે કે શ્રોતાઓ કાં તો જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા હોય ને કાં તો શ્રદ્ધા વિનાના હોય. આમાંથી શ્રદ્ધા વિનાના જીવો પણ કાં તો અન્ય ધર્મની આગ્રહરૂપ શ્રદ્ધાવાળા હોય ને કાં તો એવી શ્રદ્ધા વિનાના હોય. જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા જીવો પણ પ્રવજ્યાપાલન વગેરે રૂપ વિશિષ્ટ સાધનામાં જોડાયેલા હોય કે ન જોડાયેલા હોય. જોડાયેલા જીવો પણ કાં તો ઉલ્લાસથી અપ્રમત્ત સાધના કરનારા હોય ને કાં તો એમાં પ્રમાદ સેવનારા હોય. આમાંથી જેઓ અપ્રમત્ત સાધના કરી રહ્યા છે તેઓને વિશેષ પ્રેરણાની જરૂર હોતી નથી. એ સિવાયના ચાર પ્રકારના જીવો માટે એક-એક ધર્મકથા હોવાથી ધર્મકથાના ચાર પ્રકાર છે.)
આમાંથી જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધા-આકર્ષણ વિનાના જે જીવો અન્ય ધર્મ પ્રત્યે પણ આગ્રહરૂપ શ્રદ્ધા ધરાવતા નથી, એ જીવોને માત્ર જૈનધર્મના આચાર વગેરેની આકર્ષક વાતો કહેવાથી જૈનધર્મ પ્રત્યે આકર્ષણ જાગી શકે છે. માટે આવા જીવોને આક્ષેપણી (=આક્ષેપ કરનારી=આકર્ષણ કરનારી) કથા કહેવાય છે. પણ જે જીવોને અન્ય ધર્મની કંઈક આગ્રહયુક્ત શ્રદ્ધા-નિર્માણ થયેલી છે, એવા જીવોને જ્યાં સુધી એ શ્રદ્ધા મોળી પડતી નથી ત્યાં સુધી જૈનધર્મ પ્રત્યે આકર્ષણ પેદા થઈ શકતું નથી. માટે એ શ્રદ્ધાને વિચલિત કરવા માટે વિક્ષેપણી કથા ( શ્રદ્ધામાં વિક્ષેપ ઊભો કરનારી કથા) કહેવાય છે.