Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧૨/૪)]
જી હો અમૂર્તતા વિણ સર્વથા, લાલા મોક્ષ ઘટઈ નહીં તાસ; જી હો એક પ્રદેશ સ્વભાવતા, લાલા અખંડ બંધ નિવાસ ॥૧૨/૪ (૧૯૮) ચતુર.
અનઈં જો લોકદષ્ટ વ્યવહારઈ મૂર્તસ્વભાવ જ આત્માનઈં માનિઈ તો (અમૂર્તતા વિણ રા સર્વથા) મૂર્ત તે હેતુસહસ્રઈ પણિ અમૂર્ત ન હોઈ, તિવારઈ (તાસ) મોક્ષ ન ઘટઈ. તે માટઈં મૂર્ત્તત્વસંવલિત જીવનઈં પર્ણિ અંતરંગ અમૂર્તસ્વભાવ માનવો.
સ
એકપ્રદેશસ્વભાવ તે, તે કહિયઈ જે એકત્વપરિણતિ અખંડ આકાર બંધ કહતા સન્નિવેશ, તેહનો નિવાસ ભાજનપણું. ૧૨/૪॥ परामर्शः
सर्वथाऽमूर्त्तताऽयोगे जीवमोक्षो ह्यसङ्गतः । एकप्रदेशभावत्वमखण्डबन्धभाजनम् ।।१२/४।
૩૪૧
* અમૂર્તતા-એકપ્રદેશસ્વભાવની પિછાણ
:- જો જીવમાં અમૂર્તતા સર્વથા ન હોય તો જીવનો મોક્ષ અસંગત થઈ જશે. અખંડ બંધભાજન થવું એ એકપ્રદેશસ્વભાવ છે. (૧૨/૪)
} ભ્રાન્તિને છોડીએ કે
:- ‘હું તો સર્વદા સર્વત્ર નિરંજન-નિરાકાર-અરૂપી-અલિપ્ત છું - આવું ફક્ત હોઠથી બોલીને, મજેથી પાપની પ્રવૃત્તિઓ કરનારા અને વિષય-કષાય-મોહમાં હોંશે-હોંશે તણાતા જીવોને ધ્યા ભ્રાન્ત જાણવા. તેવા ભ્રાન્ત જીવોએ અધ્યાત્મસારનો એક શ્લોક યાદ કરવા જેવો છે. ત્યાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે ‘વિષમદશામાં સમાનતાનું દર્શન પ્રાથમિક અવસ્થામાં દોષ માટે થાય છે. નિરપેક્ષવૃત્તિવાળા નિગ્રંથોને તો વિષમતામાં (= રૂપી-સાકાર-કર્મબદ્ધદશા વગેરે વિભિન્ન જીવદશામાં) ચૈતન્યાદિસ્વરૂપે સમાનતાનું દર્શન રાગ-દ્વેષના ઉચ્છેદ માટે થાય છે.' આ બાબતને યાદ કરીને તથા પોતાની વર્તમાન ભૂમિકાને જોઈને તેવા વિભાવગ્રસ્ત જીવોએ એવો બોધ લેવાની જરૂર છે કે ‘મારો રૂપી-કર્મબદ્ધ મૂર્તસ્વભાવ પણ વાસ્તવિક જ છે.'
યો
છે અમૂર્તસ્વભાવવિચાર ઉત્સાહવર્ધક છ
તથા વર્તમાનકાળે રાગાદિ મલિન પર્યાયો, શરીરની દીર્ઘકાલીન માંદગી, નિરંતર પ્રતિકૂળ પરિસ્થિતિ, સર્વત્ર પરાભવ વગેરેના લીધે જેઓનું મન અત્યંત ઉદ્વિગ્ન થઈ ગયેલ છે, તેના લીધે જ સાધનામાં જેઓનું મન ચોંટતું નથી તથા હતાશા-નિરાશાની ખીણમાં જેઓ દબાઈ ગયેલા અને દટાઈ ગયેલા છે તેવા જીવોએ જ્ઞાનસારના વિવેક અષ્ટકના ત્રીજા શ્લોકનો અર્થ ઊંડાણથી વિચારવો. ત્યાં મહોપાધ્યાયજી
♦ લા.(૨)માં ‘મૂર્તિ' પાઠ.
ૐ B(૨)માં ‘મૂર્રસં.' પાઠ.