Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-યાયનો રાસ + ટબો (૧૬/૭)]
૫૩૯ સાંભળીને, પરિણામનો વિચાર કર્યા વિના, અંદરમાં અને બહારમાં ક્રોધના ઉદયથી આવતી વિકૃતિને સહજતાથી અટકાવવા સ્વરૂપ ક્ષમા પ્રગટે. (૧૭) સર્વ જીવો ઉપર ઉપકાર કરવો, પ્રિય વાણી બોલવી, અકૃત્રિમ ઉચિત લાગણી દેખાડવી વગેરે સદાચાર જીવનમાં વણાઈ જાય. (૧૮) મોક્ષબીજભૂત સમ્યગ્દર્શન -જ્ઞાન-ચારિત્રનો ઉત્કર્ષ-પ્રકર્ષ થાય. (૧૯) સર્વત્ર ગૌરવ-સત્કારાદિનો લાભ થાય. (૨૦) પોતાના વચનનો અને વ્યવહારનો લોકો આદર કરે. (૨૧) વિષયભોગવટાથી ચઢિયાતું એવું આંતરિક પ્રશમ સુખ મળે. આ પ્રમાણે યોગબિંદુમાં જણાવેલ યોગફળો અહીં પ્રાપ્ત થાય છે.
તે જ રીતે દશવૈકાલિકસૂત્રમાં દશમા અધ્યયનમાં જણાવ્યા મુજબ, (૨૨) સાધુ સર્વદા મૂઢતાનો ત્યાગ કરે છે. (૨૩) જૂના ચીકણા પાપને ખપાવે છે. (૨૪) ઈન્દ્રિયોને જીતે છે. (૨૫) ઈન્દ્રિયદુઃખદાયી કટુશબ્દ વગેરે સ્વરૂપ કાંટાઓને પ્રસન્નતાથી સહન કરે છે. (૨૬) સ્મશાન વગેરેમાં કાઉસગ્ગ કરતી વખતે ભયાનક નિમિત્તો જોઈને પણ ભય ન પામે. (૨૭) જાતિમદ, કુળમદ, રૂપમદ, બળમદ, શ્રતમદ, તપમદ, લાભમદ અને ઐશ્વર્યમદ – આ આઠેય મદને છોડે. (૨૮) અપ્સરા વગેરેને જોવા છતાં તેને ભોગવવા વિશે પરલોકસંબંધી નિયાણું કે ઈચ્છા લેશ પણ કરે નહિ. (૨૯) હણાવા છતાં, છોલાવા ન છતાં પણ દેહને વોસિરાવીને દેહાધ્યાસથી વિપ્રમુક્ત બને છે. (૩) કુતૂહલ, કૌતુક, હાસ્ય, ઠઠ્ઠા ધ્યા -મશ્કરી, મજાક-મસ્તી, તોફાન, ધમાલ-ચકડી વગેરેથી રહિત બને છે. (૩૧) પરિષહ-ઉપસર્ગો ઉપર વિજય મેળવે છે. (૩૨) અધ્યાત્મમાં રક્ત-મગ્ન બને છે. (૩૩) ઉપધિ-ઉપાશ્રય-ભોજન-ભક્ત-સ્વજન -શિષ્ય-શરીર વગેરે તમામના સંગથી-મમતાથી શૂન્ય હોય છે. (૩૪) સ્વપ્રશંસાનો ત્યાગ કરે છે. (૩૫) ધર્મધ્યાનમાં ડૂબી જાય છે. (૩૬) ભાવનિગ્રંથનો આત્મા ખરેખર નિત્ય હિતમાં સ્થિર હોય છે. યોગસાધનાનું ન આ આંતરિક ફળ પ્રભા દૃષ્ટિમાં વર્તતા યોગીને અવસરે મળે છે.
તેમજ શાર્ગધરપદ્ધતિ, સ્કંદપુરાણ વગેરેમાં દર્શાવ્યા મુજબ, યોગ પ્રવૃત્તિના પ્રાથમિક ચિહ્ન સ્વરૂપે (૩૭) : રસલોલુપતાનો અત્યંત ત્યાગ, (૩૮) શારીરિક સ્વાથ્ય, (૩૯) મન-વચન-કાયામાં અનિષ્ફરતા, (૪૦) પણ શરીર-સ્વેદ-મળ-મૂત્રાદિમાં સુગંધ, (૪૧) મળ-મૂત્રનું અલ્પ પ્રમાણ, (૪૨) મોઢા ઉપર તેજ-કાંતિ, (૪૩) છે સદા પ્રસન્ન મુખમુદ્રા, (૪૪) અત્યંત સૌમ્ય સ્વર વગેરે પણ પ્રભાષ્ટિમાં વર્તતા યોગીમાં મહદ્ અંશે ઉપલબ્ધ થાય છે. તથા નિષ્પન્નયોગીના લક્ષણ તરીકે, (૪૫) પ્રભાવશાળી ચિત્ત, (૪૬) યોગબાધક દોષનો ઉચ્છેદ, (૪૭) બાહ્ય-આંતર પરમ તૃપ્તિ, (૪૮) સાનુબંધ સમતા પ્રભા દષ્ટિવાળા ભાવનિગ્રંથમાં પ્રગટે છે. (૪૯) આવા યોગીના સાન્નિધ્યમાં હિંસક પ્રાણીઓના પણ પરસ્પર વૈરાદિનો નાશ થાય છે.
તથા આવશ્યકનિયુક્તિ, યોગશતક, યોગશાસ્ત્ર વગેરેમાં બતાવ્યા મુજબ નીચેની અનેક ઋદ્ધિઓ પણ યોગસાધનાના ફળ તરીકે આ અવસ્થામાં પ્રગટે છે. જેમ કે (૫૦) કફ-શ્લેષ્મ-બળખો ઔષધ બનીને સ્વ-પરના અસાધ્ય રોગને પણ મટાડે. દા.ત.રાજર્ષિ સનતકુમાર. (૫૧) મળ-ઝાડો-વિષ્ટા પણ સ્વતન્તરૂપે ઔષધ બની જાય. (૫૨) શરીરનો મેલ-કચરો, માથાનો ખોડો વગેરે પણ દિવ્ય દવા બની જાય. (૫૩) મૂત્ર પણ સંજીવની ઔષધિ-સુવર્ણરસસિદ્ધિ વગેરે સ્વરૂપ બની જાય. દા.ત. અવધૂત આનંદઘનજી મહારાજ. (૫૪) શરીરસ્પર્શ પણ એક ચમત્કારિક ઔષધ બનીને દર્દને દફનાવે. (૫૫) કફ-વિષ્ટા-મેલ-મૂત્રાદિ બધાં જ ઔષધિસ્વરૂપ બની જાય તેવી મોટી ઋદ્ધિ = સર્વોષધિ લબ્ધિ તો પ્રભા દૃષ્ટિની પરાકાષ્ઠામાં પ્રગટે. (પ) આંખ, કાન વગેરે પ્રત્યેક ઈન્દ્રિય પાંચેય ઈન્દ્રિયનું કામ કરે તેવી