Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬૧૦
[ અધ્યાત્મ અનુયોગ સહિત
પરિપૂર્ણ હોવા સ્વરૂપે જેને પ્રેમ હું કરું છું. તે પ્રેમપાત્ર-પ્રેમવિષય પણ હું જ છું. પ્રીતીગોચર અને પ્રીતિકર્તા વચ્ચે અભિન્નતા જ છે. મારા અનંત આનંદાદિથી પૂર્ણ ચૈતન્યસ્વરૂપને છોડીને બીજે ક્યાંય મારે મારો પ્રેમરસ ઢોળવો નથી. પરદ્રવ્ય-ગુણ-પર્યાયને મારી પ્રીતિના વિષય નથી જ બનાવવા. મારા શુદ્ધ સ્વભાવની ક્ષાયિક પ્રીતિ જ મને પરમાત્મા બનાવશે. મારા નિર્મળ ચૈતન્યસ્વરૂપની અખંડ પ્રીતિની બક્ષિસ જ પરમાત્મપદ છે, સિદ્ધપદ છે. સિદ્ધપદની પ્રાપ્તિથી ઓછું જે કાંઈ મળે, તે મારું લક્ષ્ય નથી જ.'
* ઉપાસક જ ઉપાસ્ય
(૭) ‘અખંડ અનંત આનંદાદિથી પરિપૂર્ણ સ્વરૂપે મારી જ ઉપાસના મારે કરવાની છે. મારા માટે નિશ્ચયથી પરદ્રવ્ય કે પરપરિણામ ઉપાસવા યોગ્ય નથી. પરમાર્થથી હું જ મારો ઉપાસક છું અને હું જ મારા માટે ઉપાસ્ય. તત્ત્વથી ઉપાસ્ય-ઉપાસક વચ્ચે ભેદ નથી. તથા અખંડ અનંત આનંદાદિથી પૂર્ણસ્વરૂપે જ મારે મારી ઉપાસના કરવાની છે. દેહ-ઇન્દ્રિયાદિમયસ્વરૂપે કે રાગ-દ્વેષાદિમયસ્વરૂપે મારી જાતની ઉપાસના મારે નથી જ કરવાની. અનાદિ કાળથી અજ્ઞાનવશ આત્માને દેહમય અને જ્ઞાનોપયોગને
અ રાગાદિમય માનીને જ તે સ્વરૂપે તેની પ્રીતિ-ભક્તિ-ઉપાસના-સેવા કરી. તેનું પરિણામ તો જન્મ -મરણાદિમય સંસારની રખડપટ્ટી છે. હવે મારે તેમ નથી કરવું.’
ધ્યા
G
ન ધ્યાતા ધ્યેયસ્વરૂપ જ છે -
(૮) ‘અખંડ અનંત આનંદાદિથી પરિપૂર્ણ સ્વરૂપે મારે મારું જ ધ્યાન કરવું છે. મારાથી ભિન્ન વ્યક્તિનું ધ્યાન મારે નથી કરવું. ધ્યાનનો વિષય પણ હું અને ધ્યાનને કરનાર પણ હું. હું જ મારા વડે ધ્યાતવ્ય. અખંડ અનંતગુણમયરૂપે હું જ ધ્યેય અને હું જ ધ્યાતા. મારા ધ્યેય તરીકે વિજાતીય વ્યક્તિ, અનુકૂળ વસ્તુ,
પરપરિણામ કે મારા અશુદ્ધ ઔપાધિક પરિણામ પણ નથી. તથા ધ્યાતા તરીકે દેહ, ઈન્દ્રિય કે મન નથી. . અનંતઆનંદાદિથી પૂર્ણસ્વરૂપે તીર્થંકર ભગવંતનું પણ ધ્યાન નિશ્ચયથી મારે નથી કરવાનું. કેમ કે તીર્થંકર ઢો ભગવાન પણ મારા માટે પરમાર્થથી પરદ્રવ્ય છે. મારે તો અનંતગુણમય તીર્થંકર પરમાત્માનું કે તેમની પ્રતિમા
વગેરેનું આલંબન લઈને, તેમના જેવા અનંતગુણમય મારા જ સ્વરૂપનું ધ્યાન કરવાનું છે. મેં મારું અખંડ અનંતગુણમય સ્વરૂપ પ્રગટ કર્યું નથી. જ્યારે તીર્થંકર ભગવંતે અનંતઆનંદાદિપરિપૂર્ણ આત્મસ્વરૂપ પ્રગટ કર્યું છે. માટે આલંબન તીર્થંકર પરમાત્માનું જરૂર લેવાનું. પરંતુ તેમના આલંબને ધ્યાન તો મારે મારા જ શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું કરવાનું છે. શુદ્ધ નિશ્ચયનયથી અત્યંતર મોક્ષપુરુષાર્થ આ જ છે.’ * પોતે જ પોતાને પ્રગટાવે
(૯) ‘અખંડ અનંત આનંદાદિથી પરિપૂર્ણ સ્વરૂપે મારી જાતને મારે ઝડપથી પ્રગટ કરવી છે. આ જ કામ કરવા જેવું છે. મારે મારી જાતનો દેહાદિસ્વરૂપે કે રાગાદિસ્વરૂપે આવિર્ભાવ નથી કરવો પણ અનંત આનંદાદિથી પરિપૂર્ણ સ્વરૂપે જ આવિર્ભાવ કરવો છે. આ સ્વરૂપે જેનો આવિષ્કાર થાય છે તે હું અને જે આવિષ્કાર કરે છે તે પણ હું. મતલબ કે આવિર્ભાવનો વિષય અને આવિર્ભાવનો કર્તા હું પોતે જ છું. અનંતગુણમય સ્વરૂપે આવિર્ભાવ કરવા યોગ્ય અને તેવા આવિર્ભાવને કરનાર - આ બન્ને જુદા નથી.’ આમ નવ પ્રકારે જે ઉપાસના થાય તે અભેદોપાસના કહેવાય. તેવી અભેદોપાસના કેવળજ્ઞાનને એક-બે ભવમાં જ ખેંચી લાવે છે. પૂર્વોક્ત ૨૧૦૦ પ્રકારે નિષેધપરિણતિને જેટલી જીવંત અને જ્વલંત બનાવી હોય, તેના બળથી આ પારમાર્થિક અભેદોપાસના પ્રકર્ષને પામે છે.