Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧૬/૭)]
૬૨૩
સ્વસન્મુખપણે-શુદ્ધચૈતન્યઅભિમુખપણે સતત ટકી રહેવાનો તીવ્ર તલસાટ એ સાચો સંવેગ છે. ‘ત્રણ લોકમાં એક માત્ર મારો શુદ્ધ આત્મા જ મારા માટે સારભૂત છે. બીજું બધું મારા માટે ભારભૂત છે' આવું જ્યારે સાધક ભગવાનને સમજાય ત્યારે એ સંવેગ તીવ્ર બને છે. આવો (૨) તીવ્ર સંવેગ, (૩) જ્ઞાનગર્ભ વૈરાગ્ય, (૪) ઉપશમભાવ, (૫) અન્તર્મુખતા, (૬) આત્મરમણતા, (૭) અંતઃકરણની આર્દ્રતા વગેરે અંતરંગ પરિબળોના પ્રતાપે તથાવિધ પોતાના જ જ્ઞાનના નિરુપચરિત સ્વભાવનો અનુભવ સાધકને થાય છે. જ્ઞાનના સ્વપ્રકાશકત્વસ્વભાવનો અનુભવ એ કર્મને તપાવવાના લીધે કર્મને ખપાવે છે. તેથી તેવું અનુભવજ્ઞાન એ જ તપનું લક્ષણ છે. શરીરકૃશતા વગેરે તપના લક્ષણ નથી. * ઉપવાસની સાચી ઓળખાણ
આ અંગે શ્રીહરિભદ્રસૂરિજીએ બ્રહ્મસિદ્ધાન્ત સમુચ્ચયમાં બહુ માર્મિક વાત કરી છે. તે ગ્રંથનું બીજું નામ બ્રહ્મપ્રકરણ છે. ત્યાં જણાવેલ છે કે ‘દોષોથી નિવૃત્ત થયેલ સાધક ગુણોની સાથે સારી રીતે વસવાટ કરે તેને ઉપવાસ જાણવો. શરીરને વિશેષ પ્રકારે સૂકવી નાંખવું એ ઉપવાસ નથી.' આ અ અંગે અધ્યાત્મસારમાં પણ ખૂબ જ માર્મિક વાત કરેલ છે. ત્યાં શ્રીમહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “ભૂખ્યા રહેવું, શરીરને કૃશ કરવું એ તપનું લક્ષણ નથી. ક્ષમા, બ્રહ્મચર્યની ગુપ્તિ વગેરેનું આશ્રયસ્થાન બનનાર જ્ઞાન એ જ તપનું શરીર સ્વરૂપ છે. ‘જે જ્ઞાન કર્મને તપાવે છે, તે તપ છે' - આવું ( જે નથી જ જાણતો, તેનું મગજ બહેર મારી ગયેલ છે. તે કઈ રીતે પુષ્કળ નિર્જરાને મેળવી શકે? અર્થાત્ ન જ મેળવી શકે.”
ધ્યા
=
મ
6.
યો
આ રીતે વ્યવહારનયમાન્ય બાહ્ય તપનું ખંડન કરવા દ્વારા તમે વ્યવહારનયનું અતિક્રમણ કરી રહ્યા છો. તથા વ્યવહારનું ઉલ્લંઘન કરવામાં તો શાસ્રમર્યાદાનું જ ઉલ્લંઘન થઈ જશે. / કદાગ્રહી નયનું અન્ય નય દ્વારા ખંડન પણ શાસ્ત્રમાન્ય
નિશકરણ :- ના, તમારી વાત વ્યાજબી નથી. કારણ કે બાહ્ય વ્યવહારનયની પક્કડમાં અટવાયેલા છે અજ્ઞાનતપસ્વી જીવની ખોટી માન્યતાનું-કદાગ્રહનું ખંડન કરવું એ અહીં અભિપ્રેત છે. તથા ‘કદાગ્રહી નયનું અન્ય નય દ્વારા ખંડન કરવું એ શાસ્રમર્યાદા જ છે' - આવું ન્યાયખંડખાદ્ય ગ્રંથમાં શ્રીમહોપાધ્યાયજીએ સ્પષ્ટપણે જણાવેલ છે. તેથી અમારા પ્રસ્તુત પ્રતિપાદનમાં શાસ્રમર્યાદાના અતિક્રમણની વાતને કોઈ અવકાશ નથી. અહીં જે નિરૂપણ કરવામાં આવેલ છે, તેનો મુખ્ય આશય તો એ જ છે કે ઝડપથી મોક્ષે જવા ઝંખતા આત્માર્થી જીવો માટે શરીરને સૂકવવા કરતાં વધુ મહત્ત્વપૂર્ણ કર્તવ્ય તો કષાય-વાસના -રાગાદિમય વિભાવપરિણતિને સૂકવવાનું છે. માટે કષાયાદિનો નાશ કરનાર આત્મજ્ઞાનસ્વરૂપ તપને મેળવવા વધુ લક્ષ રાખવું. તે માટે મુખ્યપણે પ્રયત્ન કરવો.'
* કર્મબંધનરહિત આત્માનો સાક્ષાત્કાર
આચારાંગસૂત્રમાં ખૂબ જ માર્મિક વાતને જણાવતાં કહેલ છે કે ‘કુશળ સાધક નથી બંધાયેલો કે નથી મુક્ત.' મતલબ કે ‘હું કદિ રાગાદિથી કે કર્માદિથી બંધાયેલ જ નથી. તો મારે તેનાથી મુક્ત થવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. હું કદાપિ બંધાયેલ જ નથી. તો મારે નિર્જરા કોની કરવાની ?