Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬૩૬
[ અધ્યાત્મ અનુયોગ સહિત ગુરુ શ્રી લાભવિજય વડ પંડિત, તાસ સીસ સૌભાગી રે; શ્રુત-વ્યાકરણાદિક બહુ ગ્રંથિ, નિત્યઈ જસ મતિ લાગી રે .૧૭/ળા.
(૨૮૦) હ. સ તેમના શિષ્ય ગુરુ શ્રીલાભવિજય વડ પંડિત છે = પંડિત પર્ષદામાં મુખ્ય છે. તાસ શિષ્ય
= તેમના શિષ્ય મહા સોભાગી છે. શ્રુત-વ્યાકરણાદિક બહુ ગ્રંથમાંહિ નિત્ય (જસ=) જેહની મતિ લાગી છઈ એકાંતે વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા લક્ષણ પંચવિધિ સઝાય ધ્યાન કરતાં રહે છે. ૧૭/ણી
तच्छिष्या
परामर्श:
र तच्छिष्यः पण्डितवरलाभविजयः विद्वत्सभासिंहः। - ઉમા/ન-વ્યાવિરતિશાસ્ત્રરો ચન્મતિઃ સવા૨૭/૭
વિદ્વત્સભામાં સિંહ જ લીલી - તેમના શિષ્ય પંડિતવરેણ્ય શ્રીલાભવિજયજી મહારાજ થયા. વિદ્વાનોની સભામાં તેઓ સિંહ જેવા હતા. જેમની મતિ હંમેશા આગમ, વ્યાકરણ વગેરે શાસ્ત્રોમાં આસક્ત હતી.(૧૭/૭) એ
છે લોકપરિચય છોડો, શ્લોકપરિચય કરો . પિતા - “લોકો કઈ રીતે મને ઓળખે ? વધુમાં વધુ સંખ્યાની અંદર લોકો મારી મ પાસે કઈ રીતે આવે ? મારું ભક્તવર્તુળ કઈ રીતે વિસ્તૃત થાય ? લોકો સાથે લાંબા સમય સુધી (R અસરકારક રીતે બોલવાની કળા ક્યારે આત્મસાત્ થશે ? તે માટેના speaking course વગેરે પુસ્તકો
ક્યાંથી મળશે? મારી વાષ્પટુતા દ્વારા બધા લોકો ઉપર હું કઈ રીતે છવાઈ જાઉં ?” – આવી ઘેલછાઓ એ સંયમીને કદાપિ ન શોભે. તેવી ઘેલછાથી સ્વાધ્યાયધન અને ધ્યાનવૈભવ સંયમીના જીવનમાંથી નષ્ટ
થાય છે. તેથી જેમણે સ્વાધ્યાયમાં અને ધ્યાનયોગમાં આરૂઢ થવું છે, તેમણે પંડિતપ્રવર શ્રીલાભવિજયજીના છે. ઉદાહરણથી તેવી મહત્ત્વાકાંક્ષા-ઘેલછા છોડીને એકાંતનું અને આર્યમીનનું આલંબન લીધા વિના છૂટકો વી નથી. લોકપરિચય વધે તો શ્લોકપરિચય ઘટે. બોલબોલ કરવાની કુટેવ પડે તો ધ્યાનયોગની રુચિ 5 તૂટે. તેથી સમ્યગુ એકાંતવાસ અને આર્યમૌન (= વિવેકપૂર્વક મૌન) – આ બન્નેના માધ્યમથી સ્વાધ્યાયમાં
અને ધ્યાનયોગમાં આરૂઢ થવાની, આરૂઢ રહેવાની પાવન પ્રેરણા પંડિતશિરોમણિ શ્રીલભવિજયજી મહારાજના ઉદાહરણથી લેવા જેવી છે.
૪ ભાવમોક્ષને ઝડપથી મેળવીએ જ લોકપરિચય વગેરેનો ત્યાગ કરીને જ્ઞાન-ધ્યાનાદિમાં ગળાડૂબ રહેવામાં આવે તો ઉત્તરાધ્યયનસૂત્રનિર્યુક્તિમાં જણાવેલ ભાવમોક્ષ અત્યંત ઝડપથી પ્રાપ્ત થાય. ત્યાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ જણાવેલ છે કે “આઠ પ્રકારના કર્મથી મુક્ત એવો જીવ એ ભાવથી મોક્ષ જાણવો.” (૧૭/૭)