Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬૩૮
[ અધ્યાત્મ અનુયોગ સહિત જે ગુરુ સ્વ-પર સમય અભ્યાસઈ, બહુ ઉપાય કરી કાસી રે; સમ્યગ્દર્શન "સુરુચિ સુરભિતા, મુઝ મતિ શુભ ગુણ વાસી રે .૧૭/લા
(૨૮૨) હ. રા જેણે ગુરુર્યો, સ્વસમય તે જૈનશાસ્ત્ર, પરસમય તે વેદાન્ત-તર્ક પ્રમુખ, તેહના અભ્યાસાર્થ સ બહુ ઉપાય કરીને કાસીયે સ્વશિષ્યને ભણવાને કાજે મૂકયા. તિહાં ન્યાયવિશારદ એહવું બિરુદ પામ્યા.
સમ્યગદર્શનની જે સ્વ(સુ)રુચિ, તદ્રુપ જે સુરભિતા સુગંધ, જસ સેવાપણું, તેણે મુઝ મતિ = મારી જે મતિ, શુભ ગુણે કરીને વાસી = આસ્તિક્ય ગુણે કરી અંગોઅંગ પ્રણમી ( પરિણમી), તેહની સ્વેચ્છા રુચિરૂપેઈ છS. II૧૭ાિા
। यो गुरु: ममैव स्व-परसमयाभ्यासाय काशीमागतः।
सम्यक्त्वसुरुचिसुरभिवासिता मति: यत्सेवया।।१७/९ ।।
यो गुरुः मी
इपरामर्शः
જ શિષ્યને ભણાવવા ગુરુની સહાય જ hકાવી:- જે ગુરુ મને જ સ્વ-પરદર્શનના શાસ્ત્રનો અભ્યાસ કરાવવા માટે કાશીમાં સાથે આવ્યા તથા જેમની સેવાથી મારી મતિ સમ્યગુ દર્શનની સુરુચિ સ્વરૂપ સુગંધથી સુવાસિત થઈ. (૧૭૯)
- નચવિજયજી મહારાજ પાસેથી સાત હિતશિક્ષા શીખીએ -
શામિલ નય :- શિષ્યને ભણાવવા માટે ગુરુ ગુજરાતથી ઠેઠ કાશી સુધીનો વિહાર કરે Aી તે જૈન ઇતિહાસની એક અનોખી, અદ્ભુત અને યાદગાર ઘટના છે. જૈન ધર્મ પ્રત્યે બ્રાહ્મણો તે સમયે મ વિશેષ પ્રકારે દ્વેષ ધારણ કરનારા હતા. તેથી બ્રાહ્મણ પંડિત પાસે પોતાના શિષ્યને ભણાવવા માટે
જૈન ગુરુએ કેવા કેવા પ્રકારના ઉપાયો અજમાવવા પડ્યા હશે ! કેટ-કેટલી મુશ્કેલીઓ વેઠી હશે! એ તે પણ આપણા માટે તો અત્યારે કલ્પનાનો જ વિષય બની જાય છે. આના ઉપરથી આપણે કમ
સે કમ સપ્તર્ષિના તારા જેવી સાત પ્રકારની હિતશિક્ષાને ગ્રહણ કરવાની જરૂર છે કે :છે (૧) દીક્ષા આપ્યા બાદ શિષ્યને રોજ એકાદ કલાક પણ ભણાવવાની આપણને ફુરસદ ન મળે યો તેવા મોટા આડંબરપૂર્વક Programme કે Functions નક્કી ન જ કરવા. . (૨) અઠવાડિયામાં કે પખવાડિયામાં એકાદ દિવસ પણ શિષ્યને વાચના કે હિતશિક્ષા આપવામાં છે ઉલ્લાસ ન જાગે તેટલી હદે શિષ્યની ઘોર ઉપેક્ષા ન કરવી.
(૩) જાતે શિષ્યને ભણાવવાની ક્ષમતા કે સંયોગ ન હોય તો પોતાના સમુદાયના કે બીજા સમુદાયના વિદ્વાન સંયમી પાસે પોતાના શિષ્યને ભણવા માટે ચાર-પાંચ વરસ મૂકવાની ઉદારતા કેળવવી જોઈએ.
(૪) તે પણ કદાચ શક્ય ન બને તો શિષ્યને ભણાવનાર પંડિતોની જ્યાં સુલભતા હોય એવા જ કો.(૪)માં “સુરુચિ'ના બદલે “કવિ પાઠ.