Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬૪૫
દ્રવ્ય-ગુણ-૫યાયનો રાસ + ટબો (૧૭/કળશ)] તરનાર અને તરાવનાર નૌકા સમાન છે. આ રચના સુનયથી ગૂંથવામાં આવેલ છે. ખરેખર આ રચના સજ્જનો રૂપી ભમરાઓ માટે કલ્પવૃક્ષની મંજરી સમાન છે. વિજય અપાવવા દ્વારા આ રચના શ્રીનયવિજયવિબુધચરણસેવક એવા યશોવિજયને યશોદાયિની બનો. ll૧૫
ક ગુરુદેવ - એક માત્ર આધાર ક
:- “ગ્રંથરચનામાં આધાર અમારા ગુરુદેવ જ છે – આવું કહેવા દ્વારા ગુરુદેવની અને તેમાં પ્રતિષ્ઠિત ગુરુતત્ત્વની અચિંત્ય શક્તિ ઉપર ગ્રંથકારશ્રીએ પ્રકાશ પાડેલ છે. જ્યાં આપણી મતિ, ગતિ કે શક્તિ કામ ન કરે ત્યાં તો ગુરુદેવ જ એકમાત્ર આધાર બની શકે. ગ્રંથિભેદ, પ્રાતિજ્ઞાન, ક્ષપકશ્રેણિ, શુક્લધ્યાન, કેવલજ્ઞાન અને મુક્તિની પ્રાપ્તિની બાબતમાં આપણી મતિ, ગતિ કે શક્તિની ઉપર મદાર બાંધવાના બદલે (૧) “ગુરુઃ શરyi મમ',
(૨) “
સ મરિ શર મમ', (૩) “ગુરુવનં શર" મમ,’ (૪) “સર્વજ્ઞા શર મમ', (૧) “પુરુશા શરણં મમ', (૬) “શ્રીપુરુતત્ત્વ શર મમ',
(૭) “પરમગુરુ: શર મમ' - આ મંત્ર સપ્તપદીને ભાવાર્થસહિત અને પરમાર્થસહિત આત્મસાત્ કરવાની કળશશ્લોક દ્વારા પ્રેરણા મળે છે.
છે મંત્રસપ્તપદીનો પ્રભાવ છે તે મંત્રસમપદીને ભાવિત કરવાના લીધે અવંચયોગથી સ્વાનુભૂતિસંપન્ન ગીતાર્થ ગુરુ ભગવંતનો સમાગમ થાય છે. તેનાથી ભાવચારિત્રની પરિણતિ પ્રગટે છે. તેના પ્રભાવે ક્ષપકશ્રેણિ માંડીને સાધક ઝડપથી મોક્ષને મેળવે છે. તે મોક્ષનું સ્વરૂપ વર્ણવતા શ્રીસિદ્ધર્ષિ ગણિવરે ઉપમિતિભવપ્રપંચા કથામાં જણાવેલ છે કે “આત્મા પોતાના સ્વરૂપમાં રહે તે મોક્ષ છે. તે મોક્ષ આનંદના ઢગલાની ખાણ છે.”
આ રીતે દ્રવ્યાનુયોગપરામર્શ-ગ્રંથજિનાલયના “અધ્યાત્મ અનુયોગ' નામના શિખર ઉપર ચઢાવેલ માંગલિક કળશનું વિવેચન સમાપ્ત થયું. [૧]