Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-યાયનો રાસ +ટબો (૧/૮),
શ્રી ગુરુ જીતવિજય તસ સીસો, મહિમાવંત મહંતો રે; શ્રી નયવિજય વિબુધ ગુરુભ્રાતા, તાસ મહા ગુણવંતો રે .૧૭૮
(૨૮૧) હ. ગુરુ શ્રીજીતવિજય નામે (તસત્ર) તેહના શિષ્ય પરંપરાય થયા. મહા મહિમાવંત છે, એ મહંત છે. “જ્ઞાનાિોપેતા મદન્ત” () તિ વવનાત્.
(મહા ગુણવંતો) શ્રીનયવિજય (વિબુધs) પંડિત (તાસ=) તેહના ગુરુભ્રાતા = ગુરુભાઈ સંબંધે થયા, ગુરુશિષ્યત્વાન્ ૧૭/૮
जीतविजयी
परामर्श:
7 जीतविजयवाचकेन्द्र आसीत् तच्छिष्यो महिमवान् महान् ।
तद्गुरुभ्राता वरो नयविजयबुधो महागुणवान् ।।१७/८॥
ધ્યા.
મહિમાવંત મહાન ગુણવંતના ગુણગાન કલોમર્થ - પંડિતવર્ય શ્રીલાભવિજયના શિષ્ય મહોપાધ્યાય શ્રીજીતવિજયજી મહારાજા હતા. તેઓ મહિમાવંત અને મહાન હતા. તેમના ગુરુભાઈ પંડિતવરેણ્ય શ્રીનયવિજયજી મહારાજ હતા. તેઓ મહાગુણવાન હતા. (
૧૮)
એક મહાન બનવાના ઉપાયને જાણીએ કે આધ્યાત્મિક ઉપનય :- શરીરની ઊંચાઈથી કે સૌંદર્યથી માણસ મહાન બનતો નથી. શરીરના વજનથી કે સામર્થ્યથી પણ માણસ મહાન બનતો નથી. પુણ્યોદયના સાતત્યથી કે પ્રાચુર્યથી પણ માણસ છે, મહાન બનતો નથી. બીજા ઉપર આધિપત્ય જમાવવાની વૃત્તિ (=અધિકારવૃત્તિ) સત્તા, સંપત્તિ, સ્વાથ્ય, સૌંદર્ય, સ્વજનો, શ્રીમંતો વગેરેના લીધે પણ માણસ મહાન બનતો નથી. પત્ની, પુત્ર, પરિવારવૃદ્ધિ, એ પ્રસિદ્ધિ, પ્રવચનની પાટ-પટુતા, પદવી, પુસ્તકપ્રકાશન, પુણ્યોદય પ્રદર્શન, પ્રશંસા, પ્રતિષ્ઠા, પંડિતાઈ ન કે પ્રવચનપ્રભાવના વગેરે પ્રલોભન દ્વારા પણ સાધક પરમાર્થથી મહાન બનતો નથી. Fashion, Fund, S Fortune-telling, Function (Social & Religious), Federation, Foundation અને ફટાટોપથી વા, પણ સાધુ મહાન બનતો નથી. તેથી ઉપરોક્ત વસ્તુને મેળવવાની, ટકાવવાની કે વધારવાની ઘેલછામાં છે અટવાયા વિના, આત્માને મહાન બનાવનાર જ્ઞાનાદિ ગુણવૈભવનું ઉપાર્જન કરવામાં જ આત્માર્થી જીવે સદા લીન બનવું જોઈએ. આવો આધ્યાત્મિક સંદેશ આ શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે. આ આધ્યાત્મિક સંદેશને અનુસરવાથી સૂયગડાંગસૂત્રનિર્યુક્તિવિવરણમાં જણાવેલ નિર્વાણ ઝડપથી મળે. ત્યાં શ્રીશીલાંકાચાર્યજીએ જણાવેલ છે કે “ચાર ઘનઘાતિ કર્મોનો ઉચ્છેદ થવાથી કેવલજ્ઞાનની થતી પ્રાપ્તિ એ જ નિર્વાણ = જીવન્મુક્તિ.” (૧૭૮)