Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧૭/૬)]
શ્રીકલ્યાણવિજય વડ વાચક, હીરવિજય ગુરુ સીસો રે; ઉદયો, જસ ગુણસંતતિ ગાવ, સુર-કિન્નર નિસ-દીસો રે ॥૧૭/૬॥
ગ
(૨૭૯) હ. શ્રીજયાવિનયનામાં વડ વાચક મહોપાધ્યાય બિરુદ પામ્યા છે. (ગુરુ) શ્રીહીરવિજયસૂરીશ્વરના સ શિષ્ય જે છે, ઉદયો જે ઉપના છે. જસ ગુણસંતતિ = તે શ્રેણિ, ગાઈ છે. સુર-કિન્નર પ્રમુખ નિસ-દીસ રાત્રિ-દિવસ, ગુણશ્રેણિ સદા કાલે ગાય છે. ૫૧૭/૬॥
परामर्शः
૬૩૫
कल्याणविजयवाचकवरेण्यो हीरविजयसूरिशिष्यः । यदीयगुणसन्तानं किन्नरा गायन्ति सर्वदा । ।१७ /६ ।।
- કિન્નરો પણ ગુણાનુરાગી
:
શ્રીહીરવિજયસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય મહોપાધ્યાય શ્રીકલ્યાણવિજયજી મહારાજા થયા કે જેમના ગુણની શ્રેણિને કિન્નરો સર્વદા ગાય છે. (૧૭/૬)
* ગુણવૈભવની છ વિશિષ્ટતા
ઉપનય :- તાત્ત્વિક, સાત્ત્વિક અને આધ્યાત્મિક ગુણવૈભવ હોય તો દેવતાઓ પણ ગુણગાન કરતા થાકતા નથી. તેથી શ્રીકલ્યાણવિજયજી મહારાજના ઉદાહરણથી (૧) તાત્ત્વિક, (૨) એ સાત્ત્વિક, (૩) આધ્યાત્મિક, (૪) સ્વાભાવિક, (૫) સાનુબંધ, (૬) સુવિશુદ્ધ એવા ગુણવૈભવને મેળવવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. આવા પ્રકારની આંતરિક પ્રેરણા આપણને આ શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે.
યો
એ
ધ્યા
G]
ૐ નિજસ્વરૂપઅવસ્થાન એ જ મોક્ષ જી
તે પ્રેરણાને અનુસરવાથી સર્વાર્થસિદ્ધિ નામની ઉત્તરાધ્યયનવૃત્તિમાં જણાવેલ મોક્ષ ખૂબ જ નજીક આવે. ત્યાં કમલસંયમ ઉપાધ્યાયજીએ જણાવેલ છે કે ‘સર્વ કર્મનો ક્ષય થવાથી પોતાના સ્વરૂપમાં આત્માનું અવસ્થાન એ જ મોક્ષ છે.' (૧૭/૬)