Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬૩૩
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૭/૪)].
તે ગુરુના ઉત્તમ ઉદ્યમથી, ગીતારથ ગુણ વાધ્યો રે; તસ હિતસીખ તણઈ અનુસારઈ, જ્ઞાનયોગ એ સાધ્યો રે ૧/૪ તે જે શ્રી ગુરુ, તેહનો ઉત્તમ ઉદ્યમ = જે ભલો ઉદ્યમ, તેણે કરીનેં ગીતાર્થ ગુણ વાધ્યો - गीतं जानन्ति इति गीतार्थाः, गीतं शास्त्राभ्यासलक्षणम्।
(તસત્ર) તેહની જે હિતશિક્ષા, (તણઈ=) તેહને અનુસાર, તેહની આજ્ઞા માફકપણું, તેણે કરી એ જ્ઞાનયોગ તે દ્રવ્યાનુયોગરૂપ એ શાસ્ત્રાભ્યાસ સાધ્યો = સંપૂર્ણરૂપે થયો. ૧૭/૪
। तेषामुत्तमोद्यमाद् गीतार्थतागुणो वृद्धिं प्रगतः।
तेषां हि हितशिक्षया ज्ञानयोग: साधितो मया।।१७/४।।
तेषामुत्तमोटा
परामर्शः
- જ્ઞાનયોગસિદ્ધિ - લોકાથી - તે સદ્દગુરુઓના ઉત્તમ ઉદ્યમથી ગીતાર્થતા ગુણ વૃદ્ધિને પામ્યો છે. તેઓની જ હિતશિક્ષાથી મેં (= મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે) જ્ઞાનયોગ સાધ્યો છે. (૧૭૪)
આ વર્તમાનકાળમાં ગીતાર્થ દુર્લભ 8 ઉપના :- મહાપુરુષો છેદગ્રંથોનો તથા દર્શનશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કરે તો તેમનામાં 5 એકાગ્રતા ગુણ વધે. તથા પરિણામી = ઉત્સર્ગ-અપવાદની સ્વસ્થાનશ્રદ્ધાવાળા સાધુઓને યોગ્યતા મુજબ છેદશાસ્ત્રોનો અને દર્શનશાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ મહાપુરુષો કરાવે તો સાધુઓના જીવનમાં પણ ગીતાર્થતા થી ગુણ વધે. બાકી તો ગીતાર્થો દુર્લભ બની જાય. “ગીતાર્થદુર્લભ કાળ આવશે' - આ પ્રમાણે નિશીથભાષ્યમૂર્ણિમાં પણ જણાવેલ છે. તેથી યોગ્ય જીવોને યોગ્ય સમયે ગીતાર્થ બનાવવાની જવાબદારી પણ મહાપુરુષોના શિરે ૧૫ રહેલી છે. આ જવાબદારી સારી રીતે અદા થાય તો જિનશાસનનું તેજ વિષમ કલિકાળમાં પણ ભરપૂર વધે. આ રીતે અધિકારી જીવોને જિનશાસનનું તેજ વધારવાની પાવન પ્રેરણા આ શ્લોક કરે છે.
જ યોગ્ય સાધુને દર્શનશાસ્ત્રાભ્યાસ માટે પ્રોત્સાહિત કરીએ , તથા સ્વયં દર્શનશાસ્ત્ર વગેરેનો અભ્યાસ વડીલજનો જો આશ્રિત જીવોને કરાવી શકતા ન હોય ગી તો તેવા સંયોગમાં પણ યોગ્ય સાધુને યોગ્ય સમર્થ પંડિત, વિદ્વાન સાધુ વગેરે પાસે દર્શનશાસ્ત્ર વગેરે ભણવા પ્રોત્સાહિત તો અવશ્ય કરવા જ જોઈએ. આવી પણ મંગલ પ્રેરણા આ શ્લોક દ્વારા અધિકારી છે? જીવોએ પ્રાપ્ત કરવી. આ રીતે શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં જણાવેલ મોક્ષ સુલભ બને. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “સુખ મેળવવા માટે તો માત્ર મોક્ષ જ ઈચ્છનીય છે. કારણ કે તે (૧) જન્મ વગેરે ક્લેશોથી રહિત છે. (૨) ભયશક્તિથી પૂર્ણતયા મુક્ત છે તથા (૩) સદા પીડાશૂન્ય છે.” ઉપમિતિભવપ્રપંચા કથામાં શ્રીસિદ્ધર્ષિગણીએ અનુવાદરૂપે આ જ વાત કરેલ છે. (
૧૪)
શાં માં “ગુર્ણ” પાઠ. $ પુસ્તકોમાં ‘દ્રવ્યાનુયોગ' પાઠ પાલિ.નો પાઠ લીધો છે.