Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૬/૭)]
૬૧૯ ‘તેને મેં આમ કર્યું હતું, તેમ કર્યું હતું - ઈત્યાદિરૂપે સ્વકાર્યવબુદ્ધિને મિથ્યાત્વ જન્માવે છે. મેં તેને આમ ભોગવેલ હતી, હવે આમ ભોગવીશ.' ઈત્યાદિ સ્વભોગ્યત્વબુદ્ધિને પણ તે કરાવે છે. “ભોગસુખની કલ્પનામાં રાચવું એ જ મારો સ્વભાવ છે, એ જ મારું સ્વરૂપ છે, મારો ગુણધર્મ છે, મારી ફરજ છે. મારા માટે એ જ સેવવા યોગ્ય, ભોગવવા યોગ્ય અને ઉપાસવા યોગ્ય છે. એ જ મારો વિશ્વાસપાત્ર, વફાદાર પરમ મિત્ર છે' - આવી દુર્બુદ્ધિને પણ મિથ્યાત્વ પેદા કરે છે. તે-તે વિજાતીય વ્યક્તિ, અનુકૂળ વસ્તુ આદિ મળવાની આશા, કલ્પના, સંકલ્પ વગેરેમાં સુખરૂપતાનું ભાન મહામિથ્યાત્વ કરાવે છે. મહામિથ્યાત્વનો ઉદય જ વિજાતીયની આકૃતિને ભૂલવાનું, તેના રાગને ભગાડવાનું કે તેને મેળવવાની આશાને ભૂંસવાનું કામ કરવા દેતો નથી. કારણ કે “મનમાં ભાસમાન તેવી વિજાતીય આકૃતિઓને ઉદેશીને થતો રાગ, તેને મેળવવાની આશા વગેરે જ સુખસાધન છે' - આવી દુર્બુદ્ધિને મિથ્યાત્વ પેદા કરે છે. વિશેષતા તો એ છે કે મિથ્યા આકૃતિ-રાગ-આશા વગેરેમાં જે સ્વત્વ-મમત્વ-સુંદરતા -સ્વકાર્યત્વ-સ્વભોગ્યત્વ-સ્વસ્વભાવત્વ-સ્વસ્વરૂપ~-“સ્વગુણધર્મ7-“સ્વસેવ્યત્વ-સ્વઉપાસ્યત્વ - સ્વમિત્રત્વ-સુખત્વ-સુખસાધન–ાદિ પ્રકારક પૂર્વોક્ત (જુઓ – પૃષ્ઠ ૬૦૫ થી ૬૦૮) ૩૫ પ્રકારની ૨૫ દુર્બુદ્ધિને મહામિથ્યાત્વ પેદા કરે છે, તે દઢ રુચિ-પ્રીતિથી ગર્ભિત હોય છે. તેથી તેને હટાવવાનું કામ આ ખૂબ મુશ્કેલ બની જાય છે. આ ખૂબ જ વિચિત્ર, ગંભીર અને નોંધપાત્ર બાબત છે.
જ સંસારનાટકમાં કેવળ પુગલ જ નાચે છે . (૭) ત્યાર પછી કર્તૃત્વશક્તિ શારીરિક આદિ સામર્થ્યનું અતિક્રમણ કરીને તથા મર્યાદાને છોડીને, બહારમાં કામભોગાદિ પ્રવૃત્તિમાં ઔદારિકાદિ પુદ્ગલોને તથા અંદરમાં નિર્લજ્જ પશુચેષ્ટાના ભાવમાં આ મનોવર્ગણાના પુદ્ગલોને પ્રવર્તાવે છે અને નચાવે છે. ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાંથી કેવલ પુદ્ગલો જ કર્મના લ આ નાટકમાં નાચી રહ્યા છે. આમથી તેમ સતત-સખત દોડધામ કરી રહ્યા છે.
(૮) પુદ્ગલના આ નાચમાં ભોસ્તૃત્વશક્તિ બહિરાત્માને મિથ્યા-ખોટી રતિનો આભાસિક અનુભવ હો. કરાવે છે. તેથી બહિરાત્મા તે રતિની મીઠાશને માણવામાં ખોટી થાય છે, ચોટી જાય છે.
(૯) આત્મસ્વભાવવિરોધી બળ સ્વરૂપ સહજમળ તેવી આભાસિક મિથ્યા રતિમાં તન્મયતા-લીનતા -મગ્નતાને લાવે છે.
(૧૦) કામદેવ તેવી આભાસિક મિથ્યાતિને વિશે આવેલી તન્મયતાને અન્યાય, અનાચાર, દુરાચાર, વ્યભિચાર વગેરે પ્રવૃત્તિ દ્વારા દીર્ઘ કાળ સુધી પૂરેપૂરી તાકાત લગાવીને સ્વચ્છંદપણે વધારે જ રાખે છે, લંબાવે જ રાખે છે.
મિથ્યાતિતન્મયતામાં તાદાભ્યબુદ્ધિને છોડીએ જ (૧૧) ઉપમિતિભવપ્રપંચા કથામાં તૃતીય પ્રસ્તાવમાં (પૃ.૯૪) વર્ણવેલ વિષયાભિલાષ મત્રીનું બીજું નામ ભોગતૃષ્ણા છે. તેના આદેશથી બહિરાત્મા = પુદ્ગલરસિકજીવ મિથ્યાતિની દીર્ઘકાલીન વર્ધમાન તન્મયતામાં સ્વરસથી સ્વૈચ્છિકપણે ભ્રાન્ત તાદાભ્ય-એકરૂપતા-એકાકારતા-એકરસતાને અનુભવે છે.
(૧૨) ઉપમિતિભવપ્રપંચા કથામાં મહામોહના શરીર તરીકે અવિદ્યારૂપી યષ્ટિ (= લાકડી) બતાવેલ છે. ઉપરોક્ત તાદાભ્યઅનુભૂતિના લીધે મહામોહની અવિદ્યાયષ્ટિરૂપ કાયા પ્રત્યેક અંગમાં = અંશમાં કામવાસના વગેરેના દાવાનળથી અત્યંત વ્યાપ્ત થાય છે. અવિદ્યાયષ્ટિ સર્વ અવયવોમાં વાસના દાવાનળથી ભડકે બળે છે.