Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬૨0
[અધ્યાત્મ અનુયોગ સહિત (૧૩) તેનાથી મહામોહનો દીકરો રાગકેસરી અત્યંત ખુશ થાય છે. નાટક પૂરબહારમાં આગળ વધે જ રાખે છે.
ના નાટકમાં આત્મા ભાગ ભજવે નહિ જ (૧૪) અતિપ્રાચીન કાળથી સંચિત કરેલા આશાતનાના મલિન અનુબંધો, બહિર્મુખદશા, કુસંસ્કાર વગેરે સ્વરૂપ મૂલ્ય ચૂકવવાથી આ અનાદિકાલીન સંસારનાટકના જુદા-જુદા વિભાગમાં પ્રવેશ મળે છે. વિવિધ પ્રકારે પ્રવર્તતા આ સંસારનાટકમાં બહિરાત્મા ભળી જાય છે, ઓતપ્રોત થઈ જાય છે. પરંતુ હું તો બહિરાત્મદશા વગેરેથી ભિન્ન છું. હું મારા ચૈતન્યસ્વરૂપમાં જ વિશ્રા છું. કેવળ, વિશુદ્ધવિજ્ઞાનસ્વભાવી આત્મા છું. તેથી હું નાટકને ભજવતો નથી. તેમાં ભળતો નથી. પરંતુ કેવળ અસંગ સાક્ષીભાવથી તેને જોઉં જ છું. હકીકતમાં આત્માનો સ્વભાવ કાંઈ કરવાનો નથી. પણ જે જ્યાં જેવું છે, તેને ત્યાં તે સ્વરૂપે જાણવાનો આત્મસ્વભાવ છે. તેથી આ દૃષ્ટિએ આત્મા ભવનાટકમાં સ્વયં કોઈ પણ ભાગ
ભજવતો નથી. કાયા, ઈન્દ્રિય, મન, કષાય, કામવાસના, કુવિકલ્પ વગેરે પરિણામો જ પલટાયે રાખે એ છે, જુદા-જુદો ભાગ (Role) ભજવે રાખે છે. તે પરિણામો અલગ-અલગ અવસ્થાને પામે રાખે છે.
હું તો શુદ્ધનયદષ્ટિથી ક્યારેય બદલાતી દશાને પામતો નથી. કારણ કે હું કેવળ શુદ્ધ જ્ઞાયકસ્વભાવીDી ચૈતન્યસ્વભાવી છું.” દ્વાáિશિકાપ્રકરણવ્યાખ્યામાં દર્શાવેલ આ તાત્ત્વિક-સત્ય હકીક્તનું તે સ્વરૂપે પોતાના a અંતઃકરણમાં સંવેદન (અનુભવ) કરવા માટે નિર્લેપભાવથી આત્માર્થી સાધક ભગવાને સતત પ્રયાસ
કરવો જરૂરી છે. આ રીતે આવો અનુભવ કરવો એ આત્માનો સ્વભાવ છે. દરેક સાધકે પોતાના 3. આ સ્વભાવમાં જ રહેવાનું છે. સાચી સમજણ મેળવવાની છે. તો જ પોતાનું સંસારનાટક વિરામ
પામે. આ ચૌદ મુદાને સારી રીતે સમજવાથી-અનુભવવાથી ચૌદ રાજલોકના છેડે સિદ્ધ ભગવંતોના શું પરિવારમાં ઝડપથી પ્રવેશ મળે. સાધક ભગવાન ખુદ સિદ્ધ ભગવાન બની જાય.
* સંસારનાટકને માત્ર જેનાર સાધક કર્મ ન બાંધે # જન્મ-જરા-મરણાદિમય, ઈષ્ટવિયોગ-અનિષ્ટસંયોગાદિમય અને વિભાવ-વિકલ્પાદિમય એવા સંસારનાટકની અંદર (૧) “હું” પણાની બુદ્ધિ, (૨) “મારા' પણાની બુદ્ધિ, (૩) સારાપણાની બુદ્ધિ, (૪) પોતાના કાર્ય તરીકેની બુદ્ધિ, અર્થાત્ “હું આ કાર્યનો કર્તા છું' - આવી કર્તુત્વબુદ્ધિ, (૫) “આ મારા માટે ભોગ્ય છે. હું તેનો ભોક્તા છું' - આવી સ્વભોગ્યત્વબુદ્ધિ કે ભોફ્તત્વબુદ્ધિ, (૬) “આ વાસના-લાલસા વગેરે જ મારો સ્વભાવ છે' - આવી મલિનબુદ્ધિ, (૭) “કષાયાદિ મારું મૂળભૂત સ્વરૂપ છે'- આવી દુર્મતિ, (૮) “કષાયાદિ મારા ગુણધર્મો છે' - આવી કુટિલ બુદ્ધિ, (૯) “ષાયાદિ જ મારે સેવવા યોગ્ય છે, આચરવા યોગ્ય છે' - આવી કુબુદ્ધિ, (૧૦) “કામદેવ જ મારે ઉપાસના કરવા લાયક છે' - આવી દુર્બુદ્ધિ, (૧૧) “વિષય-કષાય જ મારા પરમ મિત્ર છે' - આવી કુમતિ, (૧૨)
આ જ સાચું સુખ છે' - આવી સુખત્વબુદ્ધિ કે (૧૩) “આ જ સુખનું સાધન છે' - આવી સુખસાધન–બુદ્ધિ - આવી પૂર્વોક્ત ૩૫ પ્રકારની બુદ્ધિમાં આવતી તન્મયતા-એકરૂપતા-એકાકારતા એ મૂઢતા છે. એ મહામોહની પટરાણી છે. સાધક આવી મૂઢતાને છોડે છે. જે સાધક આવી મૂઢતાને છોડીને, સિદ્ધ ભગવંતની અદાથી કેવલ અસંગભાવથી ઔદયિકભાવમય સંસારનાટકને માત્ર જુએ જ છે, તેને નથી તો પાપ બંધાતું કે નથી તો ખેદ, ઉદ્વેગ, હર્ષ, શોક, આઘાત, પ્રત્યાઘાત વગેરે થતા. જેમ આકાશ મૂઢ (= મોહગ્રસ્ત)