Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬૧૨
[ અધ્યાત્મ અનુયોગ સહિત
પ્રકારની સતામણી છે. મહામોહની જોહુકમી છે. આવી ભૂલ અને અપરાધને વશ થઈને આ જીવ અનેક વખત મહામોહના વમળમાં ડૂબેલો છે.
શાસનપ્રભાવનાદિના રૂડા-રૂપાળા નામે બહિર્મુખતા ન પોષવી
તેથી છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકની સ્પર્શના કરવામાં અડચણ-અવરોધ પેદા કરનારી જુદી -જુદી બાહ્ય પ્રવૃત્તિની રુચિને છોડીને, દીક્ષિત સાધકે છઠ્ઠા-સાતમા ગુણઠાણાની કમ સે કમ એક વખત સ્પર્શના ક૨વાનું પોતાનું અંગત અને સાંપ્રતકાળે સૌથી મહાન કર્તવ્ય સૌપ્રથમ પાળવું જોઈએ. SAFETY FIRST. આમ ને આમ બાહ્ય પ્રવૃત્તિઓની આળ-પંપાળમાં, શાસનપ્રભાવનાદિના નામે વિભાવદશાને જ પોષવામાં, બહિર્મુખતાને તગડી કરવામાં આ ભવ પૂરો થઈ ન જાય તેની કાળજી રાખવી. પ્રત્યેક સંયમી માટે વર્તમાનકાળમાં તો આ સાવધાની ખૂબ જ જરૂરી છે. પરંતુ પોતાનો અધિકાર જોયા વગર, અંદરમાં ગ્રંથિભેદાદિનું કામ કર્યા વિના, દીક્ષા લઈને પહેલેથી જ, પ્રારંભના જ વર્ષોમાં ધર્મોપદેશ દેવાને વિશે પ્રયત્ન કરવાનો નથી. શ્રીબુદ્ધિસાગરસૂરિજી મહારાજે પણ મહાવીરગીતામાં જણાવેલ છે કે ‘પોતાના અધિકાર વિના કરાયેલો ધર્મ પોતાના આત્માની ઉન્નતિને પ્રકર્ષથી દેનારો ન થાય.' અરે ! કેવળજ્ઞાનીઓ પણ બધા જ કાંઈ ધર્મદેશના આપવાની પ્રવૃત્તિ કરતા નથી. પરંતુ કોઈક જ કેવળી, પોતાના અધિકાર મુજબ જ, વ્યાખ્યાનાદિ કરે છે. તો પછી જે છદ્મસ્થ હોય, ગ્રંથિભેદનું પ્રાથમિક કર્તવ્ય પણ જેણે અદા કરેલ ન હોય તેવા સાધુની તો શું વાત કરવી ? પ્રસ્તુતમાં યોગબિંદુની એક કારિકાનું ઊંડાણથી ચિંતન કરવા જેવું છે. ત્યાં કહેલ છે કે ‘અતીન્દ્રિય આત્માદિ પદાર્થોને સાક્ષાત્ કેવળજ્ઞાન-દર્શનસ્વરૂપ ચક્ષુથી જોઈને કોઈક જ સર્વજ્ઞ ભગવંત પોતાના અધિકાર મુજબ ધર્મદેશના આપવામાં પ્રવૃત્તિ કરે છે.' * આપણા આતમઘરને સાચવીએ
ધ્યા
#
આ
G
ઋષિભાષિતની પણ ગાથા અહીં યાદ કરવી. ત્યાં જણાવેલ છે કે પોતાનું ઘર (= આત્મા) ઢો સળગે છે (વિષય-કષાય-મિથ્યાત્વાદિથી). તો પારકા ઘર તરફ (આગ બૂઝાવવા માટે) કેમ દોડે છે? પોતાના સળગતા ઘરને ઠારીને પછી પારકા ઘર (= શ્રોતા) પાસે જા. પોતાના આત્મકલ્યાણને વિશે જાગ્રત થા. પરોપકાર માટે વિચાર ન કર. જે પરાર્થ માટે દોડે છે, તેનું આત્મકલ્યાણ હાનિ પામે છે.’ પંચકલ્પભાષ્યમાં પણ જણાવેલ છે કે પોતાના સળગતા ઘરને પ્રમાદથી જે નથી બૂઝવતો, તે માણસ બીજાના ઘરની આગને બૂઝાવવા માટે જ જાય છે - એ અંગે શ્રદ્ધા ન કરવી.' અર્થાત્ તેવા સ્થળે પરોપકારના નામ હેઠળ અહંકાર-મહત્ત્વાકાંક્ષા-કર્તૃત્વભાવ-બહિર્મુખતા વગેરેને જ પોષવાનું વલણ જીવનમાં કામ કરી રહ્યું હોય-આવી સંભાવના પ્રબળ છે. દા.ત. પોતાનાથી પ્રતિબોધ પામેલો મુમુક્ષુ બીજા પાસે દીક્ષા લે તો તેવા સ્થળે પોતાની પ્રસન્નતા ટકે છે કે નહિ ? તેના દ્વારા પોતાની પરોપકારભાવના પોકળ હતી કે પારમાર્થિક ? તેનો સાચો અંદાજ આવી શકે. આરાધનાપતાકા પયજ્ઞામાં શ્રીવીરભદ્રસૂરિજીએ પણ કહેલ છે કે ‘સળગતા પોતાના ઘરને પણ પ્રમાદથી જે બૂઝાવવાને ઈચ્છતો નથી, તે બીજાના ઘરની આગને બૂઝાવવાને ઈચ્છે છે - તેવી શ્રદ્ધા કઈ રીતે કરવી ?' આ વાતને યાદ કરીને ‘મિથ્યાત્વની આગથી સળગતા પોતાના આતમઘરને ઉપદેશકે સૌપ્રથમ ઠારવું જોઈએ' - એવો અહીં આશય છે. // જાતને ઉપદેશ આપવાની કળા કેળવીએ /
તે માટે સૌપ્રથમ પોતાના જ આત્માને પ્રતિબોધવો જોઈએ. બાકી સ્વયં જડ-મૂર્ખ થવાની સમસ્યા