Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬૧૬
[અધ્યાત્મ અનુયોગ સહિત તે ભાવનિર્ઝન્થ ન હોય. લોકોમાં પોતાનું મૂલ્યાંકન કરાવવાની કે બીજાનું મૂલ્યાંકન કરવાની લેશ પણ આવશ્યકતા નિર્ઝન્થ ભગવાનને હોતી નથી. કેમ કે બીજાને માપવાના બદલે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને પરિપૂર્ણપણે પામવાની જ પરિણતિ તેમનામાં વણાયેલી હોય છે. પોતાના સ્વાભવિક અનન્તાનંદમય શુદ્ધ આત્મદ્રવ્યમાં જ તે સદૈવ વિશ્રામ-આરામ કરતા હોય છે.
૦ ગુણવેરાગીને મોક્ષકામના પણ ન હોય છે અરે ! પોતાને અનુભવાતા આનંદમય આત્મદ્રવ્ય કરતાં મોક્ષ લેશ પણ ચઢિયાતો નથી - તેવું અંદરમાં પ્રતીત થવાથી તેમને મોક્ષની પણ ઈચ્છા થતી નથી. તેથી જ તેવા મહાત્માની દશાનું વર્ણન કરતાં શ્રી હેમચંદ્રસૂરિજીએ યોગશાસ્ત્રમાં જણાવેલ છે કે “મોક્ષ થાવ કે ન થાવ. મને તો ખરેખર તે પરમાનંદ અનુભવાય છે કે જેમાં તમામ સાંસારિક સુખો બિલકુલ નગણ્ય લાગે છે, તુચ્છ લાગે છે.” અધ્યાત્મસારમાં પણ જણાવેલ છે કે “હૃદયમાં મોક્ષને વિશે પણ આસક્તિ હોતી નથી. તેમનું સદનુષ્ઠાન
પણ અસંગ બને છે. ગુણવૈરાગ્યવાળા પુરુષની આ દશા સહજાનંદ સાગરના જ્ઞાનતરંગોથી વણાયેલી એ હોય છે. યોગશતકમાં શ્રીહરિભદ્રસૂરિજીએ ઉત્કૃષ્ટ સાધકદશાનું વર્ણન કરતા જણાવેલ છે કે “સાધક ,, સંસારમાં કે મોક્ષમાં બંધાયેલો-આસક્ત હોતો નથી.” યોગશતકવૃત્તિમાં પણ ઉદ્ધરણરૂપે જણાવેલ છે કે Lી ‘નિર્મળ આશયવાળા આ સાધક મોક્ષમાં કે સંસારમાં સર્વત્ર સ્પૃહા વગરના છે.” મોક્ષ વગેરે શુદ્ધ પર્યાયની પણ આટલી બધી ગૌણતા શુદ્ધદ્રવ્યદૃષ્ટિની આત્મલક્ષી પરિણતિમાં સહજપણે થઈ જાય છે.
* શુદ્ધ સામાચિકચારિત્રની ઓળખાણ * એ અસંગદશાવાળા ભાવનિર્ઝન્થને જેમ મોક્ષ અને સંસાર બન્નેમાં સમ દૃષ્ટિ હોય છે, તેમ વ્યવહારની
અંદર શાસ્ત્રવિહિત અને શાસ્ત્રનિષિદ્ધ બાબતમાં પણ સમ દૃષ્ટિ જ તેમને હોય છે. તે રીતે તેમનું છે સામાયિકચારિત્ર સંપૂર્ણપણે શુદ્ધ થાય છે. પ્રસ્તુતમાં યોગશતક ગ્રંથની ગાથાનું અનુસંધાન કરવું. ત્યાં થી શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “શાસનનિષિદ્ધ વિષયો પ્રત્યે દ્વેષ હોય અને શાસ્ત્રવિહિત બાબતમાં a! કાંઈક રાગ હોય તો પણ સામાયિક અશુદ્ધ થાય છે. શુદ્ધ સામાયિક તો શાસ્ત્રનિષિદ્ધ – શાસ્ત્રવિહિત બન્નેય વિશે સમદષ્ટિ હોય તો જ સંભવે.'
શુભાશુભ રાગાદિમાં રવત્વ-મમત્વબુદ્ધિને ન કરીએ . શાસ્ત્રવિહિત અનુષ્ઠાન પ્રત્યે પણ રાગ કરવાથી જીવ પુણ્યકર્મથી બંધાય છે, પરંતુ કર્મથી છૂટતો નથી. તેથી તે જીવને સ્વર્ગનો લાભ થવા છતાં મોક્ષનો લાભ સંભવતો નથી. આ જ અભિપ્રાયથી અધ્યાત્મસારમાં મહોપાધ્યાયજી મહારાજે જણાવેલ છે કે “પ્રતિક્રમણાદિ આવશ્યક અનુષ્ઠાન વગેરેના રાગથી તથા જિનવાણીના વાત્સલ્યથી જીવ સ્વર્ગના સુખોને પામે છે. પરંતુ પરમપદને = મોક્ષને પામતો નથી.” અહીં કહેવાનો આશય એ છે કે પ્રશસ્ત એવા રાગાદિ પરિણામોમાં ‘હું પણાની બુદ્ધિ કે મારાપણાની બુદ્ધિ કરવાથી રાગાદિ વિભાવપરિણામોમાંથી મુક્તિ મળવી સહેલી નથી જ, શક્ય નથી જ. તો પછી અપ્રશસ્ત રાગાદિ પરિણામોમાં “હું” પણાની-મારાપણાની-સારાપણાની બુદ્ધિ કરવાથી તો અજ્ઞાની જીવની શી હાલત થાય? અહીં અધ્યાત્મસારનો એક શ્લોક યાદ કરવો. ત્યાં શ્રીમહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “કર્મજન્ય રાગાદિ વિકૃતિને જ પોતાના આત્મામાં ‘હું રાગ-દ્વેષી-ક્રોધી-કામી...' વગેરે સ્વરૂપે આરોપિત કરે તેવા જીવો સમ્યજ્ઞાનથી ભ્રષ્ટ થઈને ભયંકર ભવસાગરમાં ભટકે છે.” તેથી