Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬૧૪
[ અધ્યાત્મ અનુયોગ સહિત હમ ધાર્મિક દાંભિકતાનો આંચળો ન ઓઢીએ આ રીતે સ્વગીતાર્થતા અને પરગીતાર્થતા મળી જાય તો પણ વ્યાખ્યાનાદિમાં તરત જોડાવાનું નથી. પરંતુ સૌપ્રથમ તો પોતાના મનને નિષ્કલંક-નિર્મળ કરવાનું છે. તેથી જ મહાનિશીથમાં જણાવેલ છે કે “સર્વભાવથી અને સર્વ પ્રકારે ગીતાર્થ થવું જોઈએ. (મતલબ કે પૂર્વોક્ત સ્વગીતાર્થતા અને પરગીતાર્થતા ઉત્કૃષ્ટ પ્રકારે મેળવવી. તથા ગીતાર્થ થઈને પણ સૌપ્રથમ) મુખ્ય કામ તો પોતાના મનને સુવિશુદ્ધ, સુનિર્મળ, વિમલ, નિઃશલ્ય અને ક્લેશશૂન્ય બનાવવું તે છે.” તથા યોગસારની એક વાત પણ અહીં યાદ કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “પોતાના ચિત્તને સ્ફટિક જેવું નિર્મળ કરવું - એ જ તો જિનેશ્વરોની આજ્ઞા છે. પરંતુ શાસ્ત્રોને ભણીને પરોપદેશ, પરહિત, પ્રવચનપ્રભાવના વગેરે રૂપાળા નામોના બહાને ધાર્મિક દાંભિકતાનો આંચળો તો ન જ ઓઢવો. ઉચિત અને આવશ્યક એવી શાસનપ્રભાવનાદિ પ્રવૃત્તિ કરવાના સમયે પણ શરીરાદિથી અલગ પોતાના અક્ષય, અકલંકિત, સ–ચિત્ આનંદમય સ્વરૂપનું અનુસંધાન દઢ રહે તે વાત પોતાના માટે સૌથી વધારે મહત્ત્વની છે.
દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે;
અક્ષય અકલંક છે જીવનું જ્ઞાન આનંદ સ્વરૂપ રે.” [અમૃતવેલની સઝાય-૨૪] - ઉપરોક્ત વાતનું અનુસંધાન ત્યારે ટકી રહે તો શુભ અનુબંધ પડે. બાકી અશુભ અનુબંધ પડતાં (ન વાર ન લાગે. તેવું થાય તો તો બીજાનું હિત કરવા જતાં પોતાનું જ અહિત થઈ જાય. પોતાનું હિત
છોડીને બીજા ઉપર ઉપકાર કરવાની તો જિનેશ્વર ભગવંતે ના પાડી છે. આ અંગે મહાનિશીથસૂત્રમાં આ વજાચાર્યના ઉદાહરણમાં જણાવેલ છે કે “સૌપ્રથમ આત્મહિત કરવું. જો શક્ય હોય તો પરહિત પણ ત કરવું. પરંતુ આત્મહિત અને પરહિત આ બેમાં (એક જ કરવું જો શક્ય હોય તો) આત્મહિત જ કરવું.”
* ક્ષાવિકભાવવર્તી સર્વોત્કૃષ્ટ પરોપકાર કરે ; થી આ સૈદ્ધાત્તિક વાત અત્યંત યોગ્ય જ છે. કારણ કે સ્વહિતને છોડીને તરછોડીને-બગાડીને પરોપકાર a કરવો એ ઔદયિકભાવસ્વરૂપ છે. ઔદયિક ભાવમાં વર્તતો જીવ જઘન્ય કક્ષાનો જ પરોપકાર કરી
શકે. સ્વપરિણતિની નિર્મળતાને સાચવીને, સ્વહિત સાધીને યથાયોગ્ય પરોપકાર કરવો તે ક્ષાયોપથમિક ભાવ છે. ક્ષાયોપથમિક ભાવમાં વર્તતો જીવ મધ્યમ કક્ષાનો પરોપકાર કરી શકે છે. પરંતુ સર્વોત્કૃષ્ટ પરોપકાર કરવાનું અમોઘ સામર્થ્ય તો ક્ષાયિક ભાવમાં વર્તતા જીવ પાસે જ હોય છે. આથી જ તો યોગદૃષ્ટિ સમુચ્ચયમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “હવે સર્વ દોષોનો ક્ષય કરીને સર્વજ્ઞ બનેલા યોગી સર્વ લબ્ધિફળથી સંપન્ન હોય છે. તેથી તેઓ સર્વોત્કૃષ્ટ પરોપકારનું સંપાદન કરીને યોગના અંતને પામે છે. તેથી ક્ષાયિક ભાવનો લાભ થાય તે લક્ષે ક્ષાયોપથમિક ગુણવૈભવ જરૂર મેળવવો. પરંતુ ક્ષાયોપથમિક ગુણો ઉપર મદાર ન બાંધવો. તેના ઉપર મુસ્તાક ન બનવું. કારણ કે તે (૧) ઔપાધિક છે, (૨) અપૂર્ણ છે, (૩) કાંઈક અંશે અશુદ્ધ છે, (૪) આવનારા ભવોમાં શરણભૂત નથી અને (૫) નશ્વર છે. તેથી ભરોસાપાત્ર નથી. મળેલા-મેળવેલા ક્ષાયોપથમિક ગુણ, શક્તિ, લબ્ધિ, સિદ્ધિ વગેરેનું પ્રદર્શન કરવામાં વ્યગ્ર બનીને, અટવાઈને ઔદયિક ભાવધારામાં ભટકવું નહિ, ભૂલા પડવું નહિ. પરંતુ મળેલા ક્ષાયોપથમિક ગુણ, શક્તિ વગેરેને વિશે ઉદાસીનતા કેળવીને ક્ષાયિક ગુણવિભૂતિનું ઉપાર્જન કરવા માટે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં ગળાડૂબ રહેવું, લીન રહેવું.