Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧૬/૭)]
૬૧૩
સર્જાય. આ અંગે આત્માવબોધ કુલકમાં જણાવેલ છે કે ‘કેટલાક લોકો પોતાની જાતને સમજાવતા નથી અને બીજાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તે પણ જડ છે.' યોગસારની પણ એક કારિકા અહીં ભૂલવી નહિ. ત્યાં જણાવેલ છે કે ‘ઉપદેશ વગેરે દ્વારા બીજાને કોઈ પણ રીતે કાંઈક ધર્મક્રિયા વગેરે કરાવી શકાય છે. પરંતુ પોતાના આત્માને સ્વહિતમાં જોડવો એ તો મુનિઓના ઈન્દ્ર (આચાર્યાદિ !) માટે પણ દુષ્કર છે.' ખરેખર સ્વજાતને સમજાવવી અઘરી છે. પરંતુ સ્વજાતને સમજાવવાનો-સુધા૨વાનો ભાવ મુખ્ય રાખીએ તો જ વૃત્તિ-પરિણતિ અન્તર્મુખી થાય. બીજાને સમજાવવાનો ભાવ મુખ્ય રાખવામાં તો પરિણતિ બહિર્મુખી જ થાય ને ! આ વાત ધર્મોપદેશકે ગંભીરતાથી વિચારવી.
ક સામાયિકની યથાર્થ ઓળખાણ
તથા છઠ્ઠા-સાતમા ગુણઠાણાને સ્પર્શવાની, તેમાં ટકી રહેવાની આત્મદશા પરિપક્વ બને પછી શાસનપ્રભાવના, સંઘસેવા, ગચ્છસંચાલન, સમુદાયવ્યવસ્થા વગેરે આવશ્યક પ્રવૃત્તિ પોતાની વર્તમાન ભૂમિકાને ઉચિત હોય તે રીતે, પોતાની શક્તિ, પુણ્ય, સંયોગ વગેરે મુજબ, અવશ્ય ભાવનાજ્ઞાનીએ કરવી જ જોઈએ. ભાવનાજ્ઞાની નિગ્રંથ અનાસક્ત ચિત્તથી આવી ઉચિત પ્રવૃત્તિ કરે છે. કારણ કે સામાયિકચારિત્રની પરિણતિમાં ઉચિતપ્રવૃત્તિ પ્રધાન છે. આ અંગે શ્રીહરિભદ્રસૂરિજીએ પંચાશકજીમાં વા જણાવેલ છે કે ‘તૃણ હોય કે સુવર્ણ, શત્રુ હોય કે મિત્ર - તેને વિશે સમભાવ તે જ સામાયિક છે. સામાયિક એટલે અનાસક્ત ચિત્ત અને ઉચિતપ્રવૃત્તિપ્રધાન ચિત્ત'. પ્રસ્તુતમાં અન્ય બે ગ્રંથોના વચનોને પણ નજર સામે રાખવા. (૧) ધર્મબિંદુમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે ‘ઉચિત અનુષ્ઠાન જ કર્મક્ષયનું ઉત્કૃષ્ટ કારણ છે.’ તથા (૨) વૈરાગ્યકલ્પલતામાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે ‘ભાવનાજ્ઞાનથી સર્વત્ર હિતાર્થિતા પ્રગટે છે.’ તેથી પોતાના વાસ્તવિક અધિકાર મુજબ, જરૂરી વ્યાખ્યાનાદિ ઉચિત બાહ્ય પ્રવૃત્તિ કરીને પરહિત કરવું. ટૂંકમાં, પ્રસ્તુતમાં તાત્પર્ય એ છે કે ઓપરેશનયોગ્ય યો દર્દીનું ઓપરેશન સર્જન ડૉક્ટર કરુણાથી કરે તો તે ધન્યવાદપાત્ર છે. પરંતુ સામાન્ય માણસ કરુણા બુદ્ધિથી પણ ઓપરેશન કરે તો તે ઠપકાપાત્ર જ બને. અધિકારબાહ્ય પ્રવૃત્તિ નુકસાન જ કરે.
મ
૧૮ ૩૮ પ્રકારના સૂત્રોનો અભ્યાસ કરીએ આ
અધિકા૨ મુજબ વ્યાખ્યાનાદિ કરવા માટે સૌપ્રથમ નિશીથભાષ્ય, બૃહત્કલ્પભાષ્ય, ધર્મરત્નપ્રકરણ, ઉપદેશરહસ્ય વગેરે ગ્રંથોમાં દર્શાવેલ (૧) વિધિસૂત્ર, (૨) નિષેધસૂત્ર, (૩) ઉદ્યમસૂત્ર, (૪) ભાગ્યઅધિકારસૂત્ર, (૫) ઉદ્યમ-ભાગ્ય બન્નેના અધિકારવાળા સૂત્ર, (૬) ઉત્સર્ગ-ઉત્સર્ગસૂત્ર, (૭) ઉત્સર્ગસૂત્ર, (૮) ઉત્સર્ગ-અપવાદસૂત્ર, (૯) અપવાદ-ઉત્સર્ગસૂત્ર, (૧૦) અપવાદસૂત્ર, (૧૧) અપવાદ -અપવાદ સૂત્ર, (૧૨) ભયસૂત્ર, (૧૩) વર્ણનસૂત્ર, (૧૪) સંજ્ઞાસૂત્ર, (૧૫) સ્વસમયસૂત્ર, (૧૬) પરસમયસૂત્ર, (૧૭) સ્વસમય-પ૨સમયવક્તવ્યતાસૂત્ર, (૧૮) જિનકલ્પિકસૂત્ર, (૧૯) સ્થવિરકલ્પિક સૂત્ર, (૨૦) જિનકલ્પિક-સ્થવિરકલ્પિક સૂત્ર, (૨૧), શ્રમણસૂત્ર, (૨૨) શ્રમણીસૂત્ર, (૨૩) શ્રમણ -શ્રમણીસૂત્ર, (૨૪) કાલસૂત્ર, (૨૫) નિશ્ચયસૂત્ર, (૨૬) વ્યવહારસૂત્ર, (૨૭) જ્ઞાનનયસૂત્ર, (૨૮) ક્રિયાનયસૂત્ર, (૨૯) ગૃહસ્થ અધિકારસૂત્ર, (૩૦) નિક્ષેપસૂત્ર, (૩૧) પ્રમાણસૂત્ર, (૩૨) કારકસૂત્ર, (૩૩) પ્રકરણસૂત્ર, (૩૪) દેશીભાષાનિયતસૂત્ર, (૩૫) કાલસૂત્ર, (૩૬) એકવચનસૂત્ર, (૩૭) દ્વિવચનસૂત્ર, (૩૮) બહુવચનસૂત્ર વગેરેનો પૂરેપૂરો સારી રીતે અભ્યાસ કરવો જોઈએ.