Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-૫યાયનો રાસ + ટબો (૧૬/૭)]
૫૮૭ અનુસંધાન ટકે ત્યારે ઉપર જણાવેલ પક્ષપાતપૂર્વક-ઉપાદેયબુદ્ધિપૂર્વક વિષયવાસનાનો આવેગ વગેરે પાંચેય મલિન પર્યાયો સ્વયમેવ ખરી પડે છે, પાછા ફરે છે. ત્યારે મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી ચાર કષાય - આ પાંચેયના સાનુબંધ ક્ષયોપશમનો પ્રારંભ થાય છે. આવી “ક્ષયોપશમ લબ્ધિ” ત્યારે પ્રગટે છે. ત્યારે સત્તામાં રહેલા કર્મોના રસસ્પર્ધકોની પ્રતિસમય અનંતગુણ હીન ઉદીરણા થાય છે. તેના કારણે જ્ઞાનાવરણાદિ અશુભ કર્મોનો રસ ઘટે છે, તૂટે છે. તેના પ્રભાવે તત્ત્વવિચારણા થાય તેવો જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષયોપશમ થાય છે. આ રીતે સાધક કષાય-મિથ્યાત્વને મંદ કરે છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી ચાર કષાય - આ પાંચેયની તાકાત સાવ ભાંગી પડે છે.
(૨) પ્રશતલધિના પ્રભાવને પિછાણીએ . ક્ષયોપશમલબ્ધિ પ્રગટ થયા પછી જ “પ્રશસ્તલબ્ધિ' પ્રગટે છે. તેનું બીજું નામ “વિશુદ્ધિલબ્ધિ છે. તેના પ્રભાવથી સાધક ભગવાનમાં સંક્લેશની હાનિ થાય છે. વિશુદ્ધિ વધે છે. શાતાવેદનીયાદિ પુણ્યના બંધમાં નિમિત્ત બનનારા શુભ પરિણામો સાનુબંધ બને છે. સંસાર પ્રત્યે સાચા અર્થમાં વૈરાગ્ય પ્રગટે રસ છે. આત્મતત્ત્વવિચાર, આત્મરુચિ વગેરે પ્રાપ્ત થાય છે. તેના બળથી સાધકનું અંતઃકરણ (૧) પવિત્ર, , (૨) પ્રશાંત, (૩) પ્રજ્ઞાપનીય (= બીજા દ્વારા સાચી સમજણ મેળવવા માટે સમર્થ), (૪) પ્રશસ્ત . લેશ્યાવાળું, (૫) ઋજુ = સરળ, (૬) આદ્ર, (૭) અન્તર્મુખ, (૮) મૈત્રી વગેરે ભાવોથી પરિપૂર્ણ, CH (૯) સંતોષ-પૈર્ય-ગાંભીર્યાદિ ગુણોથી યુક્ત, (૧૦) ગુણોની ઓળખ-પરખ કરનારું, (૧૧) તારક તત્ત્વ પ્રત્યે બહુમાન ભાવથી છલકાતું, (૧૨) ભદ્રપરિણામી, (૧૩) વિનમ્ર, (૧૪) વિરક્ત અને (૧૫) એ વિમલ બને છે. ક્ષયોપશમલબ્ધિ પછી જ આવનારા પ્રશસ્ત ભાવોને તાત્ત્વિક સમજવા. ક્ષયોપશમલબ્ધિ ત. વિના, કષાયના હૃાસ વિના, બાહ્ય નિમિત્તને આશ્રયીને આવતા શુભ એવા પણ ભાવો પરમાર્થથી છે આત્મહિતકારી નથી હોતા. કેમ કે તીવ્ર કષાયવાળા જીવ પાસે પરિણામવિશુદ્ધિ જ હોતી નથી. આ ત્ય વાત ખાસ ખ્યાલમાં રાખવી. “પરિણામવિશુદ્ધિ મંદકષાયવાળા જીવની પાસે હોય છે... -આ પ્રમાણે છે શ્રી વીરભદ્રસૂરિજીએ આરાધનાપતાકામાં જે જણાવેલ છે, તે વાતનું અહીં અનુસંધાન કરવું. કષાય કરવાની પાત્રતા પ્રબળ હોય, ત્યાં સુધી નિશ્ચયનયનો બોધ શુષ્કજ્ઞાનસ્વરૂપે પરિણમે છે. તથા પોતાના નિર્મલ આત્મસ્વરૂપને પ્રગટ કરવાની રુચિ-પ્યાસ-તડપન ન હોય ત્યાં સુધી ઉગ્ર તપશ્ચર્યા વગેરે કરનાર જીવ પ્રાયઃ ક્રિયાજડ બને છે. તેથી મુમુક્ષુએ ક્ષયોપશમલબ્ધિ અને પ્રશસ્તલબ્ધિ મેળવવા પ્રયત્ન કરવો.
# (૩) દેશના શ્રવણલબ્ધિની ફલશ્રુતિ 8 પ્રશસ્તલબ્ધિ' પછી વિરક્ત, પ્રશાંત, ગંભીર, ગીતાર્થ એવા ગુરુદેવનો પૂર્વોક્ત (૧૫/૧/૧) અવંચકયોગથી જે સમાગમ થાય, તે તાત્ત્વિક “શુભગુરુયોગ' સમજવો. (“જય વિયરાય' સૂત્રમાં “સુહગુરુજોગોશબ્દથી આ અભિપ્રેત છે – તેમ સમજવું.) તેવો સદ્ગુરુસમાગમ થતાં ગુરુના આત્મજ્ઞાનગર્ભિત એવા વૈરાગ્યાદિ ગુણની તાત્ત્વિક ઓળખ અને પરખ થવાના કારણે ગુરુ પ્રત્યે સમર્પણ-શરણાગતિ -શ્રદ્ધા વગેરે ભાવો સાધકના અંતરમાં ઝળહળે છે. વક્તા અંતઃકરણના કેન્દ્રમાંથી બોલે તથા શ્રોતા ગુરુવાણીને (ઉપલક મનથી નહિ પણ) અંતરથી ઝીલે. આ રીતે વક્તા-શ્રોતાના મિલનથી પ્રીતિયોગ જન્મે છે. તેના બળથી ગુરુવાણીને પરિણાવવાની યોગ્યતા સાધકમાં પ્રગટે છે, ઝડપથી વિકસે છે. આ જ