Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૫૯૮
[ અધ્યાત્મ અનુયોગ સહિત પણ જૈન છીએ, જિનેશ્વરના અનુયાયી છીએ. જિનેશ્વરના સાધનામાર્ગે ચાલવાનો જેને ઉમળકો ન જાગે તેને જૈન કહેવડાવવાનો અધિકાર કઈ રીતે મળે ?” આ અંગે ઊંડી મીમાંસા કરવી. આ બે વિચારણાના લીધે “આ કરું. તે કરું. પેલુ કરું. શું કરું ?” - ઈત્યાદિ કર્તુત્વભાવના વળગાડમાંથી છૂટીને “હું મારામાં કરું, મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં કરું. પરમ નિર્વિકાર, શાશ્વત શાંતરસમય, સહજ સમાધિમય, અનંતાનંદમય નિજસ્વરૂપમાં હું કરું - આવી નિજસ્વભાવમાં મગ્નતા-સ્થિરતા-રમણતા-લીનતા માટેનો ઉત્સાહ-ઉમંગ -તલસાટ-તરવરાટ પ્રગટે અને બાહ્ય વિષયોમાંથી શરીર-ઈન્દ્રિય-મન-ઉપયોગ-રુચિ-પરિણતિ સ્વરસથી નિવૃત્ત થાય. આ રીતે પોતાનો ઉપયોગ આત્મસ્વરૂપમાં દઢપણે વિશ્રાન્ત થાય, સ્થિર થાય, મગ્ન થાય.
(6) પાપકરણનિયમ-વૃત્તિસંક્ષયને આત્મસાત્ કરીએ લઈ આ અવસ્થામાં પાપસ્થાનકોમાં પ્રવૃત્તિ ન કરવાનો નિયમ = અકરણનિયમ પ્રકૃષ્ટ બને છે. દેડકાની રાખ થયા પછી તેમાંથી ફરીથી દેડકો ઉત્પન્ન થઈ ન શકે તે દાંતથી ફરી ક્યારેય કર્મવૃત્તિઓ ઉદ્દભવે
નહિ, તે રીતે આ અવસ્થામાં પારમાર્થિક વૃત્તિસંક્ષયની સૌપ્રથમ શરૂઆત થાય છે. આ જ અભિપ્રાયથી અ યોગબિંદુમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “દેડકાની ભસ્મ થવાના ઉદાહરણથી આત્મામાં કર્મનો સા સંબંધ થવાની યોગ્યતાનો અત્યંત ઉચ્છેદ થવાથી મહામુનિ કર્મવૃત્તિબીજને બાળીને ત્યાર બાદ આત્મકલ્યાણને
મેળવે છે.” “આત્મામાં કર્મનો સંબંધ થવાની યોગ્યતાની નિવૃત્તિ એ વૃત્તિસંક્ષય કહેવાય' - આવું (df પાતંજલયોગસૂત્રવિવરણમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે. ખરેખર આવી ઉન્નત -ઉમદા-ઉદાત્ત આત્મદશા ત્યારે પ્રગટે છે.
એક ધ્યાનાદિ દ્વારા નિવૃત્તિને સાધીએ નાકતું ત્યાર બાદ અવાર-નવાર મહોત્સવાદિની હારમાળા, બિનજરૂરી લાંબા-લાંબા વિહાર, પત્રાચાર, સો વાણીવિલાસ, વાગુઆડંબર, નવા-નવા ગૃહસ્થોનો પરિચય, વિજાતીય સંયમીઓનો સતત સંપર્ક વગેરે
પ્રવૃત્તિમાં આત્માર્થી નિર્ગસ્થ સ્વરસથી જોડાય નહિ કે તેવી પ્રવૃત્તિઓની સામે ચાલીને ઉદીરણા ક્યારેય છે. ન કરે. કારણ કે તેવી પ્રવૃત્તિઓ આત્મા-સંવર-નિર્જરા વગેરે તત્ત્વમાં ઉપાદેયપણાનું કે અજીવ-આશ્રવ
-બંધાદિ તત્ત્વમાં હેયપણાનું સંવેદન કરવાની ક્ષમતાને અવરોધે છે. બાહ્ય પ્રવૃત્તિઓનો બોજો વધવાથી હૃદયની આદ્રતા, ભદ્રકતા, નિખાલસતા, કોમળતા, સરળતા, સમતા, સંવેદનશીલતા, અન્તર્મુખતા, ઔચિત્ય વગેરે પ્રાય હણાય છે. પ્રશસ્ત એવી પણ શાસનપ્રભાવના વગેરે પ્રવૃત્તિઓ જો સતત ચાલુ ને ચાલુ જ રહે તો પોતાના શુદ્ધ ચેતન દ્રવ્યમાં દૃષ્ટિને-ઉપયોગને સ્થાપિત કરવાની રુચિને જગાડવાની-જોડવાની-ટકાવવાની -વધારવાની બાબતમાં, વર્ષોલ્લાસાદિ પ્રાયઃ ઉછળતા નથી. કેમ કે તેવી પ્રવૃત્તિનો વળગાડ તેવા વીર્યોલ્લાસ વગેરેને હણે છે, દબાવે છે, આવરે છે. તેથી તેવી બાહ્ય પ્રવૃત્તિનો વળગાડ છોડી આત્મવિશુદ્ધિના લક્ષ્યથી આવશ્યક ચારિત્રાચારાદિને પાળી, સંવેદનશીલ હૃદયથી આપણા પરમધ્યેય એવા પરમાત્માની પ્રતિમા વગેરેનું આલંબન લઈને પોતાના શુદ્ધ પરમાત્મસ્વરૂપની પરમ ભક્તિ-ઉપાસના કરવી જોઈએ. પોતાના શુદ્ધ પરમાત્મસ્વરૂપને ઉછળતા ઉલ્લાસ-ઉમંગથી ભજીને આત્માર્થી સાધકે પોતાના અંતઃકરણને શાંત-નીરવ -નિર્વિકલ્પ-નિર્વિચાર-નિસ્તરંગ-પ્લેયગુણમય કરવા માટે નિજશુદ્ધ પરમાત્મતત્ત્વનું ધ્યાન, સહજ સમાધિ, કાયોત્સર્ગ વગેરે નિવૃત્તિપ્રધાન સદનુષ્ઠાનનો = સાધનાનો સારી રીતે અભ્યાસ કરવો.