Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬૦૦
[ અધ્યાત્મ અનુયોગ સહિત
તત્ત્વસંવેદનજ્ઞાન-ભાવનાજ્ઞાન મેળવીએ
અષ્ટકપ્રકરણમાં શ્રીહરિભદ્રસૂરિજીએ દર્શાવેલ આત્મપરિણતિવાળું જ્ઞાન ત્યારે તત્ત્વસંવેદન-જ્ઞાનરૂપે પરિણમે છે. ષોડશક પ્રકરણમાં દર્શાવેલ ચિંતામય જ્ઞાન હવે ભાવનામય જ્ઞાન સ્વરૂપે શીઘ્રતાથી પરિણમે છે. યોગબિંદુ, દ્વાત્રિંશિકા પ્રકરણ, અધ્યાત્મસાર વગેરે ગ્રંથોમાં વર્ણવેલું, તત્ત્વસંવેદનજ્ઞાનથી વણાયેલું અનુબંધશુદ્ધ અનુષ્ઠાન પરમાર્થથી આ દશામાં સિદ્ધ થાય છે. તેનાથી મૂળમાંથી દોષો ઉખડે છે. દેડકાની રાખ થાય તેમ દોષો અહીં પ્રચુર પ્રમાણમાં ભસ્મીભૂત થતા જાય છે. કેમ કે ગુણ-દોષ અંગે લાભ -નુકસાનની વિચારણા, આત્મશુદ્ધિનું પ્રબળ પ્રણિધાન તથા જયણા, વિધિ વગેરેથી યુક્ત દઢપ્રવૃત્તિ વગેરે ત્યારે ત્યાં હાજર હોય છે.
# થોડોક ધર્મપુરુષાર્થ કરીને અટકીએ નહિ *
ઉપરોક્ત સઘળી પ્રક્રિયાના પ્રભાવે જ ધ્યાનાદિ પૂર્ણ થયા બાદ પણ સર્વત્ર સતત પોતાના શુદ્ધ સ્વરૂપનું અનુસંધાન અખંડપણે ટકી રહે છે. જો ઉપરોક્ત રીતે મોક્ષમાર્ગે સાધક આગળ ન વધ્યો હોય એ તો પોતાના સ્વરૂપની ખંડશઃ ઉપાસના કરવા સ્વરૂપ ત્રુટક-ત્રુટક ધર્મપુરુષાર્થ થાય. પરંતુ અખંડપણે અને પરિપૂર્ણપણે મોક્ષપુરુષાર્થ ન થાય. ત્રુટક-ત્રુટક અને છુટક-છુટક ધર્મપુરુષાર્થ કરવાના બળથી આપણું મુખ્ય {}} કાર્ય સિદ્ધ ન થાય, સમગ્રપણે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ ન થાય. પૂર્વે અનેક વાર આ જીવ થોડોક ( ધર્મપુરુષાર્થ કરીને પણ થાકી ગયો. થોડી સાધના કરીને ‘મેં ઘણી સાધના કરી' - આવી ભ્રાન્તિથી જીવ સાધનામાર્ગથી પાછો વળી ગયો. તથા ફરીથી રાગાદિ વિભાવ પરિણામોમાં મૂઢ બનીને, જન્મ અ -રોગ-ઘડપણ-મોત-દુર્ગતિ વગેરે અનેક પ્રકારના ભયાનક ઉપદ્રવોથી રૌદ્ર બનેલા ભવવનમાં ઘણું ભટકેલ
છે. ગ્રંથિદેશ પાસે આવીને પણ આ જીવ ઢીલો પડી ગયો અને મોહદશામાં અટવાઈને રાગાદિગ્રંથિનો
ભેદ કરવાને બદલે ગ્રંથિને મજબૂત કરી બેઠો. આ રીતે ભવસાગરના કિનારે આવેલા જીવને પણ મોહના ઢો મોજા તાણીને ભવસાગરમાં ડૂબાડી દે છે. આ ભવમાં ફરીથી આવું ન બની જાય તે માટે આત્માર્થીએ સાવધાન રહેવું. પ્રભુપ્રસાદથી હવે ઝડપથી અખંડ-પરિપૂર્ણ મોક્ષપુરુષાર્થનું મંગલાચરણ કરીએ. * ભિક્ષાટનાદિ કાળે પણ આત્મધ્યાન અવ્યાહત
ol
ભાવનિર્ઝન્થને તો તથાવિધ આત્મસ્વરૂપનું અનુસંધાન સતત સર્વત્ર ટકે છે. તેના બળથી જ ભિક્ષાટનાદિ કાળે પણ તેમનું આત્મધ્યાન અવ્યાહત-અખંડ જ વર્તતું હોય છે. આ જ અભિપ્રાયથી અધ્યાત્મસારમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે રસવૃદ્ધિથી કે દેહઆસક્તિથી નહિ પરંતુ માત્ર શરીરનો નિર્વાહ કરવા માટે આત્મજ્ઞાનીની ભિક્ષાટનાદિ જે કોઈ પણ ક્રિયા પ્રવર્તતી હોય તે અસંગભાવથી - અનાસક્તિથી પ્રવર્તતી હોવાથી ધ્યાનનો વ્યાઘાત ન જ કરે.' તથા ‘કોઈ
–
તેવી ક્રિયા (સાધુ જીવનમાં) નથી કે જેનાથી સાધુને ધ્યાન ન થાય' આ મુજબ આવશ્યકનિર્યુક્તિ વ્યાખ્યામાં ધ્યાનશતકનું વિવરણ કરતાં શ્રીહરિભદ્રસૂરિજીએ જે જણાવેલ છે, તેનું પણ પ્રસ્તુતમાં અનુસંધાન કરવું.
-
* અપૂર્વ અનુપ્રેક્ષાના પ્રકાશનમાં ન અટવાઈએ
ઉપર જણાવેલી પદ્ધતિ અનુસાર બુદ્ધિને નીરવ અને નિષ્ક્રિય કરવામાં આવે તથા અંતઃકરણને શાંત અને શુદ્ધ કરવામાં આવે ત્યારે જ્ઞાનાવરણાદિ કર્મોની પુષ્કળ નિર્જરા થાય છે. તેના કારણે ઘણી