Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬૦૨
[ અધ્યાત્મ અનુયોગ સહિત બાહ્ય આચારોની બાબતમાં વિધિ-નિષેધ લગાવવાની જેમ પોતાની અંતરંગ પરિણતિમાં પણ વિધિ-નિષેધને લાગુ પાડવા. બાહ્ય આચારો અંગે જેટલા પ્રમાણમાં વિધિ-નિષેધ આપણે લાગુ પાડીએ છીએ, તેના કરતાં વધુ પ્રમાણમાં પ્રતિક્ષણ સવિશેષપણે પોતાની આંતરિક પરિણતિને સુધારવા માટે વિધિ-નિષેધ લગાડવા અત્યંત જરૂરી છે. તે આ પ્રમાણે સમજવું.
(૧) પોતાની પરિણતિને નિજ આત્મતત્ત્વની સન્મુખ કરવી, મોક્ષમાર્ગાભિમુખી બનાવવી એ આંતરિક વિધિ તથા પરસનુખ પોતાની મલિન પરિણતિનો પ્રત્યાહાર કરવો એ આંતરિક નિષેધ.
(૨) પોતાની ચિત્તવૃત્તિના પ્રવાહને ઉછળતા ઉલ્લાસ-ઉમંગથી નિજાનંદમય અતીન્દ્રિય અપરોક્ષ જ્ઞાન તરફ વાળવો, તેને નિર્મળ-નિર્લેપ જ્ઞાનના મહિમાથી ભાવિત કરવો, જ્ઞાનમાહાભ્યવાળો કરવો એ આંતર વિધિ. તથા ઈન્દ્રિયજ્ઞાનથી તેને ઝડપથી પાછો વાળવો એ આંતર નિષેધ.
(૩) જ્ઞાનાવરણ અને વર્યાન્તરાય વગેરે કર્મના ક્ષયોપશમની ધારાને નિજાત્મતત્ત્વ તરફ વહેવડાવવી, સ્વાત્માના જ નિરીક્ષણ-પરીક્ષણ-સંશોધનાદિ માટે વાપરવી એ તાત્ત્વિક વિધિ. તથા પારકા દ્રવ્ય-ગુણ એ -પર્યાયની સન્મુખ વળેલ જ્ઞાન-શક્તિપ્રવાહનો અંતઃકરણથી ઈન્કાર કરવો એ તાત્ત્વિક નિષેધ.
(૪) કેવળ જાણનાર તત્ત્વને, પોતાના નિર્મળ જ્ઞાયક તત્ત્વને અપરોક્ષપણે સાક્ષાત્ સતત જાણવું Mી એ પારમાર્થિક વિધિ. “ખરેખર સ્વભિન્ન અન્ય વસ્તુને હું જાણતો જ નથી' - તેમ અંતરથી સ્વીકારીને તો બહારમાં જે કાંઈ વસ્તુ જણાઈ રહેલ છે, બાહ્ય જે કાંઈ વસ્તુ જ્ઞાનમાં પ્રતિભાસિત થઈ રહી છે,
તેની અત્યન્ત ઉપેક્ષા-અવગણના કરવી એ પારમાર્થિક નિષેધ. આ (૫) સ્વને ભાવ-આદરભાવ આપવો એ અત્યંતર વિધિ. પોતાના જ શુદ્ધ આત્માનું બહુમાન
-સન્માન, પોતાના જ નિર્મળ આત્મતત્ત્વની રુચિ-પ્રીતિ-શ્રદ્ધા-ભક્તિ, પોતાના જ નિર્મળ ચેતનતત્ત્વનો છે ઉલ્લસિતભાવે અનુભવ કરવાની તીવ્ર તડપન એ વિધિ. મતલબ કે બહુમાન-રુચિ-પ્રીતિ વગેરે બધાં યો જ નિર્મળ ભાવો પોતાના શુદ્ધાત્માને આપવા એ અત્યંતર વિધિ. તથા પરવસ્તુને = પારકા દ્રવ્ય
-ગુણ-પર્યાયને અને પોતાના જ અશુદ્ધ-ઔપાધિક એવા દ્રવ્ય-ગુણ-પર્યાયને આદરાદિ ભાવ આપનાર 0 પરિણામનો સર્વથા નકાર-ઈન્કાર-ત્યાગ કરવો એ અત્યંતર નિષેધ. આ રીતે પોતાના અંતરના પરિણામમાં વિધિ-નિષેધને પ્રતિપળ લાગુ પાડવાથી આત્માર્થીમાં પ્રબળ ભાવવિશુદ્ધિ જન્મે છે.
# સોળ પ્રકારે નિજસવરૂપનો વિચાર # આ રીતે પોતાના આંતરિક પરિણામને વિશે વિધિ-નિષેધનું સતત પાલન કર્યા પછી પોતાના નિર્મળ સ્વભાવને મેળવવા માટે સાધકે એકાન્ત સ્થાનમાં રહીને આદ્રતા, ગંભીરતા, વિરક્તતા, શાંતતા, અંતર્મુખતા વગેરે પરિણામોથી ચોતરફ વ્યાપ્ત થયેલા ચિત્ત વડે દઢતા સાથે, પોતાનું સમગ્ર અસ્તિત્વ આનંદથી ઝંકૃત થાય તે રીતે, સતત એકાગ્રપણે નીચે મુજબ સોળ પ્રકારે ભાવના કરવી કે :-
આત્મા = શાશ્વત શાંતિધામ , (૧) હું શાશ્વત શાંતિનું ધામ છું. અશાંતિ મારામાં લેશ પણ નથી. મારી શાંતિ પણ કામચલાઉ કે કૃત્રિમ નથી પણ શાશ્વત છે. અનુભવગમ્ય અતીન્દ્રિય અખંડ અનંત અક્ષય શાંતિનું ધામ છું.
૪ આત્મા = સહજસમાધિસદન છે (૨) હું સહજ સમાધિનું સદન = ઘર છું. અસમાધિ-સંકલેશ-ઉદ્વેગનું મારામાં જરા પણ અસ્તિત્વ