Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૬/૭)]
૫૯૯ ક ... તો આત્મદ્રવ્યાદિ શુદ્ધપણે પરિણમે છે અનેક નય, પ્રચુર નિક્ષેપ અને વિવિધ પ્રમાણો દ્વારા પોતાના અને બીજાના, શુદ્ધ અને અશુદ્ધ એવા દ્રવ્ય-ગુણ-પર્યાયોનો ઊંડો અભ્યાસ કરવાથી પોતાની બુદ્ધિ સૂક્ષ્મ અને સક્રિય બને છે. સૂક્ષ્મબુદ્ધિ તો પરમેશ્વર પ્રવચનના પ્રૌઢ પદાર્થોનો નિર્ણય કરવામાં કુશળ હોય છે. સક્રિયબુદ્ધિ આગમોક્ત પદાર્થોનો નિર્ણય કરવામાં સતત ગળાડૂબ હોય છે, તત્પર હોય છે, ચપળ હોય છે. દ્રવ્યાનુયોગના અભ્યાસથી બુદ્ધિને સૂક્ષ્મ અને સક્રિય કર્યા બાદ તે જ બુદ્ધિને નીરવ અને નિષ્ક્રિય કરવાની છે. તે જ રીતે સૌપ્રથમ શાસ્ત્રાભ્યાસ, ધ્યાન, તપશ્ચર્યા વગેરે વડે અંતઃકરણને એકાગ્ર અને સાત્ત્વિક કરવાનું છે. પછી તે જ અંત:કરણને સમતા, સમાધિ, વૃત્તિસંક્ષય વગેરે સાધના દ્વારા શાંત તથા શુદ્ધ કરવાનું છે. સહકમળ, લય, આવરણશક્તિ, વિક્ષેપશક્તિ વગેરે સ્વરૂપ ચિત્તની ઘરવખરીને ખાલી કરવાની છે, ચિત્તમાંથી બહાર કાઢવાની છે. (૧) આત્માના ચૈતન્યસ્વભાવનો વિરોધ કરનારું બળ એટલે સહજમળસ્વરૂપ ચિત્તશક્તિ. (૨) જાપ, સ્વાધ્યાય, ધ્યાન વગેરે સાધનાના અવસરે નિદ્રા-તન્દ્રા વગેરે લાવે તે ચિત્તની આ લયશક્તિ. (૩) આશ્રવ, બંધ વગેરે હેય તત્ત્વોમાં હેયપણાની બુદ્ધિને જે આવરી દે અને સંવર-નિર્જરાદિ આ ઉપાદેય તત્ત્વોમાં ઉપાદેયપણાની બુદ્ધિને જે ઢાંકી દે, અટકાવી દે તે ચિત્તની આવરણશક્તિ. (૪) આ તથા તે જ આશ્રવ, બંધ વગેરે હેય તત્ત્વોમાં ઉપાદેયપણાની બુદ્ધિને ઉત્પન્ન કરનારી, સંવર-નિર્જરાદિ છે ઉપાદેય તત્ત્વોમાં હેયપણાની બુદ્ધિને ઊભી કરનારી અને અંદરમાં મિથ્યા આભાસ ઊભો કરનારી ચિત્તની વિક્ષેપશક્તિ જાણવી.
શું આપણે આપણા સ્વરૂપમાં વસીએ છે આ ચારેય અનાદિકાલીન કચરાને ચિત્તમાંથી (= લબ્ધિમનમાંથી) બહાર કાઢવા માટે અસંગ સાક્ષીભાવ, જ્ઞાતા-દષ્ટાભાવ પરિણતિ, નિજચિત્તનિરીક્ષણ, સ્વચિત્તવૃત્તિપરીક્ષણ, પોતાના ત્રિકાળ શુદ્ધ ઘી સ્વભાવની ભાવના વગેરેનો ઊંડો દીર્ઘકાલીન અભ્યાસ કરવો. તેના બળથી તે ચારેય પ્રકારના કાદવ છે. -કીચડ-કચરાને લબ્ધિમનમાંથી બહાર કાઢવા. પરંતુ આ કાર્યમાં જરાય ગભરાવું નહિ. કારણ કે “દરેક વસ્તુ પોતાના સ્વરૂપમાં જ વસે છે. એક ચીજ બીજાના સ્વરૂપમાં વસી શકે નહિ' - આવું અનુયોગદ્વાર સૂત્રવ્યાખ્યામાં માલધારી શ્રી હેમચન્દ્રસૂરિજીએ જણાવેલ છે. મતલબ કે સહજમળ વગેરે આત્માના ચૈતન્યસ્વરૂપમાં પગ-પેસારો કરી શકે નહિ. તેવો તેને અધિકાર નથી. નિશ્ચયનય એમ કહે છે કે “સહજમળ વગેરે પોતાના જ સ્વરૂપમાં રહે, આત્મામાં ન રહે.” વ્યવહારનય એમ કહે છે કે આત્મામાં જ સહજમળ વગેરે રહેલા હોય - તેવો અનુભવ થાય છે. બન્ને નયના અભિપ્રાયનું સંયોજન કરવાથી ખ્યાલ આવે છે કે સહજમળ વગેરે ચારેય મલિન તત્ત્વો આપણા લબ્ધિમનમાં રહીને ચૈતન્યની સહાયથી પોતાનું કામ કરે છે. પરંતુ અજ્ઞાનવશ આત્મા તે કાર્યોને પોતાના માની લે છે. આ ભ્રમના લીધે જ અનાદિ કાળથી સંસાર ચાલી રહ્યો છે. લબ્ધિમનમાંથી સહજમળ વગેરે નીકળી જાય તો આ સંસારચક્રનો વિરામ થાય. તેથી મુમુક્ષુએ ભવભ્રમણને ટાળવા માટે નિર્ભયતાથી તે ચારેય મલિન તત્ત્વોને પોતાના લબ્ધિમનમાંથી બહાર કાઢવા તથા મહામોહને મૂળમાંથી ઉખેડી નાંખવો. તો જ નિજાત્મદ્રવ્ય -ગુણ-પર્યાયોનું શુદ્ધપણે અને સાનુબંધપણે ઝડપથી પરિણમન થાય.