Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૫૯૬
[ અધ્યાત્મ અનુયોગ સહિત
પરમ ઉદાસીનદશા એ જ મોક્ષસુખની પ્રસાદી સ્વરૂપ છે' - આ વાત અધ્યાત્મમતપરીક્ષાવૃત્તિમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે અત્યંત ગંભીરપણે અને સ્પષ્ટપણે જણાવેલ છે. આ વાત ખરેખર યુક્તિસંગત જ છે. કારણ કે આ રીતે જ સાધુ ઝડપથી ધ્યેયગુણમય બની શકે. ઈન્દ્રિયના વિષયોમાંથી ઈન્દ્રિયોને અને મનને છોડાવવા સ્વરૂપ ઉન્મનીભાવ પણ આ રીતે જ સિદ્ધ થાય. બીજી કોઈ રીતે નહિ. પરમાત્મગુણમય બનવું અને ઉન્મનીભાવને પ્રગટાવવો એ તો સાધુજીવનમાં મુખ્ય લક્ષ્ય છે.
- સાધક ધ્યેયગુણમય બને છે. પ્રસ્તુતમાં ષોડશક ગ્રંથની એક વાત ઊંડાણથી વિચારવી. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “દીક્ષા જીવનમાં સૌપ્રથમ ધ્યાન-અધ્યયનમાં અભિરતિ-અભિરુચિ હોય છે. પછી તન્મયતા = ધ્યેયગુણમયતા આવે છે. જ્યારે બહારમાં પરમ ઉદાસીનભાવ ઘૂંટાવાથી શબ્દાદિ વિષયોમાં ગ્રાહ્યતા મરી પરવારે તથા ઈન્દ્રિય, મન અને આત્મા - આ ત્રણમાં શબ્દાદિની ગ્રાહતા મરી પરવારે ત્યારે નિત્ય અને નિરંજન એવા આત્માનું ધ્યાન કરવાના બળથી દેહાધ્યાસ, ઈન્દ્રિયાવ્યાસ, રાગાધ્યાસ, એ નામાવ્યાસ વગેરેનો અત્યંત ક્ષય થતાં આત્મજ્ઞાનીને તન્મયભાવ = તન્મયતા = ધ્યેયગુણમયતા પ્રાપ્ત સા થાય છે. આ જ અભિપ્રાયથી ધ્યાનદીપિકામાં શ્રીસકલચન્દ્ર ઉપાધ્યાયજીએ જણાવેલ છે કે “ગ્રાહ્ય
-ગ્રાહકભાવશૂન્યસાધક તન્મયભાવને પ્રાપ્ત કરે છે.' તથા અધ્યાત્મસારમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી નિ મહારાજે જણાવેલ છે કે જે જ્ઞાની સાધક નિરંજન નિત્ય પરમાત્માની ધ્યાનાદિ વડે ઉપાસના કરે A. છે, તે ધ્યાન દ્વારા કર્મના કચરાને (દહાધ્યાસાદિને) સાફ કરીને તન્મયતાને = ધ્યેયગુણમયતાને પામે છે.”
# મનોવિજયનો મનનીય માર્ગ જ છે અહીં પરમ ઉદાસીનભાવનો અભ્યાસ કરવાના અવસરે યોગશાસ્ત્રની અમુક વાતો ભૂલવા જેવી થો નથી. ત્યાં શ્રી હેમચંદ્રસૂરિજીએ જણાવેલ છે કે “બહારમાં અને અંદરમાં તમામ ચિન્તાઓથી અને ચેષ્ટાઓથી “ છૂટેલા યોગી તન્મયભાવને પ્રાપ્ત કરીને અત્યંત ઉન્મનીભાવને અનુભવે છે. પોત-પોતાના વિષયોને ગ્રહણ કરતી ઈન્દ્રિયોને રોકવી નહિ તથા (વિષયોમાં પ્રવૃત્ત ન થતી) ઈન્દ્રિયોને વિષયોમાં પ્રવર્તાવવી નહિ. આ રીતે સાધક ન તો ઈન્દ્રિયોને રોકે કે ન તો ઈન્દ્રિયોને પ્રવર્તાવે, તો પરમ તત્ત્વ ઝડપથી પ્રકાશે છે. મન પણ જ્યાં-જ્યાં પ્રવર્તતું હોય ત્યાં-ત્યાંથી તે મનને અટકાવવું નહિ. કારણ કે મનને અટકાવેલ હોય તો તે વધારે દોડવા માંડે છે. જો મનને અટકાવેલ ન હોય તો પોતાની મેળે તે મન શાંત થઈ જાય છે. પરંતુ સામે ચાલીને આસક્તિથી કે કુતૂહલથી નવા-નવા વિષયોમાં મનને દોડાવવું નહિ, પ્રવર્તાવવું નહિ. ગંભીર બુદ્ધિથી આ વાતને આત્માર્થી સાધકે વિચારવી. આધ્યાત્મિક પ્રયોજન ઝડપથી સિદ્ધ કરવા ઉપર વજન આપવું. અહીં દેહ-ઇન્દ્રિય-મનને ઉશ્રુંખલ બનાવવાની વાત નથી કરવી. પરંતુ તેને શાંત-સ્વસ્થ કરવાની વાત કરવી છે. આ તાત્પર્યને ખાસ ધ્યાનમાં લેવું.
જ ઈન્દ્રિયવિજયનો માર્ગ છે. એ જ રીતે વીતરાગસ્તોત્રનો એક શ્લોક પણ અહીં ગંભીરતાથી વિચારવો. ત્યાં શ્રીહેમચંદ્રસૂરિજીએ જણાવેલ છે કે “હે ભગવંત ! આપે ઈન્દ્રિયોનું દમન પણ ન કર્યું. તથા ઈન્દ્રિયોને બેમર્યાદપણે સામે ચાલીને વિષયોમાં પ્રવર્તાવી પણ નહિ. આ રીતે આપે સુંદર બુદ્ધિથી (સાચા માર્ગે ચાલીને) ઈન્દ્રિયવિજય