Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
[ અધ્યાત્મ અનુયોગ સહિત
(સપ્તમગુણસ્થાનવર્તી) મન – આ રીતે ત્રણ પ્રકારે મનોગુપ્તિ કહેવાયેલી છે.' આ ત્રણેય પ્રકારની મનોગુપ્તિ તો સંયમના પ્રાણભૂત છે. સંયમને જીવંત કરનાર, ધબકતું રાખનાર તત્ત્વ હોય તો તે છે આ મનોગુપ્તિ. મનોગુપ્તિ પરિપક્વ થતાં નિજપ૨માત્મતત્ત્વની સાથે ગુપ્ત મંત્રણા કરવાની યોગ્યતા અત્યંત ઝડપથી ખીલતી જાય છે. સાધક ભગવાન પણ અંદરમાં ખુલતા જાય છે. પારમાર્થિક મુનિપણું પ્રગટતું જાય છે. તાત્ત્વિક મુનિદશાને પ્રગટાવીએ ક
૫૯૪
તેથી જ ઝડપથી તાત્ત્વિક મુનિપદને મેળવવા ઝંખતા સંયમીએ ‘(૧) શરીર, (૨) ઈન્દ્રિય, (૩) મન, (૪) કષાયાદિ વિભાવ પરિણામ, (૫) સુખ, (૬) દુ:ખ, (૭) ભવિષ્યની ચિંતા, (૮) ભૂતકાળની સ્મૃતિ, (૯) મનમાં ઉઠતી વિવિધ કલ્પનાઓ, (૧૦) આશા, (૧૧) સ્વ-૫૨ વિશેના અભિપ્રાય, (૧૨) સંકલ્પ, (૧૩) વિકલ્પ, (૧૪) વિચાર વગેરેથી હું અત્યંત જુદો છું, નિરાળો છું - આવા ભેદવિજ્ઞાનને વારંવાર ઘૂંટવું. સૂક્ષ્મ, તાત્ત્વિક ભેદવિજ્ઞાનની તેવી પરિણતિ ઊભી કરવી. તે પરિણતિને અત્યંત પરિપક્વ બનાવવી, દૃઢ કરવી. તેવી ભેદવિજ્ઞાનપરિણતિના બળથી સાધક તે શરીર, ઈન્દ્રિય આદિ ૧૪ ચીજોથી અંદરમાંથી છૂટો પડી જાય છે. યપિ ભેદિવજ્ઞાનથી શરીરાદિ નાશ નથી પામતા ધ્યા પણ ‘તે બધાથી પોતે અત્યંત જુદો છે. તે બધાથી પોતાનું અસ્તિત્વ સ્વતંત્ર છે' - તેવું સાધક સ્પષ્ટપણે મૈં અનુભવે છે. તે મુજબ સાધક માત્ર માનતો નથી. પરંતુ હકીકતમાં અનુભવે છે. આ રીતે શરીર,
ઈન્દ્રિય વગેરેથી અંદરમાં છૂટા પડીને, જેમ રસ્તામાં પડેલી ધૂળને માણસ ઉદાસીનભાવે જુએ, તેમ શરીર વગેરેને સાધક અંદરમાં પ્રગટેલી વિવેકદૃષ્ટિથી સ્પષ્ટપણે ઉદાસીનભાવે-સમભાવે માત્ર જુએ છે. આ રીતે શરીરાદિને ઉદાસીનભાવ-મૌનભાવે નિરખીને પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા કરવામાં જે લીનતા-મગ્નતા-સ્થિરતા આવે તે જ તાત્ત્વિક મૌન છે, પારમાર્થિક મુનિપણું છે. આ પ્રમાણે શાસ્રકારોને યો માન્ય છે. આ જ અભિપ્રાયથી ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવેલ છે કે ‘સુખને અને દુઃખને સમભાવે જોતો [હું મૌન = મુનિપણું આચરીશ.' મુનિ બનવા ઝંખતા ‘ભૃગુ' પુરોહિતના ઉપરોક્ત કથનથી ફલિત થાય છે કે મુનિઓ સુખ-દુઃખમાં તન્મય-તદાકાર-તદ્રુપ બનીને સુખ-દુ:ખનો ભોગવટો કરતા નથી પણ તેને માત્ર સમભાવે જુએ છે, અસંગ સાક્ષીભાવે નીરખે છે, પોતાનાથી ભિન્નસ્વરૂપે નિહાળે છે.
* નિજ શુદ્ધચૈતન્યસ્વભાવમાં શુદ્ધનયના હેતુરૂપે ઠરીએ
તેથી જે ખરેખર મુનિદશાના માશૂક હોય તેમણે શરીર, ઈન્દ્રિય વગેરેમાં કે શરીરાદિની પ્રવૃત્તિમાં અનાદિકાલીન અવિદ્યાથી ઉત્પન્ન થતી (૧) તાદાત્મ્યબુદ્ધિ (= ‘હું શરીરાદિ છું' - આવી અભેદબુદ્ધિ), (૨) તન્મયતા, (૩) તદાકારતા એકાકારતા, (૪) સ્વામિત્વપરિણામ (= ‘શરીરાદિ મારા છે’ - આવી સ્વામિત્વબુદ્ધિ), (૫) અધિકારવૃત્તિ (= ‘કષાયાદિ કરવાનો મારો હક્ક છે' - આવી બુદ્ધિ), (૬) કર્તૃત્વનો અભિપ્રાય, (૭) ભોક્તત્વનો આશય (= ‘હું કષાય, સુખ, દુ:ખ વગેરેને ભોગવું છું
આવી ભોતૃત્વબુદ્ધિ વગેરે તત્ત્વોને દૂર કરવા જોઈએ. શરીરાદિમાં તાદાત્મ્યબુદ્ધિ વગેરેને છોડીને (A) ‘હું અનંતાનંદમય શુદ્ધ આત્મા જ છું - આ રીતે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપની શ્રદ્ધા કરવી જોઈએ. (B) ‘હું દેહાદિભિન્ન પરમશાંત સ્વસ્થ ચેતન તત્ત્વ છું' - આ રીતે અંતરમાં નિરંતર પોતાના જ
-