Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૬/૭)].
૫૮૯ છે. “દીવાની જ્યોત જેમ પ્રકાશમય હોય છે, તેમ સાધકની ક્રિયા જ્ઞાનમય હોય છે, ચૈતન્યરસથી વણાયેલી હોય છે' - આ મુજબ જ્ઞાનસારમાં જે જણાવેલ છે, તેનો આંશિક પણ તાત્ત્વિક શુભારંભ અહીંથી જ થાય છે - તેમ જાણવું. આગળની દશામાં તેનો વિકાસ થતો જાય છે. ધ્યાનાદિ ક્રિયા ચૈતન્યમય થવાના લીધે ધ્યાનાદિ સમાપ્ત થયા પછી પણ તે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું અનુસંધાન મનથી નથી જ મૂકતા, ભલે ને કાયાથી બીજા પ્રયોજનમાં તે પ્રવર્તતા પણ હોય. આવી બળવાન પ્રયોગલબ્ધિના પ્રભાવથી પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયો અત્યંત ઝડપથી અને સાનુબંધપણે શુદ્ધસ્વરૂપે પરિણમતા જાય છે.
માત્ર નિજશુદ્ધસવરૂપને જાણીએ-માણીએ શ્રીસકલચન્દ્ર ઉપાધ્યાયજીએ ધ્યાનદીપિકામાં જણાવેલ છે કે “પોતાના શુદ્ધ સ્વરૂપને જાણવું. એ સિવાય બીજું કંઈ પણ પોતાની અંદર ન કરાય. પરંતુ પ્રયોજનવશ બીજું કંઈ વાણીથી કે કાયાથી સાધક કરે તો પણ તેમાં આદરભાવે તે ભળે નહિ.” આ વચનના તાત્પર્યાર્થીને અહીં ચરિતાર્થ = કૃતાર્થ થવાનો અવસર મળે છે - એમ જાણવું. તે રીતે મોક્ષમાર્ગે આગળ વધતાં આત્મશુદ્ધિ વિશેષ પ્રકારે થતાં અધ્યાત્મસારના શ્લોકનો વિષય અવસરને પ્રાપ્ત કરે છે. ત્યાં જણાવેલ છે કે “પુણ્યશૂન્ય, પાપરહિત, ૨A વિકલ્પાતીત = વિકલ્પ વગરનું અને પરમાર્થથી વિકલ્પનો અવિષય, નિત્ય, શુદ્ધ એવા આત્મતત્ત્વનું યા સદા ધ્યાન ધરવું જોઈએ. આ શુદ્ધનયની સ્થિતિ = વ્યવસ્થા છે.’ આ રીતે શુદ્ધનયની મર્યાદામાં રહીને સાધક શુદ્ધ આત્મતત્ત્વને ધ્યાવે છે, સંભાળે છે, સંભારે છે, સાંભરે છે. તેમાં જ નિરંતર રુચિપ્રવાહને (તી વાળે છે, ઢાળે છે. તથા “મનને જડના રાગાદિથી મુક્ત કરે છે. જીવો પ્રત્યેના ક્રોધાદિથી મનને તે દૂષિત કરતો નથી. મનને આત્મામાં વિશ્રાન્ત કરતો સાધક સર્વ ક્રિયાઓમાં નિર્લેપ થાય છે' - આ છે. યોગશાસ્ત્રના વચન મુજબ પોતાની ભૂમિકાને યોગ્ય વ્યાવહારિક વગેરે ક્રિયાઓ કરવા છતાં તેમાં તે તે અસંગપણાને સમ્યક્ પ્રકારે મેળવે છે. તથા શાસ્ત્રજ્ઞાન વડે નિજ શુદ્ધાત્મતત્ત્વની શ્રદ્ધાને પુષ્ટ કરીને છે? અત્યંત કઠણ-કર્કશ-ગૂઢ એવી રાગાદિની ગ્રંથિને અત્યંત પોચી કરે છે, ઝડપથી ભેદવા યોગ્ય કરે છે. યો
(૫) કરણલધિમાં પ્રવેશ જ ત્યાર બાદ સાધક ભગવાનમાં પાંચમી “કરણલબ્ધિ’ ઝડપથી પ્રગટ થાય છે. તેનું બીજું નામ ઉપશમલબ્ધિ” તથા “ઉત્કૃષ્ટ યોગલબ્ધિ છે. તેના પ્રભાવથી (A) મિથ્યાત્વ મોહનીય કર્મને આત્મત્તિકપણે ઉપશમાવવાની શક્તિ આત્મામાં પ્રગટ થાય છે. (B) પ્રતિસમય અનન્તગુણ વૃદ્ધિવાળી આત્મપરિણામની વિશુદ્ધિ ઉત્પન્ન થાય છે. (C) સાતા વેદનીય, ઉચ્ચગોત્ર વગેરે પરાવર્તમાન શુભ કર્મપ્રકૃતિઓ જ બંધાય છે. અસાતા વેદનીય, નીચગોત્ર આદિ અશુભ પ્રકૃતિ ત્યારે બંધાતી નથી. (D) શુભ કર્મપ્રકૃતિનો રસ અનન્તગુણ વૃદ્ધિને પામે છે. (E) બંધાતી શુભ કર્મપ્રકૃતિનો બે ઠાણીયો રસ છેક ચાર ઠાણીયા રસ સુધી વધે છે. (F) તેમજ અશુભ કર્મપ્રકૃતિઓનો ચાર ઠાણીયો રસ છેક બે ઠાણીયા રસ સુધી ઘટે છે. (૯) અત્યન્ત પ્રશસ્ત પ્રવર્ધમાન લેશ્યા-અધ્યવસાયસ્થાનાદિના લીધે ત્યારે આયુષ્ય કર્મ બંધાતું નથી. આયુષ્યકર્મ તો વધુ પડતી ચઢ-ઉતરવાળા અધ્યવસાય ન હોય ત્યારે જ બાંધી શકાય. તેથી ત્યારે આયુષ્ય કર્મ સિવાયની સાત મૂલ કર્મપ્રકૃતિઓ બંધાય. પરંતુ તે અંતઃકોટાકોટિસ્થિતિ વાળી જ બંધાય. તેનાથી વધુ દીર્ઘસ્થિતિવાળી કર્મપ્રકૃતિને ત્યારે તે સાધક ન બાંધે. (H) તથા જે અશુભ કર્મ યુવબંધી વગેરે સ્વરૂપ હોવાના કારણે બાંધવા જ પડે તો પણ ત્યારે તે સાધક તે અશુભ કર્મને પ્રતિસમય પલ્યોપમના સંખ્યાત ભાગ જેટલા *